યુરોપમાં નોર્થ પોલ કરતાં પણ વધારે ઠંડી પડવાનું મુખ્ય કારણ શું છે? જાણો

બ્રિટનમાં 144 કિમી/કલાકની ઝડપે ચક્રવાત એમ્મા ટકરાતાં અહીં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.

divyabhaskar.com | Updated - Mar 03, 2018, 05:05 AM
How Europe Was Colder Than the North Pole This Week?

ઇન્ટરનેશનલ ડેસ્કઃ યુરોપમાં બરફ વર્ષાએ ભારે તારાજી સર્જી છે. હાલ અહીં ચક્રવાત એમ્માના કારણે ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. યુરોપમાં સરોવર, નદીઓ અને સમુદ્રના કિનારા સુદ્ધા જામી ગયા છે. સડકો પર બરફની ચાદર બિછાયેલી જોવા મળે છે. યુરોપીયન દેશ આર્કટિકથી પણ વધારે ઠંડા થઇ રહ્યા છે. 15થી વધુ દેશોમાં પારો આર્કટિક (માઇનસ 20 ડિગ્રી સેલ્સિયસ)ની નીચે જતો રહ્યો છે. યુરોપમાં એક અઠવાડિયાથી બરફવર્ષાના કારણે પોલાન્ડથી લઇ સ્પેન સુધી માઇનસ ડિગ્રી તાપમાન છે. રોમમાં છેલ્લાં 6 વર્ષનો સૌથી વધુ બરફ પડ્યો છે. નોર્વેમાં સૌથી નીચું તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યું છે. જો યુરોપમાં હાલ આર્કટિક જેવી સ્થિતિ છે. તો નોર્થ પોલમાં ઠંડી સૌથી વધારે પડી રહી છે. અહીં કોઇ સીધું માપ નથી, પરંતુ સેટેલાઇટ ડેટાને અન્ય ડેટા સાથે મર્જ કરવાથી જે રિઝલ્ટ મળ્યું તેમાં નોર્થમાં -2 ડિગ્રી સેલ્શિયસ ઠંડી પડી રહી છે. નોર્થ પોલમાં 10 ડિગ્રી સેલ્શિયલ નોર્મલ કરતાં સ્હેજ ઉપર હોય છે અને 25 ડિગ્રી સેલ્શિયસ નોર્વેના અન્ય ભાગો કરતાં ઉષ્ણ હોય છે. આર્કટિકની ઉષ્ણતા અને યુરોપમાં સતત ઘટી રહેલા તાપમાન પાછળ ક્લાઇમેટ ચેન્જ જવાબદાર છે? અહીં જાણો તેના જવાબ...

શું આર્કટિક અને યુરોપિયન વેધરની પેટર્ન એકબીજાં સાથે સંકળાયેલી છે?

- અટમોસફેરિક એન્વાયરમેન્ટલ રિસર્ચના સિઝનલ ફોરકાસ્ટિંગ ડાયરેક્ટર અને ક્લાઇમેટોલોજિસ્ટ જુડાન કોહેનના મત અનુસાર, આ પ્રકારની શક્યતાઓ વધારે છે. ડો. કોહેને 2017માં એક સ્ટડી રજૂ કરી હતી. જે અનુસાર, આર્કટિકમાં ઉષ્ણતા નોર્થ હેમ્પશાયરમાંથી આવતા ઠંડા પવન સાથે સંકળાય ત્યારે પોલાર વોર્ટેક્સ (ધ્રુવીય ચક્રવાત) સર્જાય છે.
- પોલાર વોર્ટેક્સ લો-પ્રેશર સિસ્ટમ છે, જે સામાન્ય રીતે નોર્થ પોલમાંથી આવે છે. જ્યારે આ ચક્રવાત સામાન્ય હોય ત્યારે આર્કટિકમાંથી આવતા ઠંડા પવન તેને વધુ મજબૂત બનાવે છે. સામાન્ય તાપમાનમાં આ આર્કટિક વિસ્તારમાં ઉચ્ચ અક્ષાંશો પર ઠંડી હવા લોક થઇ જાય છે. પોલાર વોર્ટેક્સની સરખામણીએ આર્કટિક હવા
- ધ્રુવીય ચક્રવાતની સરખામણીએ નોર્થ પોલના બાકીના ભાગમાંથી ઠંડી આર્કટિક હવા પાછી ખેંચી લે છે. આ સિવાય કેટલાંક સંજોગોમાં પોલાર વોર્ટેક્સ મંદ પડે છે અને તેમાંથી કોલ્ડ એર (ઠંજી હવા) બહાર નિકળી જાય છે. જેના કારણે આર્કટિકમાં તાપમાન સામાન્ય રહે છે.
- નોર્થ પોલમાં સામાન્ય સંજોગોમાં આ પ્રકારે પોલાર વોર્ટેક્સ સર્જાતા જ રહે છે. પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે આર્કટિકનું તાપમાન ઉષ્ણ થવાના કારણે વોર્ટેક્સ વધુ નબળું પડે છે.

આગળની સ્લાઇડમાં જાણો, જ્યારે પોલાર વોર્ટેક્સ શા માટે નબળું પડે છે?

How Europe Was Colder Than the North Pole This Week?

પોલાર વોર્ટેક્સ શા માટે નબળું પડે છે? 


- પોલાર વોર્ટેક્સના ટ્રીગરને આર્કટિક ઉષ્ણતા કેવી રીતે અસર કરે છે તે મુદ્દે હજુ પણ રિસર્ચ ચાલુ છે. 
- ડો. કોહેન સહિત અન્ય રિસર્ચર્સ અનુસાર, સમુદ્રનો બરફ પિઘળવાના કારણે અને સાઇબિરિયામાં સ્નો કવરની ઉણપના કારણે ગ્લોબલ વોર્મિંગની સ્થિત સર્જાઇ છે. 
- સી આઇસ અને સ્નો ઘટવાના કારણે નોર્થ રશિયાના બેરેન્ટ્સ સીર અને કારા સી ઉપર હાઇ પ્રેશર પેટર્ન સર્જાય છે. આ હાઇ પ્રેશર પોલાર વોર્ટેક્સના લો પ્રેશનને નબળું કરી દે છે. 
- જો કે, આ મુદ્દે પણ સાયન્ટિફિક રિસર્ચ ચાલી રહ્યા છે કે, આ સિવાય અન્ય ક્યા કારણોસર પોલાર વોર્ટેક્સ નબળું પડે છે. 
- ક્લાઇમેટ ચેન્જ માટે સાયન્ટિસ્ટ્સના જણાવ્યા અનુસાર, મનુષ્યો 97 ટકા જવાબદાર છે. 

 

આગળની સ્લાઇડમાં જાણો, પોલાર વોર્ટેક્સ નબળું પડે ત્યારે શું થાય છે? 

How Europe Was Colder Than the North Pole This Week?

શું થાય છે જ્યારે પોલાર વોર્ટેક્સ નબળું પડે છે? 


- જ્યારે પોલાર વોર્ટેક્સ નબળું પડે ત્યારે ઠંડી હવાને બહાર નિકળવાનો રસ્તો મળે છે અને તે સાઉથ તરફ વળે છે. 
- ડો. કોહેને જણાવ્યું કે, કદાચ આ જ કારણો છે કે, ડિસેમ્બર અને જાન્યુઆરીના શરૂઆતના દિવસોમાં યુએસના નોર્થ અને ઇસ્ટના કેટલાંક વિસ્તારોમાં રેકોર્ડબ્રેક તાપમાન રહ્યું. 
- કોહેનના જણાવ્યા અનુસાર, હાલના દિવસોમાં યુરોપ જે પ્રકારે રેડ એલર્ટ જાહેર કરવું પડે તેવી ઠંડીનો સામનો કરી રહ્યું છે તેની પાછળ પોલાર વોર્ટેક્સ જ જવાબદાર છે. અહીંની ઠંડી માટે પોલાર વોર્ટેક્સ નબળું પડ્યું છે એટલું જ નહીં તે બે ભાગમાં વહેંચાઇ ગયું છે. 
- જેમાંથી એક ભાગ નોર્થ યુરેશિયા તરફ છે અને યુરોપમાં તેની અસર જોવા મળે છે. યુરોપમાં આ વોર્ટેક્સને 'બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ'નું નામ આપવામાં આવ્યું છે. જ્યારે બીજો ભાગ નોર્થ વેસ્ટર્ન કેનેડામાં છે. જેના કારણે યુનાઇટેડ સ્ટેટમાં માર્ચ મહિનામાં પણ ઠંડી પડી રહી છે. 

 

આગળની સ્લાઇડમાં જાણો, ડો. કોહેનની રેફ્રિજરેટરની થિયરી... 

How Europe Was Colder Than the North Pole This Week?

- આ અંગેની વધુ સમજ માટે ડો. કોહેને રસોડાંના રેફ્રિજરેટરનું ઉદાહરણ આપ્યું છે. 
- જ્યારે ફ્રીજનો દરવાજો બંધ હોય છે ત્યારે રસોડાંનું વાતાવરણ ઠંડું રહે છે. પરંતુ જ્યારે તમે ફ્રીજનો દરવાજો ખુલો ત્યારે તેમાંથી ઠંડી હવા બહાર આવે છે. 
- કારણ કે, ફ્રીજ બંધ હોય તે દરમિયાન ઠંડી હવા તેમાં ભરાઇ ગઇ હોય છે. આ ઠંડી હવામાં બહારની ગરમ હવા ફ્રીજની હવામાં તાત્કાલિક ભરાઇ જાય છે. આ જ વાત આર્કટિકમાં લાગુ પડે છે. 
- આર્કટિક ઉષ્ણ હોવાના કારણે તે સતત ફરતું રહે છે. 

 

X
How Europe Was Colder Than the North Pole This Week?
How Europe Was Colder Than the North Pole This Week?
How Europe Was Colder Than the North Pole This Week?
How Europe Was Colder Than the North Pole This Week?
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App