1

Divya Bhaskar

Home » International News » Latest News » International » Cambridge Analyticas Whistleblower Became Facebooks Unlikely Foil

આ વ્યક્તિ દ્વારા ફેસબુક ડેટા ચોરીનું કૌભાંડ બહાર આવ્યું

Divyabhaskar.com | Last Modified - Mar 24, 2018, 12:05 PM IST

ફેસબુકનો ડેટા ચોરી કરનાર કંપનીનાં ભૂતપૂર્વ કર્મચારીએ જ બહાર પાડ્યું કૌભાંડ

  • આ વ્યક્તિ દ્વારા ફેસબુક ડેટા ચોરીનું કૌભાંડ બહાર આવ્યું

    ‘કેમ્બ્રિજ એનાલિટિકા’ની ડેટા ચોરીના મામલે ફેસબુકની હાલત શિકારી ખુદ યહાં શિકાર હો ગયા જેવી થઈ છે. 5 કરોડ લોકોના ડેટા ચોરીની વાત સાથે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે પણ વાત સ્વીકારી અને માફી માગી છે. હવે વાત એ છે કે આ ડેટા ખરેખર ચોરી કેવી રીતે થયો?.

    ડેટા ચોરી થવા પાછળનું શું કારણ છે આવો જાણીએ. ફેસબુક ડેટા ચોરીકાંડના મૂળમાં ‘કેમ્બ્રિજ એનાલિટિકા’ નામની એક બ્રિટિશ કંપની છે. કેમ્બ્રિજ એનાલિટીકા લંડનસ્થિત કંપની છે. આ કંપની 2013માં સ્ટીવ બૅનન અને રોબર્ટ મર્સરે સ્થાપી હતી. કંપનીમાં જે કામ થાય છે તે હેન્ડલ કરે છે.

    કંપનીના સી.ઇ.ઓ એલેક્ઝાન્ડર નીક્સ. આ કંપનીનું કામ છે મોટા પાયે ડેટા એનાલિસિસ કરવાનું જંગી ડેટાનું એનાલિસિસ કરવા માટે કંપની અન્ય માર્કેટિંગ કંપનીઓ અને સોશિયલ મીડિયા પરથી ડૅટા મેળવે છે. કંપની મોટા બિઝનેસમેન અને પોલિટિકલ પાર્ટીઓ માટે મહત્ત્વનો ડેટા ભગા કરવાનું અને એડ કેમ્પેઇનિંગનું કામ કરે છે.

    કેમ્બ્રિજ એનાલિટીકા કંપની વધારે ચર્ચામાં ત્યારે આવી જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના જીતવા પાછળ આ કંપનીનો મોટો ફાળો હોવાની વાત બહાર આવી. તેની પાછળનું કારણ એવું છે કે ટ્રમ્પના ઇલેક્શન કેમ્પેઇનિંગ કરવા માટે આ કંપનીને હાયર કરવામાં આવી હતી. કેમ્બ્રિજ એનાલિટીકા કંપની પર જે ડેટા લીકનો આરોપ છે તે ફેસબુકના 5 કરોડ લોકોનો ડેટા ચોરી કરીને ડોનલ્ડ ટ્રમ્પને જીતાડવામાં મદદ કરી હતી.

    કેમ્બ્રિજ એનાલિટીકાએ કેવી રીતે આ ડેટા પ્રાપ્ત કર્યો એ વાત પણ ઇન્ટરેસ્ટિંગ છે. અમેરિકાની કેમ્બ્રિજ યુનિવર્સિટીના સાઇકોલોજીના પ્રોફેસર એલેક્ઝાન્ડર કોગનની એક કંપની છે - કંપનીનું નામ છે ‘ગ્લોબલ સાયન્સ રિસર્ચ’ કોગનની કંપનીએ કેમ્બ્રિજ એનાલિટીકા કંપની સાથે ડીલ કરી. કોગનની કંપનીએ 2014માં એક એપ ડેવલપ કરી.

    આ એપનું નામ છે ‘thisisyourdigitallife’. આ એપની મદદથી ફેસબુક યુઝર્સને એક સાઇકોલોજિકલ ક્વિઝમાં ભાગ લેવાનું આમંત્રણ આપવામાં આવ્યું. એટલું જ નહીં આ ફેક સાઇકોલોજિકલ ક્વિઝમાં 2 લાખ 70 હજાર યુઝર્સે ભાગ પણ લીધો. આ ક્વિઝના માધ્યમથી કોગનની કંપનીએ આ ફેસબુક યુઝરનો પર્સનલ ડેટા ચોરી કરી લીધો સાથે આ યુઝર્સના ફ્રેન્ડ લિસ્ટમાં જઇને તેમનો ડેટા પણ હેક કરાયો. આ ચોરી કરેલો ડેટા ડીલ પ્રમાણે કોગનની કંપનીએ કેમ્બ્રિજ એનાલિટીકાને આપ્યો. ફેસબુક ડેટા ચોરીની ઘટના બહાર કેવી રીતે આવી?

    ડેટા ચોરીનું કૌભાંડ બહાર લાવનાર બીજું કોઇ નહીં પરંતુ કેમ્બ્રિજ એનાલિટીકા કંપનીનો જ એક ભૂતપૂર્વ કર્મ ચારી છે. આ વ્યક્તિનું નામ છે ક્રિસ્ટોફર વિલી જેણે અગાઉ 2016માં પણ ફેસબુક ડેટા ચોરીની વાત કરી હતી પરંતુ તે કોઇએ ધ્યાન પર ના લીધી. જોકે ક્રિસ્ટોફરે 2014માં આ કંપનીને છોડી દીધી હતી. ક્રિસ્ટોફરે ખુલાસો કર્યો છે કે 5 કરોડ એફ.બી. યુઝર્સની અંગત માહિતી ખોટી રીતે પ્રાપ્ત કરી છે. આ માહિતીનો ઉપયોગ અમેરિકન વોટર્સને ઇન્ફ્લુઅન્સ કરવા માટે થયો હતો.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending