નવાઝ શરીફના ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ: સુપ્રીમનો ચુકાદો

પાક.સુપ્રીમકોર્ટે કહ્યું- શરીફ કોઈ જાહેર પદે નહીં રહે

Agency

Agency

Divyabhaskar.com | Updated - Apr 14, 2018, 03:29 AM
Life Ban Of Fighting Election Of Nawaj Sharif- Supreme Pakistan

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની સુપ્રીમકોર્ટે શુક્રવારે પૂર્વ પીએમ નવાઝ શરીફના ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ મૂકી દીધો છે. હવે શરીફ કોઈ જાહેર પદે નહીં રહી શકે. સુપ્રીમકોર્ટે આ ચુકાદો પનામા પેપર લીક મામલે આપ્યો છે. સુપ્રીમકોર્ટે ગત વર્ષે 28 જુલાઈએ શરીફને દોષી ઠેરવ્યા હતા અને તેમને પીએમ પદ માટે ગેરલાયક ઠેરવ્યા હતા. તેના બાદ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. કોર્ટે કહ્યું કે જો કોઈ વ્યક્તિને બંધારણની કલમ 62(1)(એફ) હેઠળ ગેરલાયક ઠેરવાઈ છે તે વ્યક્તિ આજીવન અયોગ્ય રહેશે. ડોન ન્યૂઝ અનુસાર 5 જજોની બેન્ચે સર્વાનુમતે આ આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ ઓફ પાકિસ્તાન સાકિબ નિસારે આદેશ આપ્યો કે દેશની પ્રજાને સારા ચરિત્રવાળા નેતાઓની જરૂર છે.

વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

Life Ban Of Fighting Election Of Nawaj Sharif- Supreme Pakistan
X
Life Ban Of Fighting Election Of Nawaj Sharif- Supreme Pakistan
Life Ban Of Fighting Election Of Nawaj Sharif- Supreme Pakistan
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App