1

Divya Bhaskar

Home » International News » Latest News » International » Kim Jong never seen out of North Korea in last 17 years is a mystery

17 વર્ષથી પોતાના જ દેશમાં કેદ છે તાનાશાહ કિમ જોંગ ઉન, તેમાં શું છે રહસ્ય

Divyabhaskar.com | Last Modified - Mar 17, 2018, 08:08 PM IST

તાનાશાહ કિમ જોંગ છેલ્લા 17 વર્ષથી ઉત્તર કોરીયાની બહાર જ ગયા નથી, કોઇને મળ્યા નથી કે સંયુક્ત રાષ્ટ્રમાં પણ જોવા મળ્યા નથી

 • Kim Jong never seen out of North Korea in last 17 years is a mystery
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ઉત્તર કોરીયાના તાનાશાહ કિમ જોંગ ઉન

  આખી દુનિયા અત્યારે રાહ જોઇ રહી છે 2018ના વર્ષની સૌથી મોટી રાજકીય ઘટનાની. મે મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરીયાના માર્શલ કિંમ જોંગ ઉનની મુલાકાત થવાની છે. આ મુલાકાતમાં એવા બે જણા મળવાના છે કે જેઓ એકબીજાને પાડી દેવાની ધમકીઓ આપતા રહ્યા છે. આ મુલાકાત અગાઉ એક હકીકત જાણવા જેવી છે. છેલ્લા સાત વર્ષથી કિંમ જોંગ ઉત્તર કોરિયામાં સત્તા પર છે. પરંતુ આ સાત વર્ષ દરમિયાન તે ક્યારેય કોઇ દેશના વડાને નથી મળ્યા. છેલ્લા 17 વર્ષમાં કિમ જોંગ એકપણ વખત ઉત્તર કોરીયાની બહાર જોવા મળ્યા નથી. એટલે કે આટલા વરસોથી તે ઉત્તર કોરીયામાં કેદ છે.

  ઉત્તર કોરીયાની બહાર નથી જતા કિમ


  તાનાશાહ કિમ જોંગ છેલ્લા 17 વર્ષથી ઉત્તર કોરીયાની બહાર જ ગયા નથી. છેલ્લા સાત વર્ષથી તે કોઇ રાષ્ટ્રના અધ્યક્ષ કે પ્રમુખને મળ્યા નથી. અરે, તે ક્યારેય સંયુક્ત રાષ્ટ્રમાં પણ બોલવા માટે પણ ગયા નથી. તેને કોઇએ ક્યારેય ગ્લોબલ સમિટમાં નથી જોયા. દેશના વડા હોવા છતાં ક્યારેય કોઇ વિદેશ યાત્રા નથી કરી.

  આગળ વાંચો...તેની પાછળ શું છે રહસ્ય

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • Kim Jong never seen out of North Korea in last 17 years is a mystery
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  બીજા દેશમાં જતા ડરે છે કિમ


  વાસ્તવમાં તેને પોતાના દેશની બહાર જતા ડર લાગે છે. બીજા દેશમાં જતા કેમ ડર લાગે છે? કારણ કે તેનો વારસ હજુ ઘણો નાની ઉંમરનો છે. એટલે જ્યાં સુધી તે ગાદી સંભાળી શકે એટલો ઉંમરલાયક ન બને ત્યાં સુધી તે કોઇ જોખમ લેવા નથી માગતા. ઉત્તર કોરીયાના તાનાશાહ માર્શલ કિમ જોંગની આ હકીકતને જોતા એવી શંકા વ્યક્ત કરવામાં આવે છે કે તો પછી મે માસમાં ડોનાલ્ડ ટ્ર્મ્પ સાથે મુલાકાત કરવા માટે તે દેશની બહાર આવશે કે નહિ.

   

  સ્વિટઝર્લેન્ડની સ્કૂલમાં કર્યો અભ્યાસ


  બહુ ઓછા લોકો જાણે છે કે પોતાના દેશમાં કેદ રહેતા કિમ જોંગ ઉને સ્વિટ્ઝર્લેન્ડમાં અભ્યાસ કર્યો છે.  સ્વિટ્ઝર્લેન્ડની રાજધાની બર્નની નજીક એક ઇન્ટરનેશનલ સ્કૂલમાં કિમ જોંગે નામ અને ઓળખ બદલીને અભ્યાસ કર્યો હતો. સ્કૂલના રેકોર્ડ અનુસાર, 1993થી 1998 સુધી ચોલ પાકના નામે તે સ્કૂલમાં ભણ્યા હતા. શરમાળ અને બાસ્કેટ બોલના શોખિન કિમ જોંગની સુરક્ષા માટે સીનિયર સ્ટુડન્ટના વેશમાં દરેક વખતે બોડીગાર્ડ તેની આસપાસ રહેતા હતા. એવું મનાય છે કે વર્ષ 2001 સુધી કિમ જોંગ સ્વિટઝર્લેન્ડમાં રહ્યા પછી ફરી કોરીયામાં આવીને ઇલ સંગ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યો. તે પછી 17 વર્ષથી તે કોરીયામાં જ છે.

   

  આગળ વાંચો....તેની રહસ્યમય વાતો

 • Kim Jong never seen out of North Korea in last 17 years is a mystery
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  કોઇ જાણતુ નથી તેની જન્મતારીખ

   

  કિમ જોંગ ઉનના પિતા કિમ જોંગ ઇલે પોતાના પુત્રને હંમેશા દુનિયાની નજરથી દૂર જ રાખ્યો હતો. કદાચ એટલા માટે કે કોઇને તેની જન્મતારીખની ખબર ન પડે. બસ એટલું જ કહેવાય છે કે તે 8 જાન્યુઆરીએ જન્મ્યો હતો. પરંતુ વર્ષ 1982 છે કે 83 છે કે પછી 84 તે કોઇને નથી ખબર. દુનિયા સામે કિમ જોંગ ઇલ પોતાના પુત્રને પ્રથમવાર ત્યારે લાવ્યા જ્યારે પોતાની બિમારીના કારણે કિમને તૈયાર કરવા માટે તેને કેબિનેટમાં પ્રથમ સત્તાવાર હોદ્દો આપ્યો.

   

  આગળ વાંચો.... ચીન અને રશિયા દોસ્ત છતાં..

 • Kim Jong never seen out of North Korea in last 17 years is a mystery
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  ચીન અને રશિયા મિત્ર દેશો છતાં ત્યાં પણ નહિ


  વર્ષ 2011થી ઉત્તર કોરીયાની કમાન કિમ જોંગ ઉનના હાથમાં છે. સત્તા પર આવ્યા પછી જ ઘાતક હથિયારોનો પોતાની ધૂન પૂરી કરવામાં એવો લાગ્યો કે તેણે કોઇ દેશ કે કોઇ પ્રતિબંધોની પરવા નથી કરી. આ દરમિયાન તેણે ક્યારેય કોઇ દેશની મુલાકાત લીધી નથી કે ના કોઇ દેશના વડાને મળવાનો વિચાર કર્યો. ચીન અને રશિયા ઉત્તર કોરીયાના મિત્ર ગણાય છે પરંતુ આ દેશોમાં પણ કિમ જોંગ ક્યારેય ગયા નથી કે આ દેશોના વડાઓને પણ મળ્યા નથી. 2015માં ચીને કિમને આમંત્રણ આપ્યું હતું  તો પણ તેણે ઇન્કાર કર્યો હતો.

   

  ટ્રેનથી રશિયા જતા હતા કિમના પિતા


  મે 2015માં કિમ જોંગને રશિયામાં જવાનો એક કાર્યક્રમ બન્યો હતો. પરંતુ પછીથી રશિયન સરકારના પ્રવક્તાને એવું જણાવીને પ્રવાસ રદ કર્યો કે કિમ પોતાના દેશની બહાર નથી જતા. કહેવાય છે કે કિમના પિતા કિમ જોંગ ઇલ રશિયા અને ચીનમાં જતા હતા, પરંતુ તે ફ્લાઇટમાં જવાના બદલે ટ્રેનમાં જતા હતા. મીડિયા રીપોર્ટમાં સુરક્ષાના કારણો ઉપરાંત હંમેશા એવો તર્ક કાઢવામાં આવતો હતો કે કિમ જોંગ નથી ઇચ્છતા કે તેની ગેરહાજરીમાં અન્ય કોઇ નેતા ઉત્તર કોરીયામાં કોઇ મોટો નિર્ણય કરે.

   

  આગળ વાંચો... 26 દેશોમાં ભારત સાથે પણ રાજદ્વારી સંબંધ...

 • Kim Jong never seen out of North Korea in last 17 years is a mystery

  ભારત સહિત 26 દેશો સાથે રાજદ્વારી સંબંધ


  ઉત્તર કોરીયાના દુનિયાના 26 દેશો સાથે રાજદ્વારી સંબંધ છે. તેમાં ભારત પણ સામેલ છે. જોકે, ભારતમાં પણ ઉત્તર કોરીયાનો કોઇ શાસક હજુ સુધી આવ્યો નથી. હકીકત એવી પણ છે કે કિમ જોંગ અન્ય દેશોના સર્વોચ્ચ નેતાઓ સાથે વાત કરવાનું પણ પસંદ નથી કરતા. ઘણીવાર બીજા દેશોના નેતાઓએ કિમ સાથે વાત કરવાની કોશિશ કરી તો તે સફળ નથી થયા. વિન્ટર ઓલિમ્પિક દરમિયાન દક્ષિણ કોરીયા સાથે વાત કરવા તેણે પોતાની બહેનને આગળ કરી હતી.

More From International News

Trending