ખુલાસો / બેજોસની ગર્લફ્રેન્ડ લૉરેનના ભાઇએ જ NEને અશ્લીલ તસવીરો અને મેસેજ લીક કર્યા

જેફ બેજોસ અને  લૉરેન સેનચેઝ (ફાઇલ)
જેફ બેજોસ અને લૉરેન સેનચેઝ (ફાઇલ)
માઇકલ સેનચેઝ બહેન લૉરેન સેનચેઝ સાથે (ફાઇલ)
માઇકલ સેનચેઝ બહેન લૉરેન સેનચેઝ સાથે (ફાઇલ)
જેફ બેજોસ તેની પત્ની મેકેન્ઝી બેજોસ સાથે (ફાઇલ)
જેફ બેજોસ તેની પત્ની મેકેન્ઝી બેજોસ સાથે (ફાઇલ)
X
જેફ બેજોસ અને  લૉરેન સેનચેઝ (ફાઇલ)જેફ બેજોસ અને લૉરેન સેનચેઝ (ફાઇલ)
માઇકલ સેનચેઝ બહેન લૉરેન સેનચેઝ સાથે (ફાઇલ)માઇકલ સેનચેઝ બહેન લૉરેન સેનચેઝ સાથે (ફાઇલ)
જેફ બેજોસ તેની પત્ની મેકેન્ઝી બેજોસ સાથે (ફાઇલ)જેફ બેજોસ તેની પત્ની મેકેન્ઝી બેજોસ સાથે (ફાઇલ)

  • માઇકલ શેનચેઝે કહ્યું કે, જેફ બેજોસે તેના છૂટાછેડા વિશેની જે ટ્વીટ કરી હતી તે એક સપ્તાહ પછીના ઇન્ટરવ્યુ બાદ ગેરમાર્ગે દોરાઇને કરી હતી 
  • માઇકલે કહ્યું કે, ધ નેશનલ ઇન્ક્વાયરે જ્યારે બેજોસ અને તેની બહેન લૉરેન સેનચેઝના અફેર્સની વિગતો બહાર પાડી ત્યારે તે નેશનલ ઇન્ક્વાયર માટે કામ કરતો હતો 
  • છૂટાછેડાની પોસ્ટ બાદ થયેલા વિવાદ પાછળ માઇકલે બેજોસના સિક્યોરિટી કન્સલ્ટન્ટ ગેવિન ડે બેકરને જવાબદાર ઠેરવ્યો છે 
  • બેકરે બેજોસની ટ્વીટ બાદ જ ઇન્વેસ્ટિગેશન કરાવ્યું, જેમાં માઇકલે બેજોસની અશ્લીલ તસવીરો અને પ્રાઇવેટ મેસેજ લીક કર્યા હોવાનું જાહેર કર્યુ હતું 

divyabhaskar.com

Feb 13, 2019, 11:29 AM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ એમેઝોનના સીઇઓ જેફ બેજોસના છૂટાછેડા અને લૉરેન સેનચેઝ નામની યુવતી સાથે તેના એફર્સને લઇને અવાર-નવાર ખુલાસાઓ આવતા રહે છે. હાલમાં જ બેજોસે તેના અફેર્સની વિગતો બહાર પાડનાર નેશનલ ઇન્ક્વાયર મીડિયા હાઉસ પર બ્લેકમેલિંગના આરોપ લગાવ્યા હતા. આ મુદ્દે વધુ એક ખુલાસો થયો છે કે, નેશનલ ઇન્ક્વાયરને બેજોસ અને સેનચેઝની તસવીરો લૉરેનના ભાઇ માઇકલ સેનચેઝે જ આપી હતી. બેજોસના પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર્સે તપાસ કરી છે કે, બેજોસની પ્રેમિકા લૉરેન સેનચેઝના ભાઇએ જ બંનેના ટેક્સ્ટ મેસેજ અમેરિકન ટેબ્લોઇડ નેશનલ ઇન્ક્વાયરને લીક કર્યા હતા. 


ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસે આ કેસના જાણકાર વ્યક્તિ તરફથી આ ન્યૂઝ આપ્યા છે. એમેઝોન સીઇઓએ આ મામલે બ્લોગ લખીને દાવો કર્યો હતો કે, અમેરિકન ટેબ્લોઇડ નેશનલ ઇન્ક્વાયરે તેઓની પર્સનલ તસવીરથી બ્લેકમેઇલ કરવાની કોશિશ કરી. તેઓએ આ મામલે પોતાના સ્તરે તપાસ કરાવી, તેમાં તેના પ્રેમિકાના ભાઇની કરતૂત સામે આવી છે. 

 

શર્ટલેસ સેલ્ફી, પ્રાઇવેટ પાર્ટ્સની તસવીરો: એમેઝોન CEOના ડિવોર્સનું કારણ ગણાતી TV એન્કર કોણ છે?

જેફ બેજોસનું અફેર લાંબા સમયથી ચર્ચામાં

1. AIને ટ્રમ્પની નજીક ગણવામાં આવે છે
નેશનલ ઇન્ક્વાયર અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નજીક ગણવામાં આવે છે, જ્યારે જેફ બેજોસના માલિકીના હક્કવાળા ન્યૂઝપેપર વોશિંગ્ટન પોસ્ટમાં ટ્રમ્પની સતત ટીકા થતી રહે છે. આ કારણે બેજોસના આંતરિક મામલાઓથી પરદો ઉઠાવ્યા બાદ પત્ની મેકેન્ઝીની સાથે તેના ડિવોર્સની પાછળ રાજકીય કાવતરાંની આશંકા વ્યક્ત કરી હતી. 
લૉરેન સેનચેઝના ભાઇ માઇકલ સેનચેઝ પણ ટ્રમ્પના સમર્થક છે અને તેઓના ટ્રમ્પના સહયોગી રૉગર અને કાર્ટર પેજથી પરિચિત છે. તેઓ પૂર્વ એન્કર રહી ચૂકેલી બહેન લૉરેનના મેનેજર પણ છે. તેથી જ બેજોસના પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર્સે એ નથી જણાવ્યું કે, માઇકલને પોતાની બહેનના પ્રાઇવેટ મેસેજિસ કેવી રીતે મળ્યા.
3. બેજોસના સિક્યોરિટી કન્સલ્ટન્ટ પર આરોપ
માઇકલ સેનચેઝે આ સમાચાર પર કોઇ પ્રતિક્રિયા આપી નહતી. જો કે, 31 જાન્યુઆરીના રોજ કરવામાં આવેલી ટ્વીટમાં તેઓએ કહ્યું કે, લાંબા સમયથી બેજોસના કન્સલ્ટન્ટ રહી ચૂકેલા પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન ટીમના લીડર ગેવિન ડે બેકરે ખોટાં સમાચારો અને કાવતરાંની અફવા ફેલાવી છે. 
નેશનલ ઇન્ક્વાયરની પેરેન્ટ કંપની અમેરિકન મીડિયા ઇંક (AMI)એ આ સંબંધમાં મોકલવામાં આવેલા ઇમેલ પર કોઇ પ્રતિક્રિયા આપી નહતી. ડેઇલી બિસ્ટે AMIના આંતરિક સૂત્રો દ્વારા જણાવ્યું કે, માઇકલ સેનચેઝે જ ઇન્ક્વાયરને પોતાની બહેનના પ્રાઇવેટ મેસેજ લીક કર્યા હતા. 
માઇકલ શેનચેઝે કહ્યું કે, જેફ બેજોસે તેના છૂટાછેડા વિશેની જે ટ્વીટ કરી હતી તે એક સપ્તાહ પછીના ઇન્ટરવ્યુ બાદ ગેરમાર્ગે દોરાઇને કરી હતી. ધ નેશનલ ઇન્ક્વાયરે જ્યારે બેજોસ અને તેની બહેન લૉરેન સેનચેઝના અફેર્સની વિગતો બહાર પાડી ત્યારે તે નેશનલ ઇન્ક્વાયર માટે કામ કરતો હતો.  
6. શું છે વિવાદ?
ઉલ્લેખનીય છે કે, નેશનલ ઇન્ક્વાયરે ગત મહિને બેજોસ અને સેનચેઝના અફેરના સમાચાર પ્રકાશિત કર્યા હતા. ત્યારબાદ બેજોસે પોતાના સ્તરે તપાસ કરાવવાનું શરૂ કર્યુ કે આખરે આ વાત લીક ક્યાંથી થઇ! તેઓએ એવો પણ આરોપ લગાવ્યો કે, એએમઆઇએ બેજોસને તપાસ બંધ કરવાનું પણ કહ્યું અને ધમકી આપી કે જો તપાસ બંધ ના કરી તો સેનચેઝની સાથે તેમના પ્રાઇવેટ ફોટો પ્રકાશિત કરી દેશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી