અટવાલ વિવાદઃ ભારતે વિઝાના આરોપો સામે NSA પાસે માંગી સ્પષ્ટતા

કેનેડાના નેશનલ સિક્યોરિટી એડવાઇઝરે ટ્રુડોની મુલાકાત નિષ્ફળ બનાવવા માટે ભારત પર અટવાલને વિઝા આપવાનો આરોપ લગાવ્યો હતો.

divyabhaskar.com | Updated - Mar 02, 2018, 12:25 PM
ડેનિયલ જેનાએ કહ્યું હતું કે, ટ્રુડોની ભારત મુલાકાત નિષ્ફળ કરવા પાછળ ભારતનો હાથ છે. તેમના આ નિવેદનનું વડાપ્રધાન ટ્રુડોએ પણ સમર્થન કર્યુ હતું. (ફાઇલ)
ડેનિયલ જેનાએ કહ્યું હતું કે, ટ્રુડોની ભારત મુલાકાત નિષ્ફળ કરવા પાછળ ભારતનો હાથ છે. તેમના આ નિવેદનનું વડાપ્રધાન ટ્રુડોએ પણ સમર્થન કર્યુ હતું. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ કેનેડાની નેશનલ સિક્યોરિટી એડવાઇઝર (NSA) ડેનિયલ જેનાના એ નિવેદન પર વિવાદ વધી રહ્યો છે, જેમાં તેઓએ ખલિસ્તાન સમર્થક જસપાલ અટવાલને વિઝા આપવા પાછળ ભારતનું કાવતરું હોવાની વાત કહી હતી. શુક્રવારે વિપક્ષે NSAને પોતાના નિવેદનને સાબિત કરવાની માંગણી કરતા સંસદમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જો કે, ટ્રુડોની લિબરલ પાર્ટીએ બહુમતનો ઉપયોગ કરતા પ્રસ્તાવ અટકાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, જેનાએ કહ્યું હતું કે, ટ્રુડોની ભારત મુલાકાત નિષ્ફળ કરવા પાછળ ભારતનો હાથ છે. તેમના આ નિવેદનનું વડાપ્રધાન ટ્રુડોએ પણ સમર્થન કર્યુ હતું.


ખલિસ્તાન સમર્થકો વિરૂદ્ધ પ્રસ્તાવ લાવી શકે છે વિપક્ષ


- ઉલ્લેખનીય છે કે, વિપક્ષે ગુરૂવારે પણ ટ્રુડો એડમિનિસ્ટ્રેશનથી ભારત પર લગાવેલા આરોપોની સાબિતીની માંગણી કરી હતી.
- વિપક્ષી કન્ઝર્વેટીવ પાર્ટીના નેતા એન્ડ્રુ શીરે ભારત પર લગાવેલા આરોપોને પાયાવિહોણા ગણાવીને પુછ્યું કે, વડાપ્રધાન કાવતારાંના દાવા પર કોઇ સાબિતી પણ આપશે?
- આ સાથે જ વિપક્ષે ખલિસ્તાન સમર્થકોની નિંદા અને ભારતની એકતાના સપોર્ટમાં સંસદમાં એક પ્રસ્તાવ લાવવાની પણ વાત કહી હતી.


ટ્રુ઼ડોએ શું કહ્યું?

- ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, કાવતરાંના આરોપો પર ટ્રુડોએ કહ્યું, જ્યારે અમારાં સીનિયર ડિપ્લોમેટ અને સિક્યોરિટી ઓફિસર દેશના નાગરિકોને કંઇક કહી રહ્યા છે, તો તેઓ જાણે છે કે, તેમાં કંઇક હકીકત હોઇ શકે છે.
- સાથે જ તેઓએ કહ્યું કે, ગત કન્ઝર્વેટિવ (વિપક્ષ પાર્ટી) સરકાર હતી, જેણે પબ્લિક સર્વિસમાં દરેક સંભવ અડચણો પેદા કરવાની કોશિશ કરી.


ભારતે આરોપોને ગણાવ્યા નિરર્થક


- ભારતીય વિદેશ મંત્રાલયના સ્પોક્સપર્સને કહ્યું કે, અમે કેનેડાની સંસદમાં હાલમાં જ ચર્ચા કરી છે.
- અમે સ્પષ્ટતા કરવા ઇચ્છીએ છીએ કે, તેઓ મુંબઇમાં અટવાલની હાજરી હોય કે નવી દિલ્હીમાં ડિનરમાં આમંત્રણનો મામલો હોય, ભારતની સુરક્ષા એજન્સીઓનો અટવાલ સાથે કોઇ સંબંધ નથી. આ પ્રકારની વાતો અર્થ અને આધારહીન છે જે અમને મંજૂર નથી.


ટ્રુડોએ અટવાલને આમંત્રણ પર શું સ્પષ્ટતા કરી હતી?

- અટવાલને સ્પેશિયલ ડિનરમાં બોલાવવાના વિવાદ પર ટ્રુડોએ કહ્યું હતું કે, અમે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. તેઓને કોઇ આમંત્રણ આપવાનું નહતું. અમને આ અંગે જાણકારી મળતા, કેનેડાના હાઇકમિશને ઇન્વિટેશન રદ કરી દીધું હતું. પાર્લામેન્ટના એક મેમ્બરે તેને પર્સનલી બોલાવ્યા હતા.
- કેનેડાના પીએમઓએ કહ્યું હતું, અહીં એ સ્પષ્ટતા મહત્વની છે કે, અટવાલ, ટ્રુડોના ઓફિશિયલ ડેલિગેશનનો ભાગ નહતા, તેઓએ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ તરફથી પણ કોઇ આમંત્રણ નહતું.

આગળની સ્લાઇડમાં જાણો, કોણ છે જસપાલ અટવાલ અને કોની સાથે જોવા મળ્યા હતા...

મુંબઇની એક ઇવેન્ટમાં જસપાલ અટવાલ ટ્રુડોની પત્ની સોફિયા સાથે જોવા મળ્યા હતા. (ફાઇલ)
મુંબઇની એક ઇવેન્ટમાં જસપાલ અટવાલ ટ્રુડોની પત્ની સોફિયા સાથે જોવા મળ્યા હતા. (ફાઇલ)

કોની-કોની સાથે જોવા મળ્યા અટવાલ? 


- મુંબઇની એક ઇવેન્ટમાં અટવાલ ટ્રુડોની પત્ની સોફિયા સાથે જોવા મળ્યા હતા. અન્ય એક ફોટોમાં તેઓ ટ્રુડોના મંત્રી અમરજીત સોહીની સાથે પણ જોવા મળ્યા હતા. 
- તસવીરો સામે આવ્યા બાદ વિવાદ થતાં કેનેડાના સાંસદ રણદીપ એસ. સરાઇએ અટવાલને મુંબઇની એક ઇવેન્ટમાં બોલાવવાની જવાબદારી લીધી હતી. 


કોણ છે જસપાલ અટવાલ?


- જસપાલ અટવાલ ખલિસ્તાન સમર્થક છે. તેઓ પ્રતિબંધિત ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનમાં કામ કરતા હતા. 
- આ સંગઠનને 1980ના દાયકાની શરૂઆતમાં કેનેડા સરકારે આતંકવાદી સંગઠન જાહેર કર્યુ હતું. 
- અટવાલને પંજાબના ભૂતપૂર્વ મંત્રી મલકીત સિંહ સિદ્ધુ અને ત્રણ અન્ય લોકોને 1986માં વેનકૂંવર આઇલેન્ડમાં જીવલેણ હુમલો કરવાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. 
- જસપાલ આ ચાર લોકોમાં સામેલ હતા, જેઓએ સિદ્ધુની કાર પર ઘાતક હુમલો કર્યો અને ગોળીબાર કર્યો હતો. જો કે, સિદ્ધુએ આ આરોપોનો ઇન્કાર કર્યો હતો. 
- આ સિવાય અટવાલને 1985માં એક ઓટોમોબાઇલ ફ્રોડ કેસમાં પણ દોષી ઠેરવવામાં આવ્યા છે. 

 

શું છે ખલિસ્તાન વિવાદ? 


- પંજાબમાં કેટલાંક લોકોએ 1980ના દાયકામાં ખાલિસ્તાન નામથી અલગ દેશ બનાવવાની માંગણી હતી. આ માટે તેઓએ ભારત વિરોધી હિંસક આંદોલનો કર્યા. 
- 1984માં ભારતીય સેનાએ સુવર્ણ મંદિરમાં ઘૂસીને ત્યાં છૂપાયેલા ખલિસ્તાન સપોર્ટર્સ પર કાર્યવાહી કરી. ત્યારબાદ ધીરે-ધીરે આ આંદોલન ખતમ થઇ ગયું હતું. 

X
ડેનિયલ જેનાએ કહ્યું હતું કે, ટ્રુડોની ભારત મુલાકાત નિષ્ફળ કરવા પાછળ ભારતનો હાથ છે. તેમના આ નિવેદનનું વડાપ્રધાન ટ્રુડોએ પણ સમર્થન કર્યુ હતું. (ફાઇલ)ડેનિયલ જેનાએ કહ્યું હતું કે, ટ્રુડોની ભારત મુલાકાત નિષ્ફળ કરવા પાછળ ભારતનો હાથ છે. તેમના આ નિવેદનનું વડાપ્રધાન ટ્રુડોએ પણ સમર્થન કર્યુ હતું. (ફાઇલ)
મુંબઇની એક ઇવેન્ટમાં જસપાલ અટવાલ ટ્રુડોની પત્ની સોફિયા સાથે જોવા મળ્યા હતા. (ફાઇલ)મુંબઇની એક ઇવેન્ટમાં જસપાલ અટવાલ ટ્રુડોની પત્ની સોફિયા સાથે જોવા મળ્યા હતા. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App