ઇમરજન્સી લાગુ કર્યા બાદ માલદીવની અર્થવ્યવસ્થા લથડી, ટૂરિઝ્મ ક્ષેત્રે ગાબડું

દરરોજ સેંકડો ટૂરિસ્ટ્સ અહીં પોતાની હોટલ બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે

divyabhaskar.com | Updated - Feb 15, 2018, 01:22 PM
ઇમરજન્સીથી સૌથી વધારે પ્રભાવિત માલે છે અને વિદેશી મહેમાનો હવે માલદીવની યાત્રાઓ ટાળી રહ્યા છે. (ફાઇલ)
ઇમરજન્સીથી સૌથી વધારે પ્રભાવિત માલે છે અને વિદેશી મહેમાનો હવે માલદીવની યાત્રાઓ ટાળી રહ્યા છે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ માલદીવમાં બીજાં સપ્તાહે ઇમરજન્સી જાહેર કર્યા બાદ અહીં આવનારા ટૂરિસ્ટ્સ પોતાની યાત્રા રદ કરી રહ્યા છે. અહીંના ટૂર ઓપરેટર્સ અનુસાર, સરકારે ઇમરજન્સી દરમિયાન વિશ્વાસ અપાવ્યો હતો કે, પર્યટન માટે પ્રખ્યાત આ આઇલેન્ડ પર પરિસ્થિતિ સામાન્ય રહેશે. તેમ છતાં દરરોજ સેંકડો ટૂરિસ્ટ્સ અહીં પોતાની હોટલ બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે. જેની અસર અહીંની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, ટૂરિઝ્મનું માલદીવની અર્થવ્યવસ્થામાં એક તૃતિયાંશ યોગદાન છે.


અન્ય દેશોએ ટૂરિઝ્મને લઇને ચેતવણી જાહેર કરી


- પ્રેસિડન્ટ અબ્દુલ્લા યમીન દ્વારા ઇમરજન્સી જાહેર કર્યા બાદ ચીન, ભારત, અમેરિકા અને બ્રિટને પોતાના નાગરિકોને અહીં પ્રવાસને લઇને ચેતવણી જાહેર કરી છે.
- પ્રેસિડન્ટ અબ્દુલ્લાએ પોતાના દેશમાં ઇમરજન્સી જાહેર કર્યા બાદ એ ત્રણ જજની ધરપકડના પણ આદેશ આપ્યા હતા, જેઓએ અહીંના વિપક્ષ નેતાઓને જેલમાંથી મુક્ત કરવાના આદેશ આપ્યા હતા. ત્યારબાદથી અહીં ટૂરિઝ્મની પરિસ્થિતિ લથડી છે અને વિદેશી પર્યટકોએ પોતાની યાત્રા રદ કરવાનું શરૂ કરી દીધું છે.


દરરોજ 50થી 60 રૂમ થાય છે કેન્સલ


- પેરેડાઇઝ આઇલેન્ડ રિસોર્ટ વિલા ગ્રુપના માલિકે જણાવ્યું કે, ઇમરજન્સી બાદ દરરોજ 50થી 60 રૂમ કેન્સલ થઇ રહ્યા છે. આ દેશમાં મોજૂદ અમારી તમામ પ્રોપર્ટીઝની આવી જ પરિસ્થિતિ છે.
- પેરેડાઇઝ રિસોર્ટ વિલા ગ્રુપની માલદીવમાં 282 રૂમવાળી હોટલ છે, આ રિસોર્ટ માલેથી સ્પીડબોટ દ્વારા 20 મિનિટના અંતરે છે.
- ઇમરજન્સીથી સૌથી વધારે પ્રભાવિત માલે જ છે અને વિદેશી મહેમાનો હવે માલદીવની યાત્રાઓ ટાળી રહ્યા છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, માલદીવને ટૂરિઝ્મ ક્ષેત્રે કેટલો ફાયદો થાય છે...

, વર્ષ 2018માં અહીંની જીડીપીને અંદાજિત 4.5 ટકાનું નુકસાન થશે (ફાઇલ)
, વર્ષ 2018માં અહીંની જીડીપીને અંદાજિત 4.5 ટકાનું નુકસાન થશે (ફાઇલ)

અર્થવ્યવસ્થામાં મોટો હિસ્સો ટૂરિઝ્મનો 


- ઉલ્લેખનીય છે કે, ટૂરિઝ્મનો માલદીવની અર્થવ્યવસ્થામાં ત્રીજો મોટો ભાગ છે. 
- ગયા વર્ષે 2017માં માલદીવની જીડીપી 3.5 બિલિયન ડોલર હતી. રેટિંગ એજન્સી મૂડીએ અનુમાન લગાવ્યું છે કે, જો માલદીવની પરિસ્થિતિમાં સુધારો નહીં જોવા મળે અને પર્યટકો અહીં આવવાનું ટાળતા રહ્યા તો, વર્ષ 2018માં અહીંની જીડીપીને અંદાજિત 4.5 ટકાનું નુકસાન થશે. 

X
ઇમરજન્સીથી સૌથી વધારે પ્રભાવિત માલે છે અને વિદેશી મહેમાનો હવે માલદીવની યાત્રાઓ ટાળી રહ્યા છે. (ફાઇલ)ઇમરજન્સીથી સૌથી વધારે પ્રભાવિત માલે છે અને વિદેશી મહેમાનો હવે માલદીવની યાત્રાઓ ટાળી રહ્યા છે. (ફાઇલ)
, વર્ષ 2018માં અહીંની જીડીપીને અંદાજિત 4.5 ટકાનું નુકસાન થશે (ફાઇલ), વર્ષ 2018માં અહીંની જીડીપીને અંદાજિત 4.5 ટકાનું નુકસાન થશે (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App