તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • ઘરેણાંમાં સૌથી મોંઘો 10.27 કરોડનો હાર | $273 Million In Valuables Seized In Malaysias Ex PM Probe

ભૂતપૂર્વ મલેશિયા PMના 6 નિવાસ્થાન પર દરોડા, 1872 કરોડની સંપત્તિ જપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વડાપ્રધાન પદે રહેતા નજીબને અંદાજિત 4 લાખ રૂપિયા/મહિના વેતન મળતું હતું

- 133 કરોડ રૂપિયાની કિંમતની 423 ઘડિયાળ જપ્ત કરવામાં આવી 

 

ઇન્ટરનેશનલ ડેસ્કઃ મલેશિયામાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા ભૂતપૂર્વ વડાપ્રધાન નજીબ રજાકના 6 મકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 27 કરોડ 30 લાખ ડોલર (અંદાજિત 1872 કરોડ રૂપિયા)ની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તેમાં નાણાં, ઘરેણાં અને લક્ઝરી હેન્ડબેગ સામેલ છે. આ દરોડા ગયા મહિને જ પાડ્યા છે, તેની કિંમતનું અનુમાન લગાવવા અને દસ્તાવેજી કાર્યવાહી પૂરી કરવામાં 41 દિવસ લાગી ગયા. પોલીસે આજે આ અંગે ખુલાસો કર્યો છે. 

 

ઘરેણાંમાં સૌથી મોંઘો 10.27 કરોડનો હાર 

12000 ઘરેણાં 1400 હાર, 2200 વીંટીઓ સામેલ 
3 કરોડ ડોલર રોકડાં અંદાજિત 200 કરોડ રૂપિયા 
567 હેન્ડબેગ જેમાં 272 પેરિસની પ્રખ્યાત હરમેસ બ્રાન્ડની છે 
423 ઘડિયાળ અંદાજિત 132 કરોડ રૂપિયા 
234 સનગ્લાસ  

 

આ સિવાય અનેક ડિઝાઇનર આઇટમ્સ પણ જપ્ત કરવામાં આવી છે. 

 

મલેશિયામાં અત્યાર સુધીનો સૌથી મોટી રૅડ 


- પોલીસની કોમર્શિયલ ક્રાઇમ બ્રાન્ચના પ્રમુખ અમરસિંહે કહ્યું, એવું લાગી રહ્યું છે જાણે મલેશિયાના ઇતિહાસમાં આ સૌથી મોટી રૅડ છે. 
- ગયા મહિને જ્યારે દરોડા પાડવામાં આવ્યા તો જપ્ત સામાન પાંચ ટ્રકમાં ભરીને લઇ જવો પડ્યો હતો. 
- વડાપ્રધાન પદે રહીને નજીબને મહિનામાં 22 હજાર 827 રિંગિટ (અંદાજિત 4 લાખ રૂપિયા) વેતન મળતું હતું. 

 

નજીબ પર ભ્રષ્ટાચારનો આરોપ 


- નજીબ પર સરકારી કંપની 1એમડીબીથી 70 કરોડ ડોલર (અંદાજિત 4760 કરોડ રૂપિયા) તેમના પર્સનલ ખાતામાં સ્થળાંતરિત કરવાનો આરોપ છે. 
- આ વર્ષે મે મહિનામાં થયેલી આ ચૂંટણીમાં રજાકની આગેવાનીવાળી બીએન ગઠબંધનને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ મહાતિર મોહમ્મદ વડાપ્રધાન બન્યા હતા. 
- તેઓએ નજીબ અને તેમના પરિવારને દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. નજીબ અને તેની પત્ની રોશમા મંસૂર સાથે પૂછપરછ થઇ રહી છે. 

 

અન્ય સમાચારો પણ છે...