Home » International News » Latest News » International » Jack Ma is a lifetime partner in the Alibaba Partnership

જેક માને 30 કંપનીએ કર્યા હતા રિજેક્ટ, 19 વર્ષમાં સૌથી મોટી એશિયન કંપનીની કરી સ્થાપના

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 04:38 PM

અલીબાબાની માર્કેટ કેપ 420 અબજ ડૉલર

 • Jack Ma is a lifetime partner in the Alibaba Partnership
  જેક માએ કહ્યું હતું કે, જ્યારે તેઓ ઓટોબાયોગ્રાફી લખશે તો તેમાં જીવન વિશે નહીં પરંતુ અલીબાબાને આગળ વધારવા દરમિયાન થયેલી 1001 ભૂલોનો ઉલ્લેખ હશે. (ફાઇલ)

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ જેક માએ અલીબાબામાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી છે. 10 સપ્ટેમ્બર 2019ના રોજ પોતાના 55માં જન્મદિવસ પર તેઓ ચેરમેન પદ છોડી દેશે. પોતાની જગ્યાએ ઝેંગ અલીબાબા ગ્રુપના નવા ચેરમેન બનશે. જેક માએ 1988માં ગ્રેજ્યુએશન બાદ 30 નોકરીઓ માટે આવેદન ભર્યુ હતું, પરંતુ તેઓને એક પણ જોબ માટે સિલેક્ટ કરવામાં ના આવ્યા. 11 વર્ષ બાદ તેઓએ અલીબાબાની શરૂઆત કરી હતી. તે આજે એશિયાની સૌથી વધુ વેલ્યુ (420 અબજ ડોલર)વાળી કંપની છે.

  - રેસ્ટોરાં ચેઇન કેઅફસીમાં જોબ માટે 24 લોકોએ અપ્લાય કર્યુ હતું. તેમાંથી જેકને છોડીને બધા લોકો સિલેક્ટ થયા. કેએફસીના પ્રભૂત્વવાળા યમ બ્રાન્ડ્સની માર્કેટ કેપ માત્ર 28 અબજ ડૉલર છે.

  હાવર્ડે 10 વખત રિજેક્ટ કર્યા


  - હાઇસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કોલેજમાં એડમિશન લેવા માટે આવેદન કર્યુ, પરંતુ પરીક્ષામાં તેઓ બે વખત ફેઇલ થયા.
  - ત્રીજીવારમાં સફળ થયા અને હેંગઝૂ ટીચર્સ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળ્યું. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2016માં જેક માએ પોતે કહ્યું કે, હાવર્ડ યુનિવર્સિટીએ તેઓને 10 વખત રિજેક્ટ કર્યા.
  - જેક 1995માં ટ્રાન્સલેશનના કામ સાથે જોડાયેલા હતા. આ દરમિયાન અમેરિકા જવાનું થયું તો પહેલીવાર ઇન્ટરનેટને સમજ્યું. ત્યારબાદ તેઓએ ચીનમાં ઇન્ટરનેટ કંપની બનાવવાનો નિર્ણય લીધો.
  - ચીન પરત ફરીને ચાઇન પેજીસ નામથી શરૂઆત કરી. તેમાં ચીનની કંપનીઓને જાણકારી આપી, જે સફળ ના થઇ.


  દાદા દરરોજ 16 કલાક કરતા હતા કામ


  - જેક માએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મારાં દાદા દરરોજ 16 કલાક કામ કરતા હતા. તેઓને લાગતું કે તેઓ વ્યસ્ત છે. અમે અઠવાડિયામાં 5 દિવસ માત્ર 8 કલાક કામ કરીને વિચારતા હતા કે, અમે ખૂબ જ વ્યસ્ત છીએ. આગામી 30 વર્ષમાં એવું પણ થશે કે લોકો અઠવાડિયામાં માત્ર ચાર કલાક જ કામ કરશે.
  - અમેરિકામાં 2017ના ગેટવે સમિટમાં જેક માએ કહ્યું હતું કે, જ્યારે તેઓ ઓટોબાયોગ્રાફી લખશે તો તેમાં જીવન વિશે નહીં પરંતુ અલીબાબાને આગળ વધારવા દરમિયાન થયેલી 1001 ભૂલોનો ઉલ્લેખ હશે.


  ટૂરિસ્ટ્સે જેક નામ આપ્યું હતું


  - ક્લાસમાં સાથીઓ સાથે ઘણીવાર જેક માને ફાઇટ થતી હતી. જેક બાળપણમાં ખૂબ જ દુબળા-પાતળા હતા.
  - લિયૂ શિયિંગ અને માર્થા અવેરીના પુસ્તક અલીબાબા અનુસાર, જેક મા બાળપણના ઝગડાંઓને યાદ કરતા કહે છે કે, હું મારાં વિરોધીઓથી ક્યારેય નહતો ડર્યો, પછી ભલે તેઓ મારાંથી ઉંમરમાં મોટાં હોય.
  - જેકનું નામ પહેલાં મા યુન હતું, તેઓ પોતાના શહેર હેંગઝૂ આવતા ટૂરિસ્ટ્સના ગાઇડ બનીને ફરતા હતા. સામે પક્ષે તેઓ જેકને અંગ્રેજી શીખવતા હતા. એક ટૂરિસ્ટ્સ સાથે તેઓની સારી મિત્રતા થઇ અને તેને જેક નામ આપ્યું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ