Japan / જાપાનમાં લોકો કરતાં મકાનો વધુ, ફ્રીમાં મળે છે તોય 1 કરોડથી વધુ ઘર ખાલી

2040 સુધીમાં જાપાનના 900 ગામડાંઓ માણસ વિહોણા બનશે

Divyabhaskar.com | Updated - Dec 08, 2018, 07:09 PM
Japan has more homes than people to live in them

- જાપાનમાં 6 કરોડ 10 લાખ ઘર છે, પરંતુ માલિકીનો હક માત્ર 5 કરોડ લોકો પાસે
- ટોકિયો વસ્તીથી ફાટાફાટ થાય છે, પણ આસપાસના ગામડાંઓ વસ્તીના અભાવે ભેંકાર બની રહ્યા છે
- લોકો ગામડાંમાં પોતાનું મકાન ફ્રીમાં કામચલાઉ રહેણાંક માટે આપતાં હોવા છતાં રહેનારાં મળતાં નથી

ટોકિયોઃ જાપાનમાં ખાલી મકાનોની સંખ્યા વધતી જઈ રહી છે. રાજધાની ટોક્યોની આસપાસના વિસ્તારો ખાલી થઈ રહ્યાં છે. જોકે તેની પાછળનું કારણ

શહેરોમાં રહેવા જવાની ઘેલછા છે. એક અંદાજ મુજબ જાપાનમાં એક કરોડથી વધુ ઘરો ખાલી છે. આવા ઘણાં ઘરોના માલિકો પોતાના મકાનો કોઈ ભાડું લીધા વગર કામચલાઉ રહેણાંક તરીકે આપી રહ્યા છે. એ ઉપરાંત સરકાર પણ ખાલી પડેલાં મકાનો ખરીદવા માટેની યોજના ચલાવી રહી છે.

2040 સુધીમાં જાપાનના 900 ગામડાંઓ માણસ વિહોણા બનશે

1. આજે જાપાનમાં લોકોની સંખ્યાથી વધુ મકાનોની સંખ્યા છે. જાપાન પોલિસી ફોરમના અહેવાલ પ્રમાણે, દેશમાં 6.1 કરોડ મકાન છે. જોકે માત્ર 5.2 કરોડ લોકો જ ઘરોની માલિકી ધરાવે છે.

2. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોપ્યુલેશન એન્ડ સોશિયલ સિક્યોરિટીના અનુમાન મુજબ 2065માં જાપાનની 12.7 કરોડની વસ્તી ઘટીને 8.8 કરોડ થઈ જશે. પરિણામ સ્વરૂપે ખાલી ઘરોની સંખ્યામાં વધારો થશે.

3. ગ્રામીણ વિસ્તારોમાં આ ખાલી ઘરોને ભૂત ઘર કહેવામાં આવે છે. એક અનુમાન પ્રમાણે 2040 સુધીમાં જાપાનના 900 ગામડાંઓનું કોઈ અસ્તિત્વ જ

રહેશે નહિ. ટોક્યોથી અઢી કલાકના અંતરે વસેલુ ઓકુતામા ગામ આગામી 22 વર્ષમાં ખતમ થઈ જશે.

ખાલી ઘરોને વસાવવા અકિયા બેન્ક પ્રોજેકટ શરૂ કરાયો

4 ગામડાઓને વસાવવા માટે પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ઓકાતુમા માટે ઓકાતુમા યૂથ રિવાઈટલાઈઝેશન ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યો

છે. 1960ના દશકામાં ઓકાતુમાની વસ્તી 13 હજાર હતી. હાલ અહીં માત્ર 5 હજાર લોકો જ બચ્યા છે.

5 જાપાને ખાલી પડેલા ઘરોને ફરીથી વસાવવા માટે 2014માં અકિયા બેન્ક પ્રોજેકટ શરૂ કર્યો હતો. દરેક વિસ્તાર પ્રમાણે નિયમો બનાવવામાં આવ્યા છે. ઓકાતુમામાં 100 વર્ગમીટરનુ મકાન 6 લાખ રૂપિયામાં મળી શકે છે.

X
Japan has more homes than people to live in them
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App