Home » International News » Latest News » International » Why Maldive are important for India Know in 8 reasons

માલદીવ સંકટઃ ભારત હસ્તક્ષેપ કરે તે પહેલા ચીનને પેટમાં કેમ દુખ્યું?

Divyabhaskar.com | Updated - Feb 07, 2018, 03:30 PM

માલદીવની સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલા પડોસી રાષ્ટ્ર ભારત પર હસ્તક્ષેપની માગ વધી છે.

 • Why Maldive are important for India Know in 8 reasons
  +8બીજી સ્લાઈડ્સ જુઓ

  ઈન્ટરનેશનલ ડેસ્કઃ માલદીવમાં જોવા મળતા રાજકીય સંકટ બાદ સુપ્રીમ કોર્ટે ભલે જ પોતાના નિર્ણયમાં ફેરફાર કર્યો હોય, પરંતુ નાના એવાં આ ટાપુ પર જોવા મળતું રાજકીય સંકટ હવે થમવાનું નામ નથી લેતું. આ પહેલાં સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ રાજકીય બંદીઓને છોડવાના આદેશ આપ્યાં હતા, જેને માલદીવના રાષ્ટ્રપતિએ માનવાનો ઈન્કાર કરી દીધો હતો જે બાદથી નાના એવાં ટાપુમાં રાજકીય સંકટ જોવા મળી રહ્યું છે. માલદીવની સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલા પડોસી રાષ્ટ્ર ભારત પર હસ્તક્ષેપની માગ વધી છે, અને વિપક્ષે આ મુદ્દે ભારત મધ્યસ્થી કરે તેવી અપીલ કરી ચુક્યું છે. જો કે આ અંગે અન્ય પડોશી રાષ્ટ્રને પેટમાં દુખ્યું છે અને ચીને ભારતને આ મામલે હસ્તક્ષેપ ન કરવાનું કહ્યું છે.

  માલદીવ મુદ્દે મધ્યસ્થી અંગે ચીનને ચૂંક ઉપડી


  - ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના એક તંત્રી લેખમાં લખાયું છે કે, "રાજકીય સંકટ કોઈપણ દેશનો આંતરિક મામલો છે અને નવી દિલ્હીએ આ મુદ્દે હસ્તક્ષેપ કરવું તે યોગ્ય નથી. માલદીવ ઘણી રીતે ભારતના દબાણ હેઠળ છે."
  - ગ્લોબલ ટાઈમ્સમાં લખવામાં આવ્યું કે, "ભારત દક્ષિણ એશિયામાં નિયંત્રણ ઈચ્છે છે. નવી દિલ્હી નાના નાના દક્ષિણ એશિયાઈ દેશો દ્વારા સ્વતંત્રતા, સ્વરાજ્ય અને ખાસ કરીને અન્ય તાકાતવર દેશોની સાથે સંબંધો માટે કરેલાં પ્રયાસ પ્રત્યે ઘણું જ સંવેદનશીલ છે. તો દક્ષિણ એશિયાઈ દેશોની વચ્ચે સંપ્રભુતાની ભાવના વધી રહી છે. તમામ નાના દક્ષિણ એશિયાઈ દેશો ભારતના લાભ ઉઠાવવા અંગે પોતાને બહાર કાઢવા માગે છે. ભારતે પશ્ચિમી રાજકીય રીતને અપનાવી છે."
  - ગ્લોબલ ટાઈમ્સે વધુમાં કહ્યું કે, "જ્યારે માલદિવના રાષ્ટ્રપતિ યામીને ચીનની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઈન કર્યું અને બેલ્ટ એન્ડ રોડ ઈનીશિએટિવમાં ચીનનો સાથ આપ્યો તો ભારતે તે અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો."

  માલદીવમાં રાજકીય સંકટ, ભારત ચિંતિત


  - માલદીવમાં જોવા મળતા રાજકીય સંકટ અંગે ભારત મધ્યસ્થી કરશે કે નહીં તે અંગે તો સરકારે મગનું નામ મરી નથી પાડ્યું. પરંતુ મળતી માહિતી મુજબ ભારત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરી શકે છે.
  - SOP પ્રોસિજરમાં સેનાને તૈયાર રાખવાની વાત સામેલ છે. આ પહેલાં સરકારે નાગરિકોને માલદીવની યાત્રા નહીં કરવાની સલાહ આપી ચુક્યું છે.
  - SOP અંતર્ગત સેનાને કોઈપણ સંકટ સમય માટે પૂર્ણ રીતે તૈયાર રાખવામાં આવે છે. ત્યારે દક્ષિણ ભારતના એક મહત્વપૂર્ણ એરબેઝ પર સૈન્ય મૂવમેન્ટ જોવા મળી રહી છે.

  ભારત માટે માલદીવની મહત્વતા


  - માલદીવ 1200 ટાપુઓથી બનેલો દેશ છે, જે ભારત માટે રણનીતિક રીતે ઘણો જ મહત્વનો છે.
  - ભારત અને માલદીવ વચ્ચે વર્ષોથી સાંસ્કૃતિક સંબંધ છે. જો કે 2013માં અબ્દુલ્લા યામીનના રાષ્ટ્રપતિ બન્યાં પછી બંને દેશોના સંબંધોમાં ઉતાર-ચડાવ જોવા મળી રહ્યાં છે.


  આગળની સ્લાઈડમાં વાંચો ભારત-માલદીવ વચ્ચેના સંબંધો 8 કારણોમાં

 • Why Maldive are important for India Know in 8 reasons
  +7બીજી સ્લાઈડ્સ જુઓ

  કારણ- 1 


  - માત્ર 4 લાખની વસ્તી ધરાવતો આ દેશ ભારતના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે અને પોતાની ભૌગોલિક સ્થિતિના કારણે રણીનીતિક મુદ્દે ઘણું જ મહત્વનું છે. 

 • Why Maldive are important for India Know in 8 reasons
  +6બીજી સ્લાઈડ્સ જુઓ

  કારણ- 2


  - માલદીવના સમુદ્ર માર્ગેથી જ ચીન, જાપાન અને ભારતને એનર્જી સપ્લાય થાય છે. અને આ કારણસર જ ચીન પણ માલદીવ પર નજર રાખી રહ્યું છે. ચીન માલદીવમાં પોતાનું એરબેઝ સ્થાપવા માગે છે.

 • Why Maldive are important for India Know in 8 reasons
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  કારણ- 3


  - ચીન 10 વર્ષ પહેલાંથી જ હિંદ મહાસાગર ક્ષેત્રમાં નેવીના જહાજો મોકલવાનું શરૂ કરી દીધું હતું. માલદીવમાં ચીનની આર્થિક હાજરી ભારત માટે ચિંતાનો વિષય છે. એક ધારણા મુજબ માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન ચીનથી ઘણાં નજીક હોવાનું મનાય છે. 

 • Why Maldive are important for India Know in 8 reasons
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  કારણ- 4


  - દક્ષિણ એશિયાની મજબૂત તાકાત ઉપરાંત હિંદ મહાસાગર ક્ષેત્રમાં નેટ સિક્યોરિટી પ્રોવાઈડર હોવાને કારણે ભારતને માલદીવની સાથે સુરક્ષા અને રક્ષા ક્ષેત્રે મજબૂત સંબંધની જરૂરિયાત છે. 

 • Why Maldive are important for India Know in 8 reasons
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  કારણ- 5


  માલદીવ SAARCનું સભ્ય પણ છે. ત્યારે આ વિસ્તારમાં ભારતને પોતાનું પ્રભુત્વ બનાવી રાખવા માટે માલદિવને પોતાની સાથે રાખવું જરૂરી છે. ઉરી હુમલા બાદ પાકિસ્તાનમાં આયોજિત SAARC સંમેલનનો ભારતે બહિષ્કારનું આહ્વાન કર્યું હતું ત્યારે માલદીવ એકમાત્ર એવું રાષ્ટ્ર હતું જેને તે વાતનો વિરોધ કર્યો હતો. 

 • Why Maldive are important for India Know in 8 reasons
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  કારણ- 6


  - યામીનના શાસનકાળમાં માલદીવમાં કટ્ટરપંથીઓ તેજીથી વધી રહ્યાં છે. સીરિયામાં ચાલી રહેલાં યુદ્ધમાં લડવા માટે માલદીવના અનેક યુવાનો ત્યાં ગયા હતા. ત્યારે ભારત માટે આ ચિંતાનો વિષય છે.

 • Why Maldive are important for India Know in 8 reasons
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  કારણ- 7


  - આઝાદી પછી વર્ષ 1965માં માલદીવને સૌથી પહેલાં માન્યતાવાળા દેશોમાં ભારત સામેલ હતું. બાદમાં ભારતે 1972માં માલદીવમાં પોતાની એમ્બેસી પણ ખોલી હતી. 

 • Why Maldive are important for India Know in 8 reasons

  કારણ- 8


  - માલદીવમાં લગભગ 25 હજાર ભારતીયો વસે છે. તો દરવર્ષે માલદીવ જતાં વિદેશી પર્યટકોમાં 6 ટકા ભારતીય હોય છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ