Home » International News » Latest News » International » Italys voters ditch the centre and ride a populist wave

ઇટલી ઇલેક્શન: 5-સ્ટાર મૂવમેન્ટ આગળ, RaGa પર અમિત શાહની ટિપ્પણી

Divyabhaskar.com | Updated - Mar 05, 2018, 01:46 PM

અમિત શાહના આ નિવેદનને લોકોએ તે સમયે મજાકના અંદાજમાં લીધું હશે, પરંતુ આ હકીકત છે

 • Italys voters ditch the centre and ride a populist wave
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ઇટલીમાં ગઇકાલે રવિવારે મતદાન પૂર્ણ થયું. આ દેશની સર્વાધિક અનિશ્ચિત ચૂંટણીમાં એક ગણવામાં આવે છે. (ફાઇલ)

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ પૂર્વોત્તરના ત્રણ રાજ્યોના ચૂંટણી પરિણામ આવ્યા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહકોંગ્રેસ અધ્યક્ષ સામે કટાક્ષ કર્યો હતો. જીત બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, 'મને ખ્યાલ નથી, એક વ્હોટ્સએપ મેસેજ આવ્યો છે કે, ઇટલીમાં સામાન્ય ચૂંટણી છે.' અમિત શાહના આ નિવેદનને લોકોએ તે સમયે મજાકના અંદાજમાં લીધું હશે, પરંતુ આ હકીકત છે કે, ત્યાં પણ ચૂંટણીનો માહોલ છે.


  ઇટલીમાં ગત રવિવારે થયું મતદાન


  - ઇટલીમાં ગઇકાલે રવિવારે મતદાન પૂર્ણ થયું. આ દેશની સર્વાધિક અનિશ્ચિત ચૂંટણીમાં એક ગણવામાં આવે છે.
  - આ ચૂંટણીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીની મુખ્ય ભૂમિકા હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે.
  - મતદાન પહેલા કરાવવામાં આવેલા એક સર્વે અનુસાર, બર્લુસ્કોનીની ગઠબંધન સરકારને 37 ટકા, ફાઇવ સ્ટાર મૂવમેન્ટને 28 ટકા અને સેન્ટર-લેફ્ટને 27 ટકા વોટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

  વર્ષ 2013ની સરખામણીએ 19.4 ટકા મતદાન


  - મતદાન સવારે 11.30 વાગ્યે શરૂ થયું અને બપોરે 3.30 વાગ્યા સુધી ચાલ્યું. ગૃહ મંત્રાલય અનુસાર, (ઇટલીના) નેશનલ લેવલે 19.4 ટકા મતદાન થયું જે વર્ષ 2013ની સરખામણીએ વધારે છે.
  - વર્ષ 2013માં 14.9 ટકા લોકોએ મતદાન કર્યુ હતું. ચૂંટણી પ્રચારમાં એક્સ્ટ્રીમ રાઇટ પાર્ટીઝ અને ફાસીવાદ વિરોધી કાર્યકર્તાઓની વચ્ચે તણાવ રહ્યો હતો.
  - ચૂંટણી પ્રસાર પર પ્રવાસીઓ વિશે ડર અને આર્થિક મુદ્દે હાવી રહ્યા. મિરકો કનાલી નામના એક યુવકે કહ્યું કે, બેરોજગારીની સમસ્યાથી પરેશાન યુવાનોએ આ વખતે વ્યવસ્થા વિરોધી પાર્ટી 'ફાઇવ સ્ટાર મૂવમેન્ટ'ના સમર્થનમાં ફેંસલો કર્યો.

  આગળની સ્લાઇડમાં જાણો, અમિત શાહે રાહુલ ગાંધી પર શું ટિપ્પણી કરી હતી?

 • Italys voters ditch the centre and ride a populist wave
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  વિધાનસભા ચૂંટણીના પરિણામોના બે દિવસ પહેલાં રાહુલ ગાંધી ઇટલીની મુલાકાતે જતા રહ્યા હતા. (ફાઇલ)

  અમિત શાહે કરી હતી ટિપ્પણી


  - નોર્થ ઇસ્ટના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના બે દિવસ પહેલાં રાહુલ ગાંધી ઇટલીની મુલાકાતે જતા રહ્યા હતા. 
  - રાહુલ ગાંધીએ ટ્વીટ કરી હતી કે, તેઓ હોળીની રજાઓ માટે નાનીને મળવા વિદેશ જઇ રહ્યા છે. આ વખતે ત્રિપુરામાં બીજેપીને મળેલી જીત બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહે રવિવારે વધુ કંઇ ના કહ્યું, પરંતુ જવાબમાં એટલું જરૂર બોલ્યા કે, વોટ્સએપ આવ્યો છે કે, ઇટલીમાં ચૂંટણી છે. 
  - વળી, બીજેપી સાંસદ ગિરિરાજ સિંહે રાહુલને એક બિન-જવાબદાર કોંગ્રેસ પ્રેસિડન્ટ ગણાવ્યા. કહ્યું કે, તેઓ તણાવ સહન નથી કરી શકતા, એટલે જ વારંવાર વિદેશ ભાગી જાય છે. 

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, ઇટલી ઇલેક્શનના મતગણતરીની વધુ માહિતી... 

 • Italys voters ditch the centre and ride a populist wave
  5-સ્ટાર આગામી સરકારનો આધાર હશેઃ બોનાફેડે (ફાઇલ)

  ઇટલી ઇલેક્શનમાં ત્રિશંકુ સંસદની શક્યતા


  - ઇટલીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બેલુર્સ્કોનીવાળા મિડલ-રાઇટ પાર્ટી - ગંઠબંધન ફ્રીડમ ઓફ પીપલ સંસદની ચૂંટણીમાં સૌથી વધારે સીટ મેળવશે. 
  - જો કે, હજુ સુધી તેને સ્પષ્ટ બહુમત મળ્યું નથી. પબ્લિક બ્રોડકાસ્ટર તરફથી કરાવવામાં આવેલા સર્વેક્ષણમાં આ શક્યતાઓનો દાવો કરવામાં આવ્યો છે. 
  - બલુર્સ્કોનીની સરકારને 255-265 સીટો, વ્યવસ્થા વિરોધી પાર્ટી ફાઇવર સ્ટાર મૂવમેન્ટને 195-235 સીટો અને સત્તારૂઢ મિડલ-લેફ્ટ સરકારને 115-155 સીટો જીતવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 
  - સંસદના નીચલા સદનમાં કોઇ પણ પાર્ટી અથવા ગઠબંધનને પૂર્ણ બહુમત માટે ઓછામાં ઓછી 316 સીટોની જરૂર રહેશે. 


  5-સ્ટાર આગામી સરકારનો આધાર હશેઃ બોનાફેડે 


  - ઇટલીમાં રવિવારે થયેલા નેશનલ ઇલેક્શન બાદ સર્વેક્ષણોની પુષ્ટી થઇ જાય છે, તો સત્તાવિરોધી અભિયાન ચલાવતી પાર્ટી ફાઇવ સ્ટાર મૂવમેન્ટ આગામી સરકારના કેન્દ્રમાં રહેશે. 
  - 5 - સ્ટાર નેતા લુઇગી ડી માઇઓના નજીકના સહયોગી અને પ્રમુખ સાંસદ અલ્ફોન્સો બોનાફેડેએ લા-7 ટેલિવિઝન પર પ્રસારિત ટિપ્પણીઓમાં આ શક્યતાનો દાવો કર્યો છે. 
  - તેઓએ કહ્યું, અમે વિધાનસભાનો એક મજબૂત સ્તંભ હોઇશું. તેઓએ સાથે એમ પણ કહ્યું કે, શરૂઆતના ડેટાને સાવધાનીની સાથે વાંચવા જોઇએ. 
  - મતદાન બાદ સર્વેક્ષણોમાં 5-સ્ટારને ભારે બહુમત સાથે સૌથી મોટી પાર્ટી તરીકે જોવામાં આવે છે. 
  - જો કે, ભૂતપૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બલુર્સ્કોની સહિત એક ગઠબંધન પણ સૌથી વધુ સીટો જીતવાનો દાવો કરી રહ્યું છે. 

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ