તાનાશાહ કિમ મળ્યા જિનપિંગને, કહ્યું- અમે એટમી પ્રસાર રોકવા તૈયાર

તાનાશાહ કિમ જોંગે 2011માં સત્તા સંભાળ્યા પછી પ્રથમ વખત વિદેશ યાત્રા કરી છે

divyabhaskar.com | Updated - Mar 28, 2018, 09:00 AM
તાનાશાહ કિમ જોંગ અને જિનપિંગ મળ્યા
તાનાશાહ કિમ જોંગ અને જિનપિંગ મળ્યા

કિમ જોંગ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત થઈ છે. નોંધનીય છે કે, તાનાશાહ કિમે 2011માં સત્તા સંભાળ્યા પછી પ્રથમ વખત કોઈ દેશની મુલાકાત કરી છે. તેમની આ મુલાકાત વિશે છેલ્લા એક સપ્તાહથી લઈને ઘણી અફવાઓ ચાલી રહી છે.

બેઈજિંગ: નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ પહેલીવાર પ્રથમ વખત કોઈ દેશની વિદેશ યાત્રા કરી રહ્યા છે. ત્યાંની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ આ વિશે બુધવારે માહિતી આપી છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે કિમ જોંગ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત થઈ છે. નોંધનીય છે કે, તાનાશાહ કિમે 2011માં સત્તા સંભાળ્યા પછી પ્રથમ વખત કોઈ દેશની મુલાકાત કરી છે. તેમની આ મુલાકાત વિશે છેલ્લા એક સપ્તાહથી લઈને ઘણી અફવાઓ ચાલી રહી છે.

પિતાની જેમ ટ્રેનથી બેઈજિંગ પહોંચ્યો કિમ


- ન્યૂઝ એજન્સી શિન્હુઆએ કિમ અને શી જિનપિંગ સાથે હાથ મિલાવતા તસવીર પણ જાહેર કરી છે. જાપાની મીડિયાએ સોમવારે જણાવ્યું કે, ઉત્તર કોરિયાના એક હાઈપ્રોફાઈલ ઓફિસર ટ્રેનથી ચીન પહોંચ્યા છે. હવે ખુલાસો થયો છે કે તે વ્યક્તિ બીજુ કોઈ નહીં પણ ખુદ કિંમ જોંગ જ છે. નોંધનીય છે કે, 2011માં કિમના પિતા કિમ જોંગ-ઈલ 2 પણ સ્પેશિયલ ટ્રેનથી બેઈજિંગ પહોંચ્યા છે.

કિમની આ વિઝિટનું શું મહત્વ છે?


- આ વિઝિટને નોર્થ કોરિયાની સાઉથ કોરિયા અને અમેરિકા સાથે થનારી વાતચીત માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. નોંધનીય છે કે, કિમની મેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મુલાકાત થવાની છે.
- કિમ ચીનને એવો વિશ્વાસ અપાવવા માગે છે કે ન્યૂક્લિયર પ્રોગ્રામને રોકવા માટે તેઓ કમિટેડ છે.

કિમે કહ્યું- અમે શાંતિ અને સ્થિરતા ઈચ્છીએ છીએ


- શિન્હુઆના જણાવ્યા પ્રમાણે કિમે કહ્યું છે કે, અમે પ્રાયદ્વીપમાં પરમાણું પ્રસાર પર લગામ લગાવવા માટે કમિટેડ છીએ. જો અમેરિકા અને સાઉથ કોરિયા અમારા પ્રયત્નો વિશે જવાબ આપે તો. અમે અમેરિકા સાથે વાતચીત કરવા માગીએ છીએ. તેનાથી શાંતિ અને સ્થિરતા બનાવી રાખવામાં મદદ મળશે.

વાઈફ સાથે ચીનમાં ચાર દિવસ રોકાયા કિમ જોંગ


- કિમ તેમની વાઈફ રિ સોલ જૂ સાથે ચીન પહોંચ્યા હતા. તેઓ રવિવારથી બુધવાર સુધી અહીં રહ્યા હતા. આ મુલાકાતને ઘણી ગુપ્ત રાખવામાં આવી હતી. જોકે આ મુલાકાત પુરી થતાં જિનપિંગ અને કિમ જોંગ વચ્ચે થયેલી મુલાકાતની તસવીરો પણ જાહેર કરવામાં આવી હતી.

હંમેશા ગોપનીય રહ્યા છે ચીન-નોર્થ કોરિયાના સંબંધો


- ચીન અને નોર્થ કોરિયા પડોશી દેશ છે અને બંનેના સંબંધો હંમેશા ગોપનીય રાખવામાં આવ્યા છે. કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ ઈલ-2 પણ ખાનગી રીતે ચીન જતા હતા. નોર્થ કોરિયાના એટમી પ્રોગ્રામના કારણે અમેરિકા સાથે તેમના સંબંધો તણાવપૂર્વક રહ્યા છે. નોર્થ કોરિયા અત્યાર સુધી 6 ન્યૂક્લિયર ટેસ્ટ કરી ચૂક્યુ છે.
- તાજેતરમાં જ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને પણ વાતચીત કરવા માટેનું આમંત્રણ મોકલ્યું છે. જેને ટ્રમ્પે સ્વીકારી પણ લીધું છે. માનવામાં આવે છે કે, બંને નેચાઓ વચ્ચે મેમાં મુલાકાત પણ થઈ શકે છે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

કિમ જોંગ તેમની પત્ની સાથે 3 દિવસની ચીનની મુલાકાતે આવ્યા છે
કિમ જોંગ તેમની પત્ની સાથે 3 દિવસની ચીનની મુલાકાતે આવ્યા છે
X
તાનાશાહ કિમ જોંગ અને જિનપિંગ મળ્યાતાનાશાહ કિમ જોંગ અને જિનપિંગ મળ્યા
કિમ જોંગ તેમની પત્ની સાથે 3 દિવસની ચીનની મુલાકાતે આવ્યા છેકિમ જોંગ તેમની પત્ની સાથે 3 દિવસની ચીનની મુલાકાતે આવ્યા છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App