Home » International News » Latest News » International » Ujet Launches A Folding Smart Scooter

આ છે 32 કિલોનું સ્કૂટર, રસ્તા પર દોડ્યા પછી થઈ જશે ફોલ્ડ

Divyabhaskar.com | Updated - Jan 19, 2018, 08:24 PM

સ્કૂટરનો વજન માત્ર 32 Kg છે. ઓછું વજન અને સરળતાથી ફોલ્ડ થઈ જતા આ સ્કૂટરને સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે

  • Ujet Launches A Folding Smart Scooter
    લાસ વેગસમાં ચાલી રહેલા દુનિયાનાં સૌથી મોટા ઈલેક્ટ્રિક કન્સ્યૂમર ઇલેક્ટ્રૉનિક્સ શો (CES)માં એક અલગ જ સ્કૂટર રજૂ કરવામાં આવ્યું છે. લક્ઝમબર્ગની કંપનીએ ફોલ્ડ કરી શકાય એવું યૂજેટ સ્કૂટર રજૂ કર્યું છે. યૂજેટની સારી ડિઝાઈન અને એસિમેટ્રિક(અસમરૂપ) ફ્રેમ મુજબ બનાવવામાં આવ્યું છે જેને સરળતાથી ફોલ્ડ કરી શકાય છે. આ સ્કૂટરનો વજન માત્ર 32 Kg છે. ઓછું વજન અને સરળતાથી ફોલ્ડ થઈ જતા આ સ્કૂટરને સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે. આ સ્કૂટર વજનમાં હલકું હોવાની સાથે તેમાં એડવાંસ એલોય અને કાર્બનફાઈબરના પાર્ટસ આ સ્કૂટરમાં લગાવવામાં આવ્યા છે. યૂજેટમાં એડેપ્ટિવ LED હેડલાઈટની સાથે LED બ્રેક લાઈટ અને પાછળની ટેલલાઈટ પણ આ સ્કૂટરમાં આપવામાં આવી છે.આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં 1 ઈકો 2.નોર્મલ 3. સ્પોર્ટ મોડમાં રાઈડ કરી શકાશે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ