જાપાનની કોબે સ્ટીલમાં 1970થી ક્વોલિટીની હેરાફેરી, CEOએ હવે આપ્યું રાજીનામુ

બોઇંગ, એરબસ, જીએમ જેવી કંપનીઓને ખરાબ ક્વોલિટીના સ્ટીલ, કોપર અને એલ્યુમિનિયમનું સપ્લાય કર્યુ

divyabhaskar.com | Updated - Mar 07, 2018, 10:45 AM
કાવાસાકીએ મીડિયા સામે ઝૂકીને ભૂલનો સ્વીકાર કર્યો. જાપાનમાં ભૂલ આ જ પ્રકારે સ્વીકાર કરવાની પરંપરા છે.
કાવાસાકીએ મીડિયા સામે ઝૂકીને ભૂલનો સ્વીકાર કર્યો. જાપાનમાં ભૂલ આ જ પ્રકારે સ્વીકાર કરવાની પરંપરા છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ જાપાનની કોબે સ્ટીલને વિશ્વની જાણીતી મેટલ કંપનીઓમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ અહીં પ્રોડક્ટની ક્વોલિટીને લઇને 1970ના દાયકાથી હેરાફેરી કરવામાં આવતી હતી. આ વાત સામે આવ્યા બાદ કંપનીના ચેરમેન અને સીઇઓ હિરોયા કાવાસાકીએ મંગળવારે રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. કોબેએ વિશ્વની અંદાજિત 700 કંપનીઓને સ્ટીલ, કોપર અને એલ્યુમિનિયમ સપ્લાય કર્યુ હતું. તેમાં બોઇંગ, એરબસ અને જનરલ મોટર્સ પણ છે. તેને કાર, એન્જિન અને ટાયરમાં ઉપયોગમાં લેવાતા સ્ટીલ વાયર અને બુલેટ ટ્રેન બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા એલ્યુમિનિયમની ક્વોલિટીને પણ વધારીને દર્શાવી.


1 એપ્રિલથી માન્ય ગણાશે રાજીનામુ


- 2013માં કંપની જોઇન કરનાર કાવાસાકીનું રાજીનામુ 1 એપ્રિલથી પ્રભાવી થશે. તેઓએ કહ્યું, અમે ઘણાં બધા લોકો માટે સમસ્યા પેદા કરી છે. હવે નવા હાથોમાં કંપનીની જવાબદારી સોંપવાનો સમય આવી ગયો છે.
- કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, અનેક સીનિયર એક્ઝિક્યૂટિવ્સને પણ પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે.
- કોબેએ નવા સીઇઓની હજુ જાહેરાત કરી નથી. કંપનીની તપાસમાં ભાળ મળી છે કે, તેના કર્મચારીઓએ અલગ અલગ પ્રોડક્ટ્સની ક્વોલિટી સાથે જોડાયેલા 163 મામલે આંકડાઓને વધારીને દર્શાવ્યા. આ કામમાં અનેક અધિકારીઓ પણ સામેલ હતા.

PM શિન્જો આબે પણ કરી ચૂક્યા છે કામ


- 112 વર્ષ જૂની કંપનીઃ આ કંપનીમાં હાલના પીએમ આબે પણ કામ કરી ચૂક્યા છે. કોબે સ્ટીલ 112 વર્ષ જૂની છે, જેની સ્થાપના 1905માં થઇ હતી.
- વડાપ્રધાન શિંજો આબે પણ એક સમયે અહીં નોકરી કરતા હતા.
- પહેલીવાર આ કૌભાંડનો ખુલાસો ઓક્ટોબર 2017માં થયો હતો.


ગયા વર્ષે ત્રણ જાપાની કંપનીઓમાં છેતરપિંડી સામે આવી હતી


- નિસાન મોટર્સઃ ગયા વર્ષે ઓક્ટોબરમાં સંપુર્ણ તપાસ વગર 12 લાખ કાર ડોમેસ્ટિક માર્કેટમાં વેચી દીધી હતી. છેતરપિંડી સામે આવ્યા બાદ તેને રિકોલ કરવી પડીય
- સુબારૂ ઓટોઃ આ કંપનીમાં પણ નિસાનની માફક જ છેતરપિંડી થઇ હતી. આ વાત સામે આવ્યા બાદ 4 લાખ ગાડીઓ રિકોલ કરી હતી.
- મિત્સુબિશી કાર્બન ફાઇબર બનાવતી વિશ્વની જાણીતી કંપનીઓમાં સામેલ મિત્સુબિશી મટિરિયલે ગયા વર્ષે ક્વોલિટીના આંકડાઓમાં હેરાફેરીની વાતનો સ્વીકાર કર્યો હતો.

પહેલીવાર આ કૌભાંડનો ખુલાસો ઓક્ટોબર 2017માં થયો હતો.
પહેલીવાર આ કૌભાંડનો ખુલાસો ઓક્ટોબર 2017માં થયો હતો.
કોબે સ્ટીલ 112 વર્ષ જૂની છે, જેની સ્થાપના 1905માં થઇ હતી.
કોબે સ્ટીલ 112 વર્ષ જૂની છે, જેની સ્થાપના 1905માં થઇ હતી.
X
કાવાસાકીએ મીડિયા સામે ઝૂકીને ભૂલનો સ્વીકાર કર્યો. જાપાનમાં ભૂલ આ જ પ્રકારે સ્વીકાર કરવાની પરંપરા છે.કાવાસાકીએ મીડિયા સામે ઝૂકીને ભૂલનો સ્વીકાર કર્યો. જાપાનમાં ભૂલ આ જ પ્રકારે સ્વીકાર કરવાની પરંપરા છે.
પહેલીવાર આ કૌભાંડનો ખુલાસો ઓક્ટોબર 2017માં થયો હતો.પહેલીવાર આ કૌભાંડનો ખુલાસો ઓક્ટોબર 2017માં થયો હતો.
કોબે સ્ટીલ 112 વર્ષ જૂની છે, જેની સ્થાપના 1905માં થઇ હતી.કોબે સ્ટીલ 112 વર્ષ જૂની છે, જેની સ્થાપના 1905માં થઇ હતી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App