દુર્ઘટના / ઈરાનમાં લેન્ડિંગ સમયે બોઈંગ પ્લેન ક્રેશ, 16નાં મોતની આશંકા

Divyabhaskar.com | Updated - Jan 14, 2019, 03:16 PM
Iran plane crash several killed news and updates

  • સ્થાનિક મીડિયા મુજબ ક્રેશનું એક કારણ ખરાબા વાતાવરણ હોય શકે છે

  • વિમાન એરપોર્ટની દીવાલ સાથે અથડાયું બાદમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું

તેહરાનઃ ઈરાનની રાજધાની તેહરાનમાં સોમવારે એક બોઈંગ વિમાન ક્રેશ થઈ ગયું. પ્રાથમિક જાણકારી મુજબ કરાઝ એરપોર્ટ પર ખરાબ હવામાન વચ્ચે લેન્ડિંગ દરમિયાન પાયલટે પ્લેન પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું. પ્લેનમાં 16 લોકો સવાર હતા. સોશિયલ મીડિયામાંથી જ તસવીરો સામે આવી છે તેમાં રનવે પર ધુમાડો જોવા મળી શકે છે.

મીડિયા રિપોટ્સ મુજબ, કાર્ગો વિમાનને કરાઝમાં સ્થિત પાયમ એરપોર્ટ જવાનું હતું. જો કે પ્લેન કરાઝ એરપોર્ટ પહોંચી ગયું. પાયમ ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સના બેઝ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. હાલ આ દુર્ઘટના અંગે તપાસ થઈ રહી છે કે વિમાન કેમ કરીને રસ્તો ભૂલી ગયું આની પાછળ જવાબદાર કોણ છે.

રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું પ્લેન

ઈરાન ઉડ્ડયન સંગઠનના પ્રવક્તા રેજા જફરજાદેહે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે વિમાન બોઈંગનું કાર્ગો હતું. લેન્ડિંગ દરમિયાન તેનું સંતુલન બગડ્યું હતું. તો ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ કહ્યું કે કાર્ગો પ્લેન કિર્ગિસ્તાનથી મીટ લઈને ઈરાન આવી રહ્યું હતું. લેન્ડિંગ દરમિયાન વિમાન એરપોર્ટની દીવાલ સાથે અથડાયું જે બાદ તે રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયું હતું.

X
Iran plane crash several killed news and updates
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App