Home » International News » Latest News » International » Five-Year-Old Fell From Third Floor. How Heroic Cop Saved Him

ત્રીજા માળેથી નીચે પટકાવા છતાં બાળક કેવી રીતે બચ્યું?

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 09:00 PM

પાંચ વર્ષનું બાળક ત્રીજા માળની બાલ્કનીમાં લટકાઈ ગયું હતું

  • Five-Year-Old Fell From Third Floor. How Heroic Cop Saved Him
    ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઈજિપ્તની રાજધાની કૈરોની દક્ષિણે આવેલા એસ્યુટ શહેરમાં એક શૉકિંગ ઘટના બની. પાંચ વર્ષનું બાળક ત્રીજા માળની બાલ્કનીમાં લટકાઈ ગયું હતું. સદનસીબે ત્યારે બાલ્કનીની નીચે ત્રણ પોલીસ અધિકારીઓ બેંકની ચોકી કરી રહ્યા હતા. તે પોલીસ અધિકારીઓની નજર બાલ્કની પર લટકી રહેલાં બાળક પર પડી. બાળકને બચાવવા માટે એક પોલીસ અધિકારીએ નજીકમાં સુકાઈ રહેલા ધાબળામાં બાળકને કેચ કરવાનો પ્રયત્ન કર્યો. પણ, તે શક્ય ન થતાં બીજા પોલીસ અધિકારીએ બાળકને હાથમાં કેચ કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાં જ બાળક નીચે પડ્યું અને પોલીસ અધિકારીના હાથમાં આવી ગયું. પોલીસ અધિકારી પણ બાળકના ધક્કાથી નીચે પડ્યા. જોકે તે બાળક સીધું જમીન પર ન પટકાયું એટલે તેને કશી ઇજા પણ ન પહોંચી. હા, તે પોલીસ અધિકારીને સામાન્ય ઇજા થઈ હતી ખરી. આ બાળક કેવી રીતે બાલ્કનીમાં લટક્યું અને તે વખતે તેનાં માતા-પિતા ક્યાં હતાં તે જાણવા નથી મળ્યું. પરંતુ જો તે વખતે બહાદુર પોલીસ અધિકારીઓ નીચે ન હોત તો તે બાળક બચી શક્યું ન હોત.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ