તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • બોનસ મળશે અને પરિવારથી થશે અલગ | Princess Ayakos Future Husband Is Kei Moriya A Worker At Nippon Yusen KK Shipping Firm

જાપાનની રાજકુમારી સામાન્ય નાગરિક સાથે લગ્ન કરશે, શાહી દરજ્જો ગુમાવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ જાપાનની રાજકુમારી અયાકો (27) એક સામાન્ય નાગરિક કેઇ મોરિયા (32) સાથે લગ્ન કરી રહી છે. કેઇ એક શિપિંગ ફર્મમાં કામ કરે છે. જાપાનના કાયદા અનુસાર, જો રાજકુમારી સામાન્ય નાગરિક સાથે લગ્ન કરે છે તો તેનો શાહી દરજ્જો છીનવાઇ જાય છે. વળી, રાજકુમારો એક સામાન્ય યુવતી સાથે લગ્ન કરે તો તેમના શાહી દરજ્જા પર કોઇ ફરક નથી પડતો. 


વધુ એક રાજકુમારી ગુમાવશે દરજ્જો 


- જાપાનમાં આવો બીજો પ્રસંગ છે જ્યારે કોઇ રાજકુમારીનો શાહી દરજ્જો છીનવાઇ જશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અયાકોની પિતરાઇ બહેર રાજકુમારી માકોએ એક સામાન્ય વ્યક્તિ અને તેના કોલેજના મિત્ર કેઇ કોમુરો સાથે સગાઇ કરી હતી. 


બોનસ મળશે અને પરિવારથી થશે અલગ 


- સીએનએન રિપોર્ટ અનુસાર, રાજકુમારી અયાકો ટોક્યોના મેઇજી જિંગુ મંદિરમાં 29 ઓક્ટોબરના રોજ લગ્ન કરશે. આ સાથે જ તે રાજપરિવાર છોડી દેશે. 
- જો કે, રાજપરિવાર તેને 10 લાખ ડોલર (અંદાજિત 6 કરોડ, 85 લાખ રૂપિયા)નું બોનસ આપશે. અયાકોએ સામાજિક કલ્યાણમાં માસ્ટર ડિગ્રી સુધી અભ્યાસ કર્યો છે. 
- શાહી પરિવારના એક કર્મચારીના જણાવ્યા અનુસાર, કેઇ મોરિયાને અયોકોએ તેની માતા રાજકુમારી તાકામોદોને ગયા વર્ષે ડિસેમ્બરમાં મુલાકાત કરાવી હતી. 
- તાકામોદો, કેઇના માતા-પિતાને જાણતી હતી. કેઇ અને અયાકોને ગ્લોબલ વેલફેર, સ્કિઇંગ, પુસ્તકો અને ટ્રાવેલનો શોખ છે. 


રાજપરિવારમાં 40 વર્ષ બાદ પ્રથમ પુરૂષ ઉત્તરાધિકારી 


- જાપાનના કાયદા અનુસાર, શાહી પરિવારની મહિલાઓને રાજગાદી પર બેસવાનો અધિકારી નથી. 
- રાજપરિવારમાં પુરૂષ ઉત્તરાધિકારીની ઉણપના કારણે મહિલાઓને રાજગાદી સોંપવાની ચર્ચા શરૂ થઇ. 
- 2006માં રાજપરિવારમાં પ્રિન્સ હિસાહિસોનો જન્મ થયો, આ સાથે જ મહિલાઓને રાજગાદી આપવાની ચર્ચાનો અંત આવ્યો. 


જાપાનના રાજપરિવારની સ્થિતિ 


- વધતી ઉંમર અને સ્વાસ્થ્યને લગતા કારણોથી જાપાનના રાજા અકીહિતો (84) આગામી વર્ષે રિટાયર થવાની યોજના બનાવી રહ્યા છે. 
- જો આવું થાય છે તો મે 2019માં રાજકુમાર નારુહિતો જાપાનના આગામી રાજા હશે. જાપાનમાં ભગવાન બાદ બીજાં ક્રમે રાજાનો દરજ્જો ગમાય છે, પરંતુ અકિહિતોએ રાજાના પદને આધુનિક રૂપ આપ્યું છે. 
- રાજકુમારી માકો અને તેના ફિયાન્સ કેઇ કોમુરોએ આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવાની યોજના બનાવી હતી, પરંતુ હવે તેઓ રાજા અકિહિતો રાજગાદી છોડશે ત્યારબાદ 2020માં લગ્ન કરશે. 

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, વધુ તસવીરો... 

અન્ય સમાચારો પણ છે...