શું તમે જાણો છો હૅલમૅટ પહેરાવાનો બીજો ફાયદો?

2016માં દેશમાં કુલ 4 લાખ 81 રોડ ઍક્સિડન્ટ થયા હતા. જેમાં લગભગ 1 લાખ 51 હજાર લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા.

DivyaBhaskar.com | Updated - Mar 07, 2018, 08:28 PM
helmet will protect you from spine injury see research
ઇન્ટરનૅશનલ ડૅસ્કઃ ગુજરાતના બોટાદના રંઘોળા પાસે થયેલાં રોડ ઍક્સિડન્ટમાં 31 લોકોના જીવ ગયા હતા. કમનસીબે રોડ ઍક્સિડન્ટ્સ ભારતમાં હવે રોજિંદી ઘટના બની ગઈ છે. ભારતમાં દર કલાકે રોડ ઍૅક્સિડન્ટમાં લગભગ 17 લોકો જીવ ગુમાવે છે. વર્ષ 2016માં દેશમાં કુલ 4 લાખ 81 રોડ ઍક્સિડન્ટ થયા હતા. જેમાં લગભગ 1 લાખ 51 હજાર લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા. તેમાં ઘણે અંશે વાહનચાલકોની ભૂલ અને બેજવાબદારી પણ કારણભૂત હોય છે. એમાંય ટુ વ્હીલર ચલાવતી વ્યક્તિ માટે પરિસ્થિતિ ઓર જોખમી બની જાય છે. હેલમેટ માત્ર માથાનો જ બચાવ કરે છે એવું જરાય નથી. લેટેસ્ટ રિસર્ચ કહે છે કે રોડ ઍૅક્સિડન્ટ સમયે હૅલમૅટ માથા ઉપરાંત કરોડરજ્જુનો પણ બચાવ કરે છે. અમેરિકાની વિસ્કોનસિન યુનિવર્સિટીએ આ રિસર્ચ કર્યું છે. રોડ ઍક્સિડન્ટમાં સૌથી વધારે ખતરો કરોડરજ્જુમાં ઇજા થવાનો હોય છે. રિસર્ચમાં સામે આવ્યું કે હૅલમૅટ પહેરીને થયેલાં ઍસ્કિડન્ટમાં કરોડરજ્જુમાં ઇજાની શક્યતા ખૂબ ઓછી હોય છે. રિસર્ચ મુજબ જો કરોડરજ્જુમાં ઇજા થાય તો તે વ્યક્તિ માટે ખૂબ જ ઘાતક નીવડે છે. જેને લીધે વ્યક્તિને લકવા જેવી ગંભીર સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જો રોડ ઍક્સિડન્ટમાં ટુ વ્હીલર ચાલક હેલમૅટ પહેરે તો, તે કરોડરજ્જુમાં થતી ઇજાથી બચી શકે છે. માટે કરોડરજ્જુની ઇજાથી બચવા ટુ વ્હીલર ચાલકે હૅલમૅટ એચુક પહેરવું જોઈએ. અમૅરિકન વિશેષજ્ઞો દ્વારા કરાયેલી આ શોધમાં કહેવામાં આવ્યું છે કે હેલમેટથી સર્વાઇકલ સ્પાઇનલ ઇન્જરી (CSI)નો ખતરો પણ ખૂબ જ ઘટી જાય છે.

X
helmet will protect you from spine injury see research
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App