આતંકવાદ / ઇરાનઃ આત્મઘાતી હુમલામાં 27 રિવોલ્યૂશનરી ગાર્ડ્સનાં મોત, 20 ગાર્ડ્સ ઘાયલ

આ ઘટનામાં 20 અન્ય ગાર્ડ્સ પણ જખમી થયા છે.
આ ઘટનામાં 20 અન્ય ગાર્ડ્સ પણ જખમી થયા છે.
X
આ ઘટનામાં 20 અન્ય ગાર્ડ્સ પણ જખમી થયા છે.આ ઘટનામાં 20 અન્ય ગાર્ડ્સ પણ જખમી થયા છે.

  • સુન્ની મુસ્લિમ ઉગ્રવાહી ગ્રૂપ જૈશ અલ-અદ્લ (માણસોની સેના)એ આ હુમલાની જવાબદારી લીધી
  • જૈશ અલ-અદ્લ સંગઠનનો આરોપ છે કે, આ દેશનું શિયા તંત્ર સુન્નીઓની સાથે ભેદભાવ કરે છે

divyabhaskar.com

Feb 14, 2019, 12:30 PM IST
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇરાનના સરકારી મીડિયા અનુસાર, દેશના દક્ષિણ-પૂર્વ ભાગમાં આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 27 રિવોલ્યૂશનરી ગાર્ડ્સના મોત થયા છે. હુમલાખોરે સિસ્તાન-બલૂચિસ્તાન પ્રાંતમાં ખાશ-જહેદાન સડક પર રિવોલ્યૂશનરી ગાર્ડ્સને લઇ જઇ રહેલી બસને નિશાન બનાવ્યું. ઇરાન સમાચાર એજન્સીના સૂત્રો અનુસાર, આ ઘટનામાં 20 અન્ય ગાર્ડ્સ પણ જખમી થયા છે. સુન્ની મુસ્લિમ ઉગ્રવાહી ગ્રૂપ જૈશ અલ-અદ્લ (માણસોની સેના)એ આ હુમલાની જવાબદારી લીધી છે. 
1. કેવી રીતે થયો હુમલો?
રિવોલ્યૂશનરી ગાર્ડ્સની દક્ષિણ-પૂર્વ શાખા તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બુધવારે જે સમયે એક યૂનિટ પાકિસ્તાનની નજીક બોર્ડર પરથી પરત ફરી રહી હતી, તે સમયે તેઓની બસની બાજુમાં વિસ્ફોટકોથી ભરેલી કારમાં બ્લાસ્ટ થયો. 
આ નિવેદનમાં નુકસાન અંગે કોઇ જાણકારી આપવામાં નથી આવી, પરંતુ તકફીરી ઉગ્રવાદીઓ અને કેટલીક મુખ્ય સત્તાઓની ગુપ્તચર એજન્સીઓના ભાડાંના લડાયકોને આ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. તકફીરી શબ્દને એવા સુન્ની ચરમપંથીઓ માટે ઉપયોગ કરવામાં આવે છે, જેઓ અન્ય મુસ્લિમોને મુસ્લિમ નથી સમજતા. 
નિવેદનમાં એવું નથી જણાવવામાં આવ્યું કે, મુખ્ય સત્તાઓનો અર્થ શું છે, પરંતુ ઇરાનના વિદેશ મંત્રાલયે આ ઘટનાને પોલેન્ડના વૉરસામાં અમેરિકાના નેતૃત્વમાં મધ્યપૂર્વ પર ચાલી રહેલા સમારંભ સાથે જોડ્યું છે. આ સમારંભમાં ઇરાનની ગતિવિધિઓ ઉપર પણ વાતચીત થવાની છે. વિદેશ મંત્રી મોહમ્મદ જવાદ ઝરીફે ટ્વીટ કરીને કહ્યું, વૉરસામાં સર્કસ શરૂ થવાના દિવસે જ ઇરાન પર આતંકવાદી હુમલો કોઇ માત્ર સંયોગ નથી. 
4. અગાઉ અન્ય હુમલા માટે જૈશ જવાબદાર
આ અગાઉ આ જ મહિને જૈશ અલ-અદ્લને નિક શહેરમાં અર્ધસૈનિક બળોના અડ્ડા પર હુમલા માટે જવાબદાર પણ ઠેરવ્યા હતા. આ હુમલામાં એક રિવોલ્યૂશનરી ગાર્ડનું મોત થયું હતું અને 5 જખમી થયા હતા. 
આ સમયે જેહાદી ગ્રૂપ ઇસ્લામિક સ્ટેટ અને ઇાનના અરબ ભાગલાવાદીઓએ આ હુમલાની જવાબદારી લીધી હતી, પરંતુ કોઇ પણ પોતાના દાવાના પક્ષમાં પુરાવાઓ રજૂ કરી શક્યા નહતા. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી