લંડનઃ સમુદ્રમાં બન્યું વિશ્વનું સૌથી મોટું વિંડ ફાર્મ, 5.90 લાખ ઘરોને મળશે વીજળી

ગુરૂવારે સત્તાવાર રીતે પ્લાન્ટ ખોલવામાં આવ્યો, વીજળી ઉત્પાદનનું કામ શરૂ થયું
ગુરૂવારે સત્તાવાર રીતે પ્લાન્ટ ખોલવામાં આવ્યો, વીજળી ઉત્પાદનનું કામ શરૂ થયું

divyabhaskar.com

Sep 07, 2018, 07:35 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇંગ્લેન્ડના ઉત્તર-પૂર્વ તટ પર આઇરિશ સાગરમાં વિશ્વનું સૌથી મોટું વિંડ ફાર્મ બનાવ્યું છે. ગુરૂવારે આ પ્લાન્ટને સત્તાવાર રીતે ખોલી દેવામાં આવ્યો અને વીજળી ઉત્પાદનનું કામ શરૂ થઇ ગયું. આ વિંડ ફાર્મની ક્ષમતા 659 મેગાવોટ છે, જેનાથી 5.90 લાખ ઘરો માટે પર્યાપ્ત વીજળી મળી શકશે. આ પ્રોજેક્ટનું સંચાલન કરતી ડેનિશ ઉર્જા કંપની ઓર્સટેડના અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટનું સંચાલન કરનારી ડેનિશ ઉર્જા કંપની ઓર્સટેડના અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ 145 સ્ક્વેર કિલોમીટર એરિયામાં ફેલાયું છે, જે ફૂટબોલના અંદાજિત 20 હજાર મેદાનો બરાબર છે. કંપની અનુસાર, વિંડ ફાર્મમાં 87 ટર્બાઇન લાગેલા છે, જે બ્રિટનની સંસદમાં લાગેલા મોટાં ઘંટથી બેગણી ઉંચાઇથી છે.


રોજગારના અવસાર આપશે આ પ્રોજેક્ટ


- યુકેના વેપાર, ઉર્જા અને ઔદ્યોગિક રણનીતિ વિભાગના સ્પોક્સપર્સનનો દાવો છે કે, વીજળી ઉત્પાદન મામલે પણ આ વિશ્વનું સૌથી મોટું વિંડ ફાર્મ છે.
- ઉર્જા અને વિકાસ મંત્રી ક્લેયર પેરીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ એન્જિનિયરિંગનો શ્રેષ્ઠ નમુનો છે, જેનાથી હજારો મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. સાથે જ રોજગારના હજારો અવસર પણ ઉભા થશે.

પવન ઉર્જા ક્ષમતામાં યુકે સૌથી આગળ


- વૈશ્વિક પવન ઉર્જા સમિતિ અનુસાર, વિશ્વમાં અપતટીય પવન ઉર્જા ક્ષમતાના મામલે યુકે સૌથી આગળ છે.
- 2017માં યુકેના વિંડ ફાર્મની વીજળી ઉત્પાદન ક્ષમતા 6,800 મેગાવોટ હતી, જે તેમના કટ્ટર પ્રતિદ્વંદ્વી જર્મનીથી 1,300 મેગાવોટ વધારે છે.

X
ગુરૂવારે સત્તાવાર રીતે પ્લાન્ટ ખોલવામાં આવ્યો, વીજળી ઉત્પાદનનું કામ શરૂ થયુંગુરૂવારે સત્તાવાર રીતે પ્લાન્ટ ખોલવામાં આવ્યો, વીજળી ઉત્પાદનનું કામ શરૂ થયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી