ખશોગીનું શબ પહેલા એસિડમાં ડૂબાડવામાં આવ્યું, પછી ગટરમાં નાખી દેવાયુંઃ રિપોર્ટ

Khashoggi Body Dissolved In Acid, Remains Poured Down The Drain: Report

Divyabhaskar.com

Nov 10, 2018, 06:56 PM IST

અંકારાઃ તુર્કીના એક સમાચારપત્રએ દાવો કર્યો છે કે વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખશોગીની હત્યા બાદ તેમના શબના નાના-નાના ટુકડા કરીને એસિડમાં નાખીને ઓગળી દેવામાં આવ્યું હતું. બાદમાં હત્યારાઓ તેને ગટરમાં નાખી દીધું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલ આ કેસની તપાસ કરી રહેલી સાઉદી એમ્બેસિની ટીમે ગટરના સેમ્પલ પણ લીધા છે, જ્યાં એસિડના નિશાન પણ મળ્યાં છે.

2 ઓક્ટોબરે ગુમ થયા હતા ખશોગી

- ખશોગી તુર્કીમાં રહેનારી તેમની ફીયાન્સી હેટિસ સેંગીજ સાથે નિકાહ કરવા માંગતા હતા. તેની પરવાનગી માટે 2 ઓક્ટોબરે દસ્તાવેજ લેવા માટે તે ઈસ્તાંબુલ સ્થિત સઉદી અરબની એમ્બેસીમાં ગયા હતા. પરંતુ ત્યાંથી પરત ફર્યા ન હતા.

- સાઉદી અરબના નાગરિક ખશોગી વોશિંગ્ટન પોસ્ટ માટે લખતા હતા. તે સાઉદીના શાહી પરિવાર સાથે સારા સંબધ ધરાવતા હતા. પરંતુ છેલ્લા થોડા મહિનાથી તે પ્રિન્સ સલમાનની વિરુદ્ધ લખી રહ્યાં હતા. 1980ના દશકામાં ખશોગીએ ઓસામા બિન લાદેનનો ઈન્ટરવ્યું પણ લીધો હતો.

20 ઓક્ટોબરે સાઉદીએ કબૂલી હતી હત્યા

- ખશોગી ગુમ થયા બાદ સાઉદી અરબે પ્રથમ વાર 20 ઓક્ટોબરે પત્રકારની હત્યા થઈ હોવાની વાતને કબૂલી હતી. 2 ઓક્ટોબરથી સાઉદીના અધિકારીઓ વાર-વાર દાવાઓ કરી રહ્યાં હતા કે ખશોગી એમ્બેસીમાંથી સલામત બહાર આવ્યા હતા.

- હત્યા કબૂલ્યા બાદ સાઉદી અરબની સરકારે કહ્યું કે શરૂઆતની તપાસ બાદ પાંચ ઉચ્ચ અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. જયારે 18ની ધરપકડ કરવામાં આવી છે.

- નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય તેવા અધિકારીઓમાં ક્રાઉન પ્રિન્સ સલમાન મોહમ્મદ બિન સલમાનના સલાહકાર સાઉદ અલ-ક્વાહતાની અને ડેપ્યુટી ઈન્ટેલિજન્સ ચીફ મેજર જનરલ અહમદ અલ-અસીરી પણ સામેલ છે.

- તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તપિય અર્દોગાનનો દાવો હતો કે આ મર્ડર માટે સાઉદીના 15 સભ્યોની એક ટીમ 2 ઓક્ટોબરે જ ઈસ્તાંબુલ આવી હતી. અર્દોગને કહ્યું હતું કે તુર્કીની સિક્યોરીટી સર્વિસની પાસે તેના પર્યાપ્ત સબુત પણ છે.

X
Khashoggi Body Dissolved In Acid, Remains Poured Down The Drain: Report
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી