Home » International News » Latest News » International » Inside stomach Noodle digestion effect

નૂડલ્સ ખાધા પછી પેટમાં શું થાય છે? કેમેરામાં દેખાઈ ડરામણી હકીકત

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 04:26 PM

અમેરિકાના ડૉક્ટરનો સ્ટડી દુનિયા માટે આંખો ઊઘાડનારો

  • હૅલ્થ ડૅસ્કઃ પ્રોસેસ્ડ નૂડલ્સ ખાધા પછી પેટના શું હાલ થાય છે તે જોઈ શકાય છે. અમેરિકાની મેસ્સેચ્યુસેટ્સ જનરલ હૉસ્પિટલના ગેસ્ટ્રો સર્જન ડૉ. બ્રેડન કોના સ્ટડીમાં ચોકાવનારી હકિકત સામે આવી છે. ડૉ. કોએ નૂડલ્સ ખાધા પછી એક વ્યક્તિના પેટમાં કેપ્સૂલ સાઈઝનો કેમેરા ઊતાર્યો હતો. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પ્રીઝર્વેટિવને કારણે પ્રોસેસ્ડ નૂડલ્સનું યોગ્ય રીતે પાચન થઈ શકતું નથી. વીડિયોમાં જૂદા જૂદા બે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, બે કલાક બાદ પણ જઠર પ્રોસેસ્ડ નૂડલ્સને તોડી શકતું નથી, જ્યારે હોમ મેડ નૂડલ્સ આસાનીથી પચતા જોઈ શકાય છે. ચાર કલાક અને છ કલાક બાદ પણ પ્રોસેસ્ડ નૂડલ્સની સ્થિતિ કંઈક આવી જ રહી હતી. ડૉ. કોએ 32 કલાકનું રેકોર્ડિંગ કર્યું હતું, જો કે, આટલા કલાક બાદ પણ પ્રોસેસ્ડ નૂડલ્સનું યોગ્ય પાચન થયું ન હતું. FDAના મતે નૂડલ્સમાં ટેર્ટીઅરી બ્યુટીલ હાઈડ્રોક્વિન જેવા પ્રીઝર્વેટિવ હોય છે, જે પરફ્યુમમાં વપરાય છે. આ પ્રિઝર્વેટિવ શરીરના અવયવનોને નબળાં પાડે છે અને લાંબે ગાળે કેન્સર નોતરે છે. આ ઉપરાંત નૂડલ્સમાં ટોબેકો પ્રોડક્ટમાં વપરાતું પ્રોપીલેન ગ્લાયકોલ, સોડિયમ અને મોનોસોડિયમ ગ્લુટામેટ પણ હોય છે. જે હાર્ટ એટેક અને ડાયાબિટીસ જેવા રોગ નોતરે છે. થોડા વર્ષો પૂર્વે ડૉક્ટર કોએ આ સ્ટડી કર્યો હતો. વીડિયો ભલે જૂનો હોય પણ હકિકત જોતા નૂડલ્સ ખાતા ચેતવું જરૂરી છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending