તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનાઇટેડ નેશન્સના પૂર્વ મહાસચિવ કોફી અન્નાનનું 80 વર્ષની ઉંમરે નિધન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુનાઇટેડ નેશન્સના ભૂતપૂર્વ મહાસચિવ અને શાંતિ પ્રયાસો માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કોફી અન્નાનનું આજે 80 વર્ષની ઉંમરે નિધન થયું છે. મૂળ ઘાનાના રહેવાસી કોફી અન્નાનને વૈશ્વિક સ્તરે શાંતિ પ્રયાસો અને ગરીબી નાબૂદીના કાર્યક્રમો માટે ઓળખવામાં આવે છે. આજે વહેલી સવારે સ્વિત્ઝર્લેન્ડમાં તેઓનું નાની બીમારી બાદ નિધન થયું છે. 


- અન્નાન પહેલાં આફ્રિકા મૂળના સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ) મહાસચિવ હતા. તેઓએ સતત બે ટર્મ 1997થી 2006 સુધી મહાસચિવ પદે રહ્યા. 
- મહાસચિવ દરમિયાન તેઓએ 2015 સુધી વૈશ્વિક ગરીબીને ઘટાડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યુ હતું. 
- કોફી અન્ના યુદ્ધ પ્રભાવિત ક્ષેત્રોમાં શાંતિ સ્થાપવા અને ઇમિગ્રન્ટ્સને ફરીથી વસવાટ માટે વૈશ્વિક સ્તર પર થતા પ્રયાસોની આગેવાની કરી ચૂક્યા છે. 
- હાલના દિવસોમાં તેઓ રોહિંગ્યા અને સીરિયાના શરણાર્થી સંકટ સમાધાન માટે કામ કરી રહ્યા હતા. 
- સીરિયામાં સંકટના સમાધાન માટે તેઓએ સીરિયાના પ્રેસિડન્ટ બશર અલ અસદ સાથે મુલાકાત કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...