Home » International News » Latest News » International » PM was asked if he agreed to or disavowed the allegations made by a senior security official

ટ્રુડોની ભારત મુલાકાતમાં કાવતરાનો ઇન્કાર નહીં, અટવાલના વિઝા પર સવાલ

Divyabhaskar.com | Updated - Feb 28, 2018, 01:17 PM

કેનેડાના પીએમ જસ્ટીન થોડાં દિવસો પહેલાં ટ્રુડો ફેમિલી સાથે 7 દિવસની ભારતની મુલાકાતે આવ્યા હતા.

 • PM was asked if he agreed to or disavowed the allegations made by a senior security official
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  જસ્ટીન ટ્રુડોએ સ્પષ્ટતા કરી હતી કે, જસપાલ અટવાલને કોઇ ઇવેન્ટમાં આમંત્રણ આપવાની જરૂર નહતી. (ફાઇલ)

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ પોતાની ભારત મુલાકાતમાં કોઇ પ્રકારના કાવતરાંના ઓરોપોનો ઇન્કાર નથી કર્યો. હકીકતમાં કેનેડામાં વિપક્ષના એક નેતાએ ખલિસ્તાન સમર્થક જસપાલ અટવાલને વિઝા આપવા પાછળ કાવતરાંનો દાવો કર્યો છે. તેઓએ સિક્યોરિટી ઓફિસરોના હવાલાથી જણાવ્યું કે, ટ્રુડોની મુલાકાતને નિષ્ફળ બનાવવા માટે ભારત સરકારે પોતે જ અટવાલના વિઝા અપ્રૂવ કર્યા હતા. હવે ટ્રુડોના વિપક્ષા નેતાના દાવાને સપોર્ટ કરીને એક પ્રકારે ભારત પર સવાલ ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અટવાલ ટ્રુડોની એક ઇવેન્ટમાં જોવા મળ્યા હતા અને તેઓને કેનેડાના હાઇકમિશનની પાર્ટી માટે આમંત્રણ પણ મળ્યું, પરંતુ વિવાદ બાદ આ આમંત્રણ રદ કરવામાં આવ્યું હતું.


  ટ્રુ઼ડોએ શું કહ્યું?


  - ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, કાવતરાંના આરોપો પર ટ્રુડોએ કહ્યું, જ્યારે અમારાં સીનિયર ડિપ્લોમેટ અને સિક્યોરિટી ઓફિસર દેશના નાગરિકોને કંઇક કહી રહ્યા છે, તો તેઓ જાણે છે કે, તેમાં કંઇક હકીકત હોઇ શકે છે.
  - સાથે જ તેઓએ કહ્યું કે, ગત કન્ઝર્વેટિવ (વિપક્ષ પાર્ટી) સરકાર હતી, જેણે પબ્લિક સર્વિસમાં દરેક સંભવ અડચણો પેદા કરવાની કોશિશ કરી.


  કેનેડાના ગેસ્ટ લિસ્ટની તપાસ


  - કેનેડાના મીડિયા અનુસાર, ટ્રુડોની ભારતની મુલાકાત પહેલાં જ ભારતે ખલિસ્તાન સમર્થકને વિઝા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
  - જ્યારે કેનેડાની વડાપ્રધાન ઓફિસે પણ સુરક્ષાને જોખમ જોતાં સિક્યોરિટી એજન્સીઓને કહ્યું હતું કે, પીએમની સાથે આવતા ગેસ્ટ લિસ્ટની તપાસ કરવામાં આવે.
  - કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર રાલ્ફ ગોડલે આ માટે સિક્યોરિટી એજન્સીના કામના વખાણ પણ કરી ચૂક્યા છે. તેઓએ કહ્યું હતું કે, ગેસ્ટ લિસ્ટ ચેક કરવામાં પોલીસ અને સિક્યોરિટી સર્વિસે પોતાની ફરજ નિભાવી છે.


  ટ્રુડોએ અટવાલને આમંત્રણ પર શું સ્પષ્ટતા કરી હતી?


  - અટવાલને સ્પેશિયલ ડિનરમાં બોલાવવાના વિવાદ પર ટ્રુડોએ કહ્યું હતું કે, અમે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. તેઓને કોઇ આમંત્રણ આપવાનું નહતું. અમને આ અંગે જાણકારી મળતા, કેનેડાના હાઇકમિશને ઇન્વિટેશન રદ કરી દીધું હતું. પાર્લામેન્ટના એક મેમ્બરે તેને પર્સનલી બોલાવ્યા હતા.
  - કેનેડાના પીએમઓએ કહ્યું હતું, અહીં એ સ્પષ્ટતા મહત્વની છે કે, અટવાલ, ટ્રુડોના ઓફિશિયલ ડેલિગેશનનો ભાગ નહતા, તેઓએ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ તરફથી પણ કોઇ આમંત્રણ નહતું.

  આગળની સ્લાઇડમાં જાણો, કોણ છે જસપાલ અટવાલ અને કોની સાથે જોવા મળ્યા હતા

 • PM was asked if he agreed to or disavowed the allegations made by a senior security official
  મુંબઇની એક ઇવેન્ટમાં જસપાલ અટવાલ ટ્રુડોની પત્ની સોફિયા સાથે જોવા મળ્યા હતા. (ફાઇલ)

  કોની-કોની સાથે જોવા મળ્યા અટવાલ? 


  - મુંબઇની એક ઇવેન્ટમાં અટવાલ ટ્રુડોની પત્ની સોફિયા સાથે જોવા મળ્યા હતા. અન્ય એક ફોટોમાં તેઓ ટ્રુડોના મંત્રી અમરજીત સોહીની સાથે પણ જોવા મળ્યા હતા. 
  - તસવીરો સામે આવ્યા બાદ વિવાદ થતાં કેનેડાના સાંસદ રણદીપ એસ. સરાઇએ અટવાલને મુંબઇની એક ઇવેન્ટમાં બોલાવવાની જવાબદારી લીધી હતી. 

   

  કોણ છે જસપાલ અટવાલ?


  - જસપાલ અટવાલ ખલિસ્તાન સમર્થક છે. તેઓ પ્રતિબંધિત ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનમાં કામ કરતા હતા. 
  - આ સંગઠનને 1980ના દાયકાની શરૂઆતમાં કેનેડા સરકારે આતંકવાદી સંગઠન જાહેર કર્યુ હતું. 
  - અટવાલને પંજાબના ભૂતપૂર્વ મંત્રી મલકીત સિંહ સિદ્ધુ અને ત્રણ અન્ય લોકોને 1986માં વેનકૂંવર આઇલેન્ડમાં જીવલેણ હુમલો કરવાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. 
  - જસપાલ આ ચાર લોકોમાં સામેલ હતા, જેઓએ સિદ્ધુની કાર પર ઘાતક હુમલો કર્યો અને ગોળીબાર કર્યો હતો. જો કે, સિદ્ધુએ આ આરોપોનો ઇન્કાર કર્યો હતો. 
  - આ સિવાય અટવાલને 1985માં એક ઓટોમોબાઇલ ફ્રોડ કેસમાં પણ દોષી ઠેરવવામાં આવ્યા છે. 


  શું છે ખલિસ્તાન વિવાદ? 


  - પંજાબમાં કેટલાંક લોકોએ 1980ના દાયકામાં ખાલિસ્તાન નામથી અલગ દેશ બનાવવાની માંગણી હતી. આ માટે તેઓએ ભારત વિરોધી હિંસક આંદોલનો કર્યા. 
  - 1984માં ભારતીય સેનાએ સુવર્ણ મંદિરમાં ઘૂસીને ત્યાં છૂપાયેલા ખલિસ્તાન સપોર્ટર્સ પર કાર્યવાહી કરી. ત્યારબાદ ધીરે-ધીરે આ આંદોલન ખતમ થઇ ગયું હતું. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ