કથળેલી સ્વાસ્થ્ય વ્યવસ્થા / વેનેઝૂએલાની હોસ્પિટલના ખોફનાક દ્રશ્યો, અમાનવીય સ્થિતિમાં દર્દીઓ મોતને ભેટે છે

divyabhaskar.com | Updated - Feb 07, 2019, 04:35 PM
રાજધાની કારકાસની યુનિવર્સિટી હોસ્પિટલમાં તમામ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોવાથી દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા અપંગ બની ગઇ છે
રાજધાની કારકાસની યુનિવર્સિટી હોસ્પિટલમાં તમામ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોવાથી દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા અપંગ બની ગઇ છે
X
રાજધાની કારકાસની યુનિવર્સિટી હોસ્પિટલમાં તમામ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોવાથી દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા અપંગ બની ગઇ છેરાજધાની કારકાસની યુનિવર્સિટી હોસ્પિટલમાં તમામ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ નહીં હોવાથી દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા અપંગ બની ગઇ છે

  • વેનેઝૂએલાના ન્યૂઝ આઉટલેટ કેરોટા ડિજિટલે ગુપ્ત રીતે અહીં હોસ્પિટલની તસવીરો લીધી હતી 
  • આ તસવીરોમાં વેનેઝૂએલાની રાજધાનીની મુખ્ય હોસ્પિટલમાં કેવી દયનીય હાલતમાં પેશન્ટ પડ્યા છે તે જોવા મળે છે 
  • ઇમરજન્સી એરિયામાં સૂતા હોય તેવા પેશન્ટ્સ ઉપર માખી અને જીવજંતુઓ ઉડી રહ્યા છે. 

કારાકસ (વેનેઝૂએલા): ક્રૂડ ઓઇલની પ્રચૂર માત્રા ધરાવતો લેટિન અમેરિકન દેશ વેનેઝૂએલામાં હાલ રાજકીય સંકટ આસમાને છે. આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલા વેનેઝૂએલાની આરોગ્ય વ્યવસ્થા પણ ભયનજક રીતે કથળેલી છે. હાલના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોના રાજમાં દર્દીઓને સામાન્ય સારવાર પણ નથી મળી રહી. રાજધાની કારાકસની યુનિવર્સિટી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પેશન્ટ્સ કોરિડોર અથવા ખુરશીઓમાં દર્દથી કણસતા જોવા મળે છે. કેટલાંક દર્દીઓ વ્હિલચેરમાં બેસી ડોક્ટર આવીને સારવાર આપે તેની રાહ જોઇ રહ્યા છે. 


વેનેઝૂએલાના પ્રેસિડન્ટ વિરૂદ્ધ પ્રદર્શનો, રાતોરાત સત્તા પરથી હટાવ્યા, USનું નવા પ્રેસિડન્ટને સમર્થન

નિકોલસ માદુરોનું રાજ, કથળેલી સ્વાસ્થ્ય વ્યવસ્થા

દયનીય અને કથળેલી સ્વાસ્થ્ય વ્યવસ્થા
1.કારાઓટા ડિજિટલ મીડિયા આઉટલેટની રિપોર્ટર ટીમ રાજધાનીની સૌથી મોટી અને સ્પેશિયલાઇઝ્ડ મેડિકલ ફેસિલિટી ધરાવતી હોસ્પિટલ પહોંચી હતી. એક મહિના પહેલાં અહીં વીજ પુરવઠો બંધ થતા ત્રણ દર્દીઓના મોત થયાના સમાચાર હતા. મીડિયા ટીમે રજૂ કરેલી તસવીરોમાં લેટિન અમેરિકન દેશની માદુરોના રાજમાં દયનીય, બિસ્માર અને કથળતી સ્વાસ્થ્ય વ્યવસ્થાનો ચિતાર મળે છે. 
2.પરિવારો પાસે તેમના વતનમાં જ રહી કથળી ગયેલી સ્વાસ્થ્ય વ્યવસ્થામાં જ મૃત્યુને ભેટવા અથવા વેનેઝૂએલા છોડી દેવા સિવાય અન્ય કોઇ રસ્તાઓ નથી. હેલ્થ કૅર માટે અનેક પરિવારોએ પાડોશી દેશોમાં સ્થળાંતર કર્યુ છે. 
3.હોસ્પિટલ વર્કર્સના જણાવ્યા અનુસાર, આ અમાનવીય સ્થિતિ અસહ્યય છે અને ભવિષ્યમાં આ સ્થિતિ ત્યાં સુધી નહીં બદલાય જ્યાં સુધી સાધન સામગ્રીનો પુરવઠો હોસ્પિટલમાં પહોંચાડવામાં ના આવે. 
4.હોસ્પિટલમાં દર્દીઓ સાથે આવેલા મિત્રો અને પરિવારજનો પોત-પોતાના સ્વજનોના ખાટલાની આસપાસ ઉભા હતા. કારાઓટા ડિજિટલ કેમેરાએ ગુપ્ત રીતે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સની તસવીરો લઇ લીધી. રેસ્ટ રૂમમાં પડેલો કચરાંનો ઢગલો આ રૂમની સ્થિતિને ઓર ખરાબ બનાવતો હતો. કચરાના કારણે માખી અને જીવજંતુઓ દર્દીઓ ઉપર બેસી જતાં જોવા મળ્યા હતા. 
5.મીડિયા ટીમની ઓર એસ્ટ્રેલાએ કહ્યું કે, હું જ્યારે રૂમમાંથી પસાર થઇ ત્યારે ત્યાં બેઠેલા દર્દીઓના શરીર પરથી માખી ઉડાડવાના પ્રયત્નો કર્યા. તેઓ આટલી વાતથી જ ખુશ થઇ ગયા હતા. અમારી પાસે દર્દીઓને આપવા માટે ભોજન પણ નહતું. 
પ્રાઇવેટ ડોનેશન પર હોસ્પિટલ નિર્ભર
6.વેનેઝૂએલાની હેલ્થ કૅર સિસ્ટમ, મેડિકલ સેન્ટર્સ, કારકાસ યુનિવર્સિટી હોસ્પિટલ આ તમામ વસ્તુઓ પ્રાઇવેટ ડોનેશન પર નિર્ભર છે. ટીવી વેનેઝૂએલા નોટિસિઆસના જણાવ્યા અનુસાર, વેનેઝૂએલામાં ભોજનથી લઇને અનેક વસ્તુઓની ઉણપ છે, તેથી ક્યાં સેક્ટરને બધી જ સુવિધા સૌથી પહેલાં મળશે તે કહેવું મુશ્કેલ છે. 
7.જો કોઇ પેશન્ટ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો હોય તેવા પેશન્ટ્સને જ હોસ્પિટલના મોટાં વિભાગમાં મોકલવામાં આવે છે. પરંતુ અહીં પણ પુરતી સુવિધા નહીં હોવાના કારણે આ દર્દીઓ હોસ્પિટલના ઇન્ટેસિવ કૅરમાં જ મૃત્યુ પામે છે. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App