Home » International News » Latest News » International » Do not want Maldives to be another flashpoint in talks with India: China

ચીને કહ્યું, માલદીવ મુદ્દે ભારત સાથે વધુ એક ઘર્ષણ નહીં, વાતચીત માટે સંપર્કમાં

Divyabhaskar.com | Updated - Feb 09, 2018, 05:42 PM

ચીને કહ્યું હતું, માલદીવ પોતાના આતંરિક સંકટને ઉકેલવામાં સક્ષમ છે અને બહારના કોઇ પણ પક્ષે તેમાં દખલ ના કરવી જોઇએ

 • Do not want Maldives to be another flashpoint in talks with India: China
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ચીને કહ્યું હતું, માલદીવ પોતાના આતંરિક સંકટને ઉકેલવામાં સક્ષમ છે અને બહારના કોઇ પણ પક્ષે તેમાં દખલ ના કરવી જોઇએ (ફાઇલ)

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ચીનનું કહેવું છે કે, તેઓ માલદીવમાં ચાલી રહેલા રાજકીય સંકટનો ઉકેલ લાવવા માટે ભારતના સંપર્કમાં છે. ચીને કહ્યું કે, તેઓ આ મુદ્દે ભારત સાથે વધુ એક ઘર્ષણ ઇચ્છતું નથી. ચીનના સૂત્રોએ કહ્યું કે, અમે પહેલેથી જ કહી ચૂક્યા છીએ કે, માલદીવ પોતાના આતંરિક સંકટને ઉકેલવામાં સક્ષમ છે અને બહારના કોઇ પણ પક્ષે તેમાં દખલ ના કરવી જોઇએ. આ તમામ ઘટનાની વચ્ચે પેઇચિંગે નવી દિલ્હી સાથે પણ આ મુદ્દે ઉકેલ માટે સંપર્ક કર્યો છે.


  સ્પેશિયલ ફોર્સિસ તૈયાર હોવાના સમાચાર બાદ ચીનનું નિવેદન


  - માલદીવના સંકટનો ઉકેલ લાવવા માટે ભારતની સ્પેશિયલ ફોર્સિસ તૈયાર હોવાના સમાચાર બાદ ચીને બહારના કોઇ પક્ષે દખલ ના કરવી જોઇએ તેનું નિવેદન આપ્યું હતું.
  - ચીનના સૂત્રોએ કહ્યું કે, માલદીવ સંકટને ચીન ભારતની સાથે વધુ એક ઘર્ષણનો મુદ્દો બનાવવા નથી ઇચ્છતું. ગયા વર્ષે ભૂતાન, ભારત અને ચીન બોર્ડ પર સ્થિત ડોકલામ પઠારને લઇને બંને દેશોની સેના આમને-સામને આવી ગઇ હતી. આ સિવાય પાકિસ્તાન સ્થિત ખૂંખાર આતંકવાદી મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાના ભારતના પ્રયાસમાં ચીનના હસ્તક્ષેપના કારણે પણ સંબંધો તણાવપૂર્ણ થઇ ગયા હતા.


  ટ્રમ્પ અને મોદીએ કરી ટેલિફોનિક વાત


  - માલદીવ સંકટને લઇને પીએમ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે વાતચીતને લઇને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના સ્પોક્સપર્સને કહ્યું કે, કોઇ બહારના પક્ષે આ મુદ્દે દખલ ના કરવી જોઇએ. તેઓએ કહ્યું કે, ઇન્ટરનેશનલ સમુદાયે માલદીવની સંપ્રભૂતા અને સ્વતંત્રતાનું સન્માન કરવું જોઇએ.
  - તેઓએ કહ્યું કે, માલદીવની હાલની સ્થિતિ અહીંનો આતંરિક મુદ્દો છે. તેનો વાતચીતની મદદથી તમામ સંબંધિત પક્ષોએ યોગ્ય ઢબે ઉકેલ લાવવો જોઇએ.
  - માલદીવના પ્રેસિડન્ટ અબ્દુલ્લા યામીને દેશના નાણામંત્રી મોહમ્મદ સઇદને વિશેષ દૂત તરીકે ચીન મોકલ્યા છે. જ્યારે માલદીવના દૂતની મુલાકાત માટે ભારત તરફથી તારીખ જ નથી મળી શકતી. માલદીવના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રેસિડન્ટ યામીન વિદેશ મંત્રીને પોતાના દૂત તરીકે મોકલવાના હતા.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, માલદીવના રાજકીય સંકટ વિશેની વધુ વિગતો...

 • Do not want Maldives to be another flashpoint in talks with India: China
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  માલદીવના પ્રેસિડન્ટ અબ્દુલ્લા યામીન

  સુપ્રીમ કોર્ટે પરત લીધો હતો સાંસદોને છોડવાનો આદેશ

   

  - માલદીવ ઈમરજન્સી પછી સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટિસ અબ્દુલા સઈદ અને અન્ય જજ હમીદ અને પૂર્વ રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારપછી સુપ્રીમ કોર્ટના બાકીના ત્રણ જજોની સરકાર સાથેની ખેંચતાણ પછી 9 વિપક્ષી નેતાઓને છોડવાનો આદેશ પરત લેવામાં આવ્યો હતો.

  રાષ્ટ્રપતિ યામીન ચીનની નજીક માનવામાં આવે છે
  - ચીને માલદીવના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ વધારે રોકાણ કર્યું છે. પાકિસ્તાન પછી માલદીવ બીજો એવો દેશ છે જેની સાથે ચીન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. બંને દેશોમાં આ સમજૂતી 2017માં થઈ હતી.
  - યામીન સરકારે આ સમજૂતીને લાગુ કરવા માટે સંસદમાં ખૂબ ઉતાવળ કરી હતી. જેના વિશે વિરોધી પાર્ટી અને ભારતે ચિંતા વ્યક્ત કરી હતી.
  - ચીન અને રાષ્ટ્રપતિ યામીનના સારા સંબંધોની અંદાજ લગાવી શકાય કે માલદીવમાં ચીનનો પ્રભાવ વધી રહ્યો છે. તેને ચીનને ભારતના ઘેરવાના પ્લાન તરીકે પણ જોવામાં આવે છે. 
  - નોંધનીય છે કે, યામીન ચીનના વન બેલ્ડ વન રોડ પ્રોજેક્ટને પણ સમર્થન આપી ચૂક્યા છે. તે અંતર્ગત ચીન પોટર્સ, રેલવે અને સી-લેન્સ દ્વારા એશિયા, આફ્રિકા અને યુરોપને જોડવા માગે છે. 

   

  આગળની સ્લાઇડમાં જાણો, માલદીવ ભારત માટે કેમ મહત્વનું?

 • Do not want Maldives to be another flashpoint in talks with India: China
  માલદીવ સંકટને લઇને પીએમ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે આજે ટેલિફોનિક વાતચીત થઇ હતી. (ફાઇલ)

  4 લાખ વસ્તી છતા ભારત માટે કેમ મહત્વનું


  - માલદીવની વસ્તી 4.15 લાખ છે, તે ભારતના દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે.
  - તેની ભૌગોલિક સ્થિતિના કારણે માલદીવ ભારત માટે ખૂબ મહત્વનું છે.
  - ચીન તેના વિકાસ માટે પૈસા લગાવી રહ્યું છે. 2011 સુધી ચીનની અહીં એમ્બેસી પણ નહતી પરંતુ હવે તેઓ અહીં મિલેટ્રી બેઝ બનાવવા માગે છે. 
  - રાષ્ટ્રપતી યામીનને ચીનના નજીક માનવામાં આવે છે. માલદીવ હવે ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટીવનો હિસ્સો છે. તેમની વચ્ચે ટ્રેજ એગ્રીમેન્ટ થયો છે.

   

  2012થી માલદીવમાં શરૂ થયું સંકટ


  - 2008માં મોહમ્મદ નશીદ પહેલી વાર દેશના રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 2012માં તેમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. ત્યારપછીથી જ માલદીવમાં મુશ્કેલીઓ શરૂ થઈ છે. 
  - 1 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ સહિત 9 લોકો વિરુદ્ધ એક કેસ કાઢી દેવામાં આવ્યો હતો. કોર્ટે આ નેતાઓને છોડવાનો આદેશ પણ આપ્યો હતો.
  - કોર્ટે રાષ્ટ્રપતિ અબ્દુલાની પાર્ટીથી અલગ થયા પછી સસ્પેન્ડ કરવામાં આવેલા 12 ધારાસભ્યોને પણ છોડવાનો આદેશ આપ્યો હતો.
  - સરકારે કોર્ટનો આ ઓર્ડર માનવાની ના પાડી દીધી હતી. તેના કારણે સરકાર અને કોર્ટની વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી.
  - ઘણાં લોકો રાષ્ટ્રપતિ અબ્દુલાના વિરોધમાં રોડ પર આવી ગયા હતા. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ