1

Divya Bhaskar

Home » International News » Latest News » International » los angeles california female robber targeting small neighborhood market

ચોરી કરવા મહિલાએ અપનાવી નવી રીત, 2 મહિનામાં આવી રીતે કરી 6 ચોરી

Divyabhaskar.com | Last Modified - Mar 21, 2018, 07:24 PM IST

અમેરિકાથી આવેલા આ વીડિયોમાં એક મહિલા શોપિંગ સેન્ટરમાં કૅશ કાઉન્ટર લૂંટી લે છે.

  • ચોરી કરવા માટે ચોર અલગ અલગ વેશ અને માસ્કનો ઉપયોગ કરતા રહે છે. આ રીતે જ ચોરીનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. અમેરિકાથી આવેલા આ વીડિયોમાં એક મહિલા શોપિંગ સેન્ટરમાં કૅશ કાઉન્ટર લૂંટી લે છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં મહિલા શોપિંગ સેન્ટરમાં ઘૂસી આવે છે. પછી કેશ કાઉન્ટર પર ઊભેલી મહિલા સામે બંદૂક તાણે છે. અને કેશિયર. મહિલા ગભરાઈને તે ચોરટી મહિલાને પૈસા આપે છે. આ ચોરી કરનાર મહિલાએ પોતાનો વેશ બદલીને આવી હતી. પોતાનો હુલિયો બદલવા માટે એણે માથા પર વિગ પહેરી હતી. આ વીડિયો લોસ એન્જલસ પોલીસે 16 માર્ચે રિલીઝ કર્યો હતો. એક રિપોર્ટ મુજબ 40-50 વર્ષની આ મહિલા 2 મહિનામાં 6 ચોરી કરી ચૂકી છે. જોકે આ મહિલા હજી પોલીસની પકડમાં આવી નથી.
    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending