તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્રાન્સઃ બધાના સમાચાર રાખનાર ઇન્ટરપોલના ચીફ જ થયા ગુમ, તપાસ શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં પત્ની સાથે થઇ હતી મેંગની અંતિમ મુલાકાત (ફાઇલ) - Divya Bhaskar
સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં પત્ની સાથે થઇ હતી મેંગની અંતિમ મુલાકાત (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇન્ટરપોલના અધ્યક્ષ મેંગ હોંગવેઇ (64) ગુમ થયા હોવાની જાણકારી મળી છે. ત્યારબાદ ફ્રાન્સ સરકારે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ઇન્ટરપોલના મુખ્યાલય ફ્રાન્સના લિયોન શહેરમાં છે. અહીં રહેતી મેંગની પત્નીએ જણાવ્યું કે, પતિ સાથે તેની અંતિમ મુલાકાત સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં થઇ હતી. 

 

- સ્થાનિક મીડિયા અનુસાર, ગુમ થયા પહેલાં મેંગ ચીન માટે રવાના થયા હતા. 
- ચીનની રાજનીતિમાં ઘણો સમય પસાર કરનાર મેંગ બે વર્ષ પહેલાં ઇન્ટરપોલના અધ્યક્ષ બન્યા હતા. 95 વર્ષના ઇતિહાસમાં મેંગ પહેલા એવા ચીની નાગરિક છે, જેઓ ઇન્ટરપોલના અધ્યક્ષ બન્યા. 
- ઇન્ટરપોલ વેબસાઇટ અનુસાર, આ અગાઉ તેઓ ચીનમાં પબ્લિક સિક્યોરિટીના વાઇસ મિનિસ્ટર હતા. પબ્લિક સિક્યોરિટી વાઇસ મિનિસ્ટર પહેલાં તેઓ નેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ કમિશનના ચેરમેન અને નેશનલ કાઉન્ટર ટેરરિઝમ ઓફિસ ફોર ચીનના ડાયરેક્ટર રહી ચૂક્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...