સત્તાપલટો / વેનેઝૂએલાના પ્રેસિડન્ટ વિરૂદ્ધ પ્રદર્શનો, રાતોરાત સત્તા પરથી હટાવ્યા, USનું નવા પ્રેસિડન્ટને સમર્થન

લાખો લોકો સડક પર ઉતરી સરકાર વિરૂદ્ધ નારેબાજી પણ કરી રહ્યા છે.
લાખો લોકો સડક પર ઉતરી સરકાર વિરૂદ્ધ નારેબાજી પણ કરી રહ્યા છે.
ખુઆન ગોઇદોએ કરાકાસમાં પોતાનો દેશના એક્ઝિક્યૂટિવ પ્રેસિડન્ટ જાહેર કરી દીધા છે.
ખુઆન ગોઇદોએ કરાકાસમાં પોતાનો દેશના એક્ઝિક્યૂટિવ પ્રેસિડન્ટ જાહેર કરી દીધા છે.
આ મહિનાની શરૂઆતમાં નિકોલસ માદુરોએ પ્રેસિડન્ટ તરીકે પોતાના બીજાં કાર્યકાળના શપથ લીધા હતા.
આ મહિનાની શરૂઆતમાં નિકોલસ માદુરોએ પ્રેસિડન્ટ તરીકે પોતાના બીજાં કાર્યકાળના શપથ લીધા હતા.
માદુરોના નેતૃત્વમાં છેલ્લાં અનેક વર્ષોમાં વેનેઝૂએલા આર્થિક સંકટની સ્થિતિ સાથે ઝઝૂમી રહ્યું છે.
માદુરોના નેતૃત્વમાં છેલ્લાં અનેક વર્ષોમાં વેનેઝૂએલા આર્થિક સંકટની સ્થિતિ સાથે ઝઝૂમી રહ્યું છે.
ખુઆન ગોઇદો આ વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહ્યા છે.
ખુઆન ગોઇદો આ વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહ્યા છે.
X
લાખો લોકો સડક પર ઉતરી સરકાર વિરૂદ્ધ નારેબાજી પણ કરી રહ્યા છે.લાખો લોકો સડક પર ઉતરી સરકાર વિરૂદ્ધ નારેબાજી પણ કરી રહ્યા છે.
ખુઆન ગોઇદોએ કરાકાસમાં પોતાનો દેશના એક્ઝિક્યૂટિવ પ્રેસિડન્ટ જાહેર કરી દીધા છે.ખુઆન ગોઇદોએ કરાકાસમાં પોતાનો દેશના એક્ઝિક્યૂટિવ પ્રેસિડન્ટ જાહેર કરી દીધા છે.
આ મહિનાની શરૂઆતમાં નિકોલસ માદુરોએ પ્રેસિડન્ટ તરીકે પોતાના બીજાં કાર્યકાળના શપથ લીધા હતા.આ મહિનાની શરૂઆતમાં નિકોલસ માદુરોએ પ્રેસિડન્ટ તરીકે પોતાના બીજાં કાર્યકાળના શપથ લીધા હતા.
માદુરોના નેતૃત્વમાં છેલ્લાં અનેક વર્ષોમાં વેનેઝૂએલા આર્થિક સંકટની સ્થિતિ સાથે ઝઝૂમી રહ્યું છે.માદુરોના નેતૃત્વમાં છેલ્લાં અનેક વર્ષોમાં વેનેઝૂએલા આર્થિક સંકટની સ્થિતિ સાથે ઝઝૂમી રહ્યું છે.
ખુઆન ગોઇદો આ વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહ્યા છે.ખુઆન ગોઇદો આ વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહ્યા છે.

  • વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહેલા ખુઆન ગોઇદોને ઇન્ટ્રિમ  પ્રેસિડન્ટ તરીકે માન્યતા
  • આ મહિનાની શરૂઆતમાં નિકોલસ માદુરોએ પ્રેસિડન્ટ તરીકે પોતાના બીજાં કાર્યકાળના શપથ લીધા હતા
  • પ્રદર્શન શરૂ થયા બાદ એક જ રાતમાં ઓછામાં ઓછા 4 લોકોનાં મોત થયા છે

divyabhaskar.com

Jan 24, 2019, 01:31 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ વેનેઝૂએલામાં સરકાર વિરૂદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોની વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિપક્ષના નેતા ખુઆન ગોઇદોને ઇન્ટ્રિમ  પ્રેસિડન્ટ તરીકે માન્યતા આપી દીધી છે. વેનેઝૂએલામાં હજારો લોકો હાલના પ્રેસિડન્ટ નિકોલસ માદુરો વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખુઆન ગોઇદો આ વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહ્યા છે. બુધવારે તેઓને કરાકાસમાં પોતાનો દેશના એક્ઝિક્યૂટિવ પ્રેસિડન્ટ જાહેર કરી દીધા છે. 

 

 

પ્રદર્શન દરમિયાન એક રાતમાં 4 લોકોનાં મોત

1. મતદાનમાં ગરબડના આરોપ
આ મહિનાની શરૂઆતમાં નિકોલસ માદુરોએ પ્રેસિડન્ટ તરીકે પોતાના બીજાં કાર્યકાળના શપથ લીધા હતા. હાલમાં સંપન્ન થયેલા ચૂંટણીમાં તેઓના ઉપર મતોમાં ગરબડ કરવાના આરોપ લાગ્યા હતા. તેઓના નેતૃત્વમાં છેલ્લાં અનેક વર્ષોમાં વેનેઝૂએલા આર્થિક સંકટની સ્થિતિ સાથે ઝઝૂમી રહ્યા છે. વધતી કિંમતો અને ભોજન, દવાઓની ઉણપના કારણે લાખો લોકોએ વેનેઝૂએલામાંથી પલાયન પણ કર્યુ છે. 
2. સરકાર વિરૂદ્ધ જવાની અપીલ
બુધવારે થયેલા વિરોધ પ્રદર્શનોની સામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે, કેટલાંક વિરોધ પ્રદર્શનકારીઓએ રાજધાનીમાં સિક્યોરિટી ફોર્સ સાથે અથડામણ થઇ છે. ગોઇદો વેનેઝૂએલાની નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ છે. આ પહેલાં તેઓએ જનતાને અપીલ કરી હતી કે, તેઓ સરકાર વિરૂદ્ધ અસહકાર આંદોલનની શરૂઆત કરે. માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે, પ્રદર્શન શરૂ થયા બાદ એક જ રાતમાં ઓછામાં ઓછા 4 લોકોનાં મોત થયા છે. 
પ્રાપ્ત રિપોર્ટ અનુસાર, લાખો લોકો સડક પર ઉતરી સરકાર વિરૂદ્ધ નારેબાજી પણ કરી રહ્યા છે. સડકો પર કેટલાંક એવા જૂથ પણ છે જે હાલના પ્રેસિડન્ટ માદુરોના સમર્થનમાં આગળ આવ્યા છે. 
4. અમેરિકાનું નવા પ્રેસિડન્ટને સમર્થન

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે, માદુરોની ગેરકાયદે સરકારના કારણે વેનેઝૂએલાના લોકોને લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હું આજે સત્તાવાર રીતે નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ ખુઆન ગોઇદોનો દેશના ઇન્ટ્રિમ પ્રેસિડન્ટ તરીકે સ્વીકાર કરું છું. ઓર્ગેનાઇઝેશન ઓફ અમેરિકન સ્ટેટે પણ ગોઇદોને વેનેઝૂએલાને તેના તરીકે સ્વીકાર કર્યા છે. 

 

ઓર્ગેનાઇઝેશનના મહાસચિવ લિઇ આલમાગ્રોએ કહ્યું, વેનેઝૂએલાના એક્ઝિક્યૂટિવ પ્રેસિડન્ટ તરીકે અમે ખુઆન ગોઇદોને માન્યતા આપી રહ્યા છે. દેશમાં ફરીથી લોકતંત્ર પરત ફરવું જોઇએ. 
આર્જેન્ટિના, બ્રાઝીલ, કેનેડા, ચીલે, કોલંમ્બિયા, કોસ્ટા રિકા, ગ્વાટેમાલા, હોન્ડૂરાસ, પેરાગ્વે અને પેરૂએ પણ વિરોધ પક્ષના લીડરને માન્યતા આપી છે. 
7. અમેરિકાની માદુરોને ધમકી
અમેરિકાએ માદુરોની તત્કાલિન હકાલપટ્ટી થાય તે માટે ગોઇદોને પ્રેસિડન્ટ તરીકે માન્યતા આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વેનેઝૂએલામાં આ અઠવાડિયામાં જ ફ્યૂઅલ પ્રતિબંધો લાગવાના હતા, જેનાથી દેશની ઇકોનોમિને વધુ નુકસાન થવાની શક્યતાઓ હતી. 

માદુરોએ હજુ ગત મહિને જ પોતાના બીજાં કાર્યકાળના શપથ લીધા હતા. શપથ ગ્રહણ દરમિયાન પ્રેસિડેન્શિયલ પેલેસથી ભાષણ દરમિયાન માદુરોએ તેઓના વિરૂદ્ધ બળવાને અમેરિકા પ્રોત્સાહિત કરતું હોવાના આરોપ લગાવ્યા હતા. માદુરોએ વેનેઝૂએલામાંથી અમેરિકન ડિપ્લોમેટ્સને બહાર કાઢવાની ધમકી પણ ઉચ્ચારી હતી. 

અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માઇક પોમ્પિયોએ માદુરોને જવાબ આપતા કહ્યું હતું કે, અમેરિકન ડિપ્લોમેટ્સને નુકસાન પહોંચાડ્યું તો અમેરિકા યોગ્ય જવાબ આપવા તૈયાર છે. માદુરોના શપથ ગ્રહણ બાદથી જ અહીં તેઓનો વિરોધ શરૂ થઇ ગયો હતો. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી