1

Divya Bhaskar

Home » International News » Latest News » International » અચાનક જ તેઓ ધ્રુજવા લાગ્યા અને આખા શરીરે અસહ્ય પીડા થવા લાગી | Medics noticed Jaco had red blotches all over his skin

કૂતરામાં જોવા મળતી ખાસ બીમારી થઇ માણસને; ગુમાવ્યા પગ, નાક અને હોઠ

Divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 12:10 AM IST

ડોક્ટરે પ્રાથમિક સારવાર બાદ જે વાત કહી તે સાંભળીને જેકો નેલની પગ નીચેની ધરતી ખસી ગઇ

 • અચાનક જ તેઓ ધ્રુજવા લાગ્યા અને આખા શરીરે અસહ્ય પીડા થવા લાગી | Medics noticed Jaco had red blotches all over his skin
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  જેકોએ કહ્યું કે, આ સ્થિતિ બાદ હું ભાગ્યે જ બહાર નિકળું છું, કારણ કે હું મારાં લુકને લઇને અજીબ લાગણી અનુભવું છું.

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રહેતા મનોચિકિત્સક જેકો નેલ અચાનક જ બીમાર પડતાં તેઓએ ડોક્ટરની મુલાકાત લીધી હતી. ડોક્ટરે પ્રાથમિક સારવાર બાદ જે વાત કહી તે સાંભળીને જેકો નેલની પગ નીચેની ધરતી ખસી ગઇ. 50 વર્ષીય જેકો નેલ તેમના ઘરે સ્પેનીલ બ્રીડનું ડોગ પાળે છે. એક દિવસ તેમના ડોગ સાથે રમતી વખતે તેમના હાથ પર નાની ઇજા થઇ. આ ઘટનાને જેકોએ ગંભીરતાથી ના લીધી. બીજાં દિવસે પેશન્ટને તપાસવા ક્લિનિક પહોંચેલા જેકોને તાવ આવ્યો હોય તેવું લાગ્યું.


  અચાનક જ આખા શરીરે થયું અસહ્ય દર્દ


  - જેકોએ તાવની અસર જણાતાં તેની સેક્રેટરીને તે દિવસની તમામ એપોઇન્ટમેન્ટ્સ કેન્સલ કરવાનું કહ્યું. જેથી તેઓ ઘરે જઇને આરામ કરી શકે.
  - પરંતુ તેઓ ઓફિસ છોડે તે પહેલાં જ અચાનક જ તેઓ ધ્રુજવા લાગ્યા અને આખા શરીરે અસહ્ય પીડા થવા લાગી.
  - બીજાં દિવસે જેકો અત્યંત દ્વિઘામાં રહ્યા, એટલું જ નહીં તેઓ તેમના પાર્ટનર મિશેલને પણ ઓળખી શક્યા હતા.
  - એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં જેકોએ જણાવ્યું કે, મને અચાનક જ ઠંડી કે ગરમી લાગતી હતી. મને ગમે તે સમયે ગરમી કે અત્યંત ઠંડી લાગતી. મારાં આખા શરીરમાં અસહ્ય પીડા થતી હતી.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, પગ થઇ ગયા કાળા...

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • અચાનક જ તેઓ ધ્રુજવા લાગ્યા અને આખા શરીરે અસહ્ય પીડા થવા લાગી | Medics noticed Jaco had red blotches all over his skin
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  જેકોના બંને હાથની આંગળીઓ કાપી નાખવામાં આવી હતી અને ફેસ પર સર્જરી દ્વારા નાક અને હોઠ પણ દૂર કરી દેવામાં આવ્યા હતા.

  પગ અને પીઠ થઇ ગયા કાળા 


  - ડોક્ટર્સે નોંધ્યું કે, આ પ્રકારના લક્ષણો માત્ર સ્પેનીલ બ્રીડના શ્વાનમાં જ જોવા મળે છે. ડોક્ટરોએ તાત્કાલિક જેકોને વધુ સુવિધાવાળી હોસ્પિટલમાં ઇલાજ માટે જવાની સુચના આપી. 
  - જેકોએ કહ્યું કે, 'હું હોસ્પિટલના પલંગ પર સૂતાં સૂતાં મારી કાળા, સડી ગયેલા પગ અને પગની આંગળીઓને જોઇ રહ્યો હતો. પગની આ હાલત જોતાં જ મને લાગ્યું કે, હું બધું જ ગુમાવી દઇશ. ફરજ પરના ડોક્ટરો મને ખોટી સાંત્વના આપી રહ્યા હતા, પરંતુ હું જાણતો હતો કે, મને કેટલી હદે પીડા થઇ રહી છે.'

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, ચાર મહિના પછી કેવી હાલતમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા જેકો... 

 • અચાનક જ તેઓ ધ્રુજવા લાગ્યા અને આખા શરીરે અસહ્ય પીડા થવા લાગી | Medics noticed Jaco had red blotches all over his skin
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ડોક્ટર્સે તેઓના બંને પગ ઢીંચણથી કાપી નાખ્યા હતા

  ચાર મહિના પછી હોસ્પિટલમાંથી નિકળ્યા આવી સ્થિતિમાં


  - આ બીમારીના ચાર મહિના બાદ જેકો જ્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા ત્યારે ડોક્ટર્સે તેઓના બંને પગ ઢીંચણથી કાપી નાખ્યા હતા. 
  - જેકોના બંને હાથની આંગળીઓ કાપી નાખવામાં આવી હતી અને ફેસ પર સર્જરી દ્વારા નાક અને હોઠ પણ દૂર કરી દેવામાં આવ્યા હતા. 
  - દવાઓ અને રિસર્ચ બાદ જાણકારી મળી કે, જેકોના સ્પેનીલ ડોગની લાળમાં હાનિકારક બેક્ટેરિયા હતા. જે બેક્ટેરિયા જેકોના શરીરમાં પેલા ઘાના કારણે પ્રવેશ્યા અને તેઓને આ ડોગ્સને થતી બીમારીનો ભોગ બનવું પડ્યું. 
  - આજે તેમના પ્રોસ્થેટિક પગથી જેકો ફરીથી ચાલવાનું શીખી રહ્યા છે. પરંતુ નાક અને હોઠ જતાં રહેવાના કારણે તેઓને બોલવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. 
  - જેકોએ કહ્યું કે, આ સ્થિતિ બાદ હું ભાગ્યે જ બહાર નિકળું છું, કારણ કે હું મારાં લુકને લઇને અજીબ લાગણી અનુભવું છું. મારે આજીવન આવી જ પરિસ્થિતિમાં જીવવું પડશે, તેથી જ મારો આત્મવિશ્વાસ તૂટી ગયો છે. 

   

 • અચાનક જ તેઓ ધ્રુજવા લાગ્યા અને આખા શરીરે અસહ્ય પીડા થવા લાગી | Medics noticed Jaco had red blotches all over his skin
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  દવાઓ અને રિસર્ચ બાદ જાણકારી મળી કે, જેકોના સ્પેનીલ ડોગની લાળમાં હાનિકારક બેક્ટેરિયા હતા.
 • અચાનક જ તેઓ ધ્રુજવા લાગ્યા અને આખા શરીરે અસહ્ય પીડા થવા લાગી | Medics noticed Jaco had red blotches all over his skin
  માન્ચેસ્ટરમાં મનોચિકિત્સક તરીકે ફરજ બજાવે છે જેકો નેલ

More From International News

Trending