1

Divya Bhaskar

Home » International News » Latest News » International » If you feel like Facebook has more ads than usual, you are not imagining it

ડેટા નહીં 'તમને જ' વેચે છે ફેસબુક-ગૂગલ! આવી રીતે થાય છે હરાજી

Divyabhaskar.com | Last Modified - Mar 24, 2018, 06:13 PM IST

આ રીતે યૂઝર્સ પ્રોફાઇલ્સનો ઉપયોગ કરી FB-ગૂગલ કરે છે કરોડોની કમાણી

  • If you feel like Facebook has more ads than usual, you are not imagining it
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફેસબુક ડેટા લીક બાદ ફેસબુક પર અનેક પ્રકારના મીમ્સ અને જોક્સ ચાલી રહ્યા છે. કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબુક યુઝર્સના ડેટાની ચોરી કરી, તેની મદદથી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટની ચૂંટણી જીત્યા. વ્હોટ્સએપના સંસ્થાપકે કહ્યું કે, ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવાનો સમય આવી ગયો છે. જ્યારે કેટલાંક લોકો એવું કહી રહ્યા છે કે, અમારાં ડેટા ચોરી કરીને કંપની શું કરી લેશે? એટલે કે, માત્ર ફેસબુક પર ફોટો બદલવાથી કે હસી-મજાક કરવાથી શું થઇ જાય? એક વાત સમજો, ફેસબુક તમારો પર્સનલ ડેટા ચોરી નથી કરતું, એ તમે છો જેની ચોરી થાય છે.


    ફેસબુક પ્રોફાઇલને એટલે કે તમને વેચે છે


    - તમે ગૂગલ પર કંઇ પણ શોધી શકો છો, તમને રસ્તો બતાવવામાં આવે છે. ફેસબુક પર તમે તસવીર પોસ્ટ કરો છો. લોકોના વિચાર વાંચીને લાઇક કરો છો. તમે નાના મોટાં સેલિબ્રિટી બની જાવ છો, આ તામ સુવિધાઓ મફતમાં છે. તો પછી ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓની કમાણી કેવી રીતે થાય છે?
    - આ મૂળ સવાલના જવાબમાં જશો તો આખો મામલો સમજી જશો.
    - ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ પોતાના કર્મચારીઓને કરોડોમાં પગાર આપે છે. દર અઠવાડિયામાં નાની-મોટી કંપનીઓને ખરીદે છે. આ કમાણી એવી જાહેરાતોથી થાય છે જે તમે સર્ફિંગ કરતી વખતે જૂઓ છો.
    - હકીકતમાં યૂઝર્સ એવો કાચો માલ છે જેને ટ્વીટર અને ફેસબુક વેચે છે.

    આગળની સ્લાઇડ્સમાં જાણો, કેવી રીતે એડ્સ દ્વારા વેચાય છે યૂઝર્સના ડેટા...

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • If you feel like Facebook has more ads than usual, you are not imagining it
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    આવું કેવી રીતે થાય છે? 


    - તમે જેટલાં વધારે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેશો, તેટલા વધુ 'ડીજીટલ ફૂટપ્રિન્ટ' ઉંડા થાય છે. 
    - તમે શું વિચારો છો, તમારી કમાણી કેટલી છે, કેટલો ખર્ચ છે? તમારાં વિશે ગૂગલ અને ફેસબુક તમારાં માતા-પિતા કરતાં વધુ જાણે છે. આ જ ડેટાને અલગ-અલગ કંપનીઓ અને સંગઠનોને વેચવામાં આવે છે. 
    - વિશ્વના મોટાંમોટાં ઉદ્યોગપતિઓ કહે છે કે, 'ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ' એટલે કે, ડેટા નવા જમાનાના તેલના કૂવા છે. 


    વધુ ખતરનાક બનશે સ્થિતિ 


    - તમને સરકારની આર્થિક નીતિઓ સામે સમસ્યા હોય, તમને તેઓની ધર્મની રાજનીતિ પસંદ હોય. તેને લગતી પોસ્ટ તમે વધુમાં વધુ લાઇક કે શૅર કરશો અથવા તેમાં લવ રિએક્શન આપશો તો તમને વારંવાર ન્યૂઝ ફિડમાં એવી જ પોસ્ટ જોવા મળશે જેનાથી એવું ફલિત થાય કે ધર્મ સામે જોખમ છે અને અત્યાચાર થઇ રહ્યો છે. 
    - જો તમારે આનાથી બચવું હોય તો આ પાર્ટીને વોટ આપો, તમે આપશો. કેટલાંક લોકો પૈસાના દમ પર કરોડો લોકોના દેશને ચલાવશે. જ્યારે હકીકત આનાથી તદ્દન વિપરીત અને અમુક અંશે ખરાબ હશે. 

     

    આગળની સ્લાઇડ્સમાં જાણો, અમેરિકામાં કેવી રીતે થયું ડેટા લીકથી કૌભાંડ અને ભારતની શું છે સ્થિતિ... 

  • If you feel like Facebook has more ads than usual, you are not imagining it
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    અમેરિકાને ફરીથી મહાન બનાવવા ઇચ્છો છો? તેવું કહી થયું કૌભાંડ 


    - અમેરિકામાં પણ આ જ ગણિત અજમાવવામાં આવ્યું. વારંવાર યૂઝર્સને ન્યૂઝ ફિડમાં એવી જ પોસ્ટ આપવામાં આવી કે, શું તમારે અમેરિકાને ફરીથી મહાન દેશ બનાવવો છે? 
    - બંદૂક કે હથિયાર રાખવા - અમેરિકામાં પિતા પાસેથી જ પુત્રને મળ્યો વારસો! આવી વાતોને લોકો હકીકત માની બેઠાં અને ટ્રમ્પને ચૂંટણીમાં જીત અપાવી. 

     

    ભારતમાં બગડી શકે છે સ્થિતિ 


    - ભારતમાં સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. માની લો કે, આ કંપની ડેટાના આધારે કોઇ પાર્ટીને એમ કહે કે જો દેશમાં 4-5 સ્થળોએ કોમી રમખાણો થઇ જશે તો તમારી સરકાર બનશે. 
    - આનાથી ચોક્કસ પ્લાનિંગ હેઠળ કોમી રમખાણો પણ થઇ શકે છે અને તેને લગતા સમાચારો જ વારંવાર તમારાં ન્યૂઝફિડમાં આવશે. આ બધા જ સમાચારોને હકીકત કે સાચી પરિસ્થિતિ સાથે કોઇ લેવાદેવા નહીં હોય. તેમ છતાં તમને એવું લાગશે કે આ જરૂરી છે, આવું જ થવું જોઇએ. 
    - એવા ઘણાં કિસ્સાઓ છે જેમાં રાજનીતિ માટે આ રમત અજમાવવામાં આવી હોય. 

     

    આગળની સ્લાઇડમાં જાણો, આનાથી તમને શું થશે નુકસાન...

  • If you feel like Facebook has more ads than usual, you are not imagining it
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    આનાથી યૂઝર્સને શું થશે નુકસાન? 


    - તમે એમેઝોન પર નવા મોબાઇલની શોધ કરી, તો તમને ફોનમાં કે લેપટોપમાં દરેક સ્થળે ફોનની જ જાહેરાત જોવા મળશે. આનાથી નુકસાન શું છે? આ વાત માત્ર અહીં અટકતી નથી. 
    - એક કાલ્પનિક પરિસ્થિતિ વિશે વિચારો - માની લો, તમારાં ઘરે દીકરીનો જન્મ થયો. તમે ફેસબુક પર પોસ્ટ કરી અને તેના ફોટોગ્રાફ્સ પણ પોસ્ટ કર્યા. 
    - ફેસબુક આ ડેટાને એવી કંપનીને વેચશે જે બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. હવે તમારાં ફેસબુક ફિડમાં માત્ર એવી જ ડિટેલ્સ, પોસ્ટ, ન્યૂઝ કે સ્પોન્સર્ડ લિંક જોવા મળશે જે બાળકોને લગતી હશે. 
    - જેમ કે, તમે એક્સવાયઝેડ પ્રકારનું 25,000 રૂપિયાનું ઇન્જેક્શન ના લગાવ્યું તો તમારાં બાળકને આવી દુર્લભ બીમારી થઇ શકે છે. 
    - કેટલાંક લોકો વોટ્સએપ પરના સમાચારો ઉપર પણ આંખ બંધ કરીને વિશ્વાસ કરી લે છે. કોમેન્ટ્સમાં 5 લખીને ચમત્કાર થવાની રાહ જોતા હોય છે. આ જ લોકો લેખ પર વિશ્વાસ કરીને વેક્સિન પણ ખરીદી લેશે. 

     

    આનાથી દેશ પર શું પડશે અસર? 


    - આની લાંબા ગાળે અસર એ થશે કે, જે વેક્સિનની તમારાં દેશમાં કોઇ જરૂર જ ના હોય, તેની માંગ પેદા થઇ શકે છે. 
    - શક્ય છે કે, આ વેક્સિનથી તમારાં બાળકને નુકસાન થાય અથવા કોઇ મોટી કંપની મનુષ્યો પર વેક્સિનનો ટેસ્ટ કરવા નાપ્રોજેક્ટ હેઠળ આ કાવતરું કરી રહી હોય!
    - આ જ્ઞાનનો કોઇ આધાર નહીં હોય, ભલે તમને આ વાત અત્યારે માત્ર કલ્પના જ લાગતી હશે. પરંતુ આનાથી પણ વધુ ખરાબ હકીકત કે જીવંત ઉદાહરણ જાણવું હોય તો આરઓ પ્યૂરિફાયરના કેસ વિશે જાણો. 

     

    આગળની સ્લાઇડમાં જાણો, આ કેસ વિશે... 

  • If you feel like Facebook has more ads than usual, you are not imagining it
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    શું તમે આરઓનો ઉપયોગ કરો છો? પહેલાં આ જાણી લો 


    - મોટાંભાગના રિપોર્ટ્સ કહે છે કે, આરઓનું પાણી તમને ફાયદા ઓછા અને નુકસાન વધારે પહોંચાડે છે. તેનાથી પાણીના મિનરલ્સ ખતમ થઇ જાય છે. 
    - આ પાણીથી તમારાં શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા ખતમ થઇ જાય છે. સતત આરઓનું પાણી પીતા વ્યક્તિ સામાન્ય સ્વચ્છ પાણી પીને બીમારી પડી જાય છે. 
    - જ્યારે હકીકતમાં, તમારાં પાણીમાં ક્લોરાઇડ અને આર્સેનિકની અશુદ્ધિ ના હોય તો આરઓની કોઇ જરૂર જ નથી. તેમ છતાં તમે આરઓનો ઉપયોગ કરો છો. કેમ? 
    - કારણ કે, એક કંપનીના સેલ્સમેન તમને સતત તેનો ઉપયોગ કરવાનું કહી રહ્યો છે. સામાન્ય સેલ્સમેનને તો તમને ના પાડી શકો છો, પરંતુ તમારાં પોકેટમાં હરતા-ફરતા બિગબોસને લઇને ફરી રહ્યા છો તેને કેવી રીતે ના પાડશો?

     

    કારણ કે, ફેસબુક તમને સતત એ જ દર્શાવી રહ્યું છે જે તમે લાઇક કરો છો, કેવી રીતે શક્ય બને છે આવી માહિતીનો ફેલાવો? જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો... 

  • If you feel like Facebook has more ads than usual, you are not imagining it
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ફેસબુક પર ક્રાંતિ એક ભ્રમ છે 


    - જો તમે ફેમિનિસ્ટ છો અને તમને એવું લાગે છે કે, તમામ પુરૂષો બળાત્કારી છે. તમે સૌથી વધુ આ પ્રકારની જ પોસ્ટ લાઇક કે શૅર કરો છો?

    - ફેસબુક તમને એવા કરોડો લોકો સાથે જોડશે જેના વિચારો તમારાં વિચારો સાથે મળતા આવતા હોય. - તમે એવા લોકોની પોસ્ટ પર કોમેન્ટ્સ કરશો તો આવી જ પોસ્ટ તમારાં ન્યૂઝ ફિડમાં જોવા મળશે. 
    - ધીરે-ધીરે તમને વિશ્વાસ થઇ જશે તો વિશ્વના તમામ પુરૂષો ખરાબ છે. - ફેસબુક તેની એડવર્ટાઇઝમાં ફેમિનિસ્ટ છપાયેલી ટીશર્ટ તો વેચશે જ, સાથે જ તમારી વિચારધાર પણ આપમેળે નક્કી કરી લેશે. 
    - વિચારો, આ જ લોકો આવતીકાલે ટીચર કે પ્રોફેસર બનશે! ક્લાસરૂમમાં આગામી પેઢીને દેશ માટે તૈયાર કરશે તો શું તેઓ આવી જ વિચારધારાને વારસામાં આપશે? 
    - જવાબ છે હા, આનાથી ફેસબુક માટે આગામી પેઢી પર કબ્જો કરવાનું વધારે સરળ બની જશે. 
    - આ જ રીતે જો તમને એવું લાગે છે કે, બધી જ મહિલાઓ શરાબ પીવે છે, ચરિત્રહિન છે - તો ફેસબુક તમને એ જ દર્શાવશે. તમને સખત યુવક બનેલા રહેવાની ટીશર્ટ વેચશે. 

     

    આગળની સ્લાઇડમાં જાણો, ન્યૂઝફિડ એ તમારો વિચાર પ્રદર્શિત કરે છે... 

  • If you feel like Facebook has more ads than usual, you are not imagining it

    તમારું ન્યૂઝ ફિડ એ તમારાં વિચારોનો અરીસો છે 


    - શું તમે એવું વિચારો છો કે, દરેક વ્યક્તિ ફેસબુક પર પ્રિયા પ્રકાશ લખી રહ્યું છે? અથવા દરેક વ્યક્તિ જયપુરની જ વાત કરી રહ્યું છે? દર બીજો વ્યક્તિ વિરાટ-અનુષ્કા વિશે જ પોસ્ટ કરી રહ્યો છે? - તો તમે ખોટાં છો. 
    - તમારી ટાઇમલાઇન પર ઉપરથી નીચે સુધી આ બધું જ જોવાનો અર્થ છે તમારાં વિચારો, રૂચિ આ પ્રકારની છે. 
    - તમે 1 મહિનો તમારી વિચારધારથી તદ્દન વિરૂદ્ધ કોમેન્ટ કરો, એવી જ લિંક શોધો, શૅર કરો. તમને દુનિયા બિલકુલ આ સર્ચ અનુસાર જ દેખાશે. 
    - ફેસબુક પર ક્રાંતિ એક ભ્રમ છે, આપણે બધાં જ (જેમાં તમારો અને મારાં સહિત ફેસબુકમાં લખતા અને વાંચતા તમામ લોકો સામેલ છે) પોતાની જાતને અલગ અલગ દુકાનદારોને વેચી રહ્યા છીએ. તેના બદલે નાના-મોટાં ફાયદા થાય છે, પણ તેનાથી ક્રાંતિ નથી આવતી. 

More From International News

Trending