ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» 11 Foot Python Devours Deer Heavier Than Itself

  14 કિલોનો અજગર 16 કિલોના હરણને ગળી ગયો!

  DivyaBhaskar.com | Last Modified - Mar 06, 2018, 06:43 PM IST

  અજગરનું વજન કરવામાં આવ્યું ત્યારે તે થયું 14.29 કિલોગ્રામ, જ્યારે એણે ગળેલા હરણનું વજન હતું 16 કિલોગ્રામ.
  • 14 કિલોનો અજગર 16 કિલોના હરણને ગળી ગયો!
   ઇન્ટરનૅશનલ ડૅસ્કઃ અમેરિકાના ફ્લોરિડાનાં કોલિયર સેમિનોલ સ્ટેટ પાર્કમાં હમણાં એક શૉકિંગ ઘટના બની. ત્યાંના વાઇલ્ડ લાઇફ રિસર્ચરો આ પાર્કમાં રિસર્ચ માટે નીકળ્યા હતા. રસ્તામાં એમને મરણાસન્ન હાલતમાં પડેલો અજગર નજરે ચડ્યો. અજગરનું મોં ભયંકર હદે ફૂલી ગયું હતું. અત્યંત વ્યાકુળ અવસ્થામાં અમળાઈ રહેલા અજગરને જોઇને રિસર્ચરોને દાળમાં કાળું લાગ્યું. થોડી વાર થઈ ત્યાં અજગરે જાતે જ પેટમાંથી શિકાર ફરી પાછો બહાર કાઢવા માંડ્યો. બહાર આવેલો શિકાર જોઇને સંશોધકોને પણ આઘાત લાગ્યો. તે અજગરે નાની સાઇઝનું આખેઆખું હરણ પેટમાં પધરાવેલું!. પાછળથી જ્યારે આ અજગરનું વજન કરવામાં આવ્યું ત્યારે તે થયું 14.29 કિલોગ્રામ. જ્યારે એણે ગળેલા હરણનું વજન હતું 16 કિલોગ્રામ. મતલબ કે અજગર પોતાના કુલ વજન કરતાં પણ ભારેખમ શિકાર ગળ્યો હતો. નૅચરલી, ક્ષમતા કરતાં મોટો કોળિયો પચાવવો એની ક્ષમતા બહારની વાત હતી. બહાર આવ્યા બાદ તે હરણ તો જાણે મૃત્યુ પામ્યું હતું. પરંતુ તે અજગરને પણ આંતરિક અંગોમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. આથી સંશોધકોએ નછૂટકે તેને ઝેરી ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારવું પડ્યું. ત્યારપછી સંશોધકો તે અજગરને ઊંચકીને પ્રયોગશાળામાં લઈ આવ્યા. બર્મીઝ પ્રજાતિનો તે અજગર 11 ફૂટ લાંબો હતો. સિત્તેરના દાયકામાં અમેરિકાના ફ્લોરિડામાં બર્મીઝ અજગર પાળતુ પ્રાણી તરીકે વપરાતા હતા. પછી તેને જંગલમાં છૂટા મૂકી દેવામાં આવ્યા. 20 ફૂટ સુધી લાંબા થતા બર્મીઝ અજગર જંગલમાં રહીને ખૂબ જ આક્રમક બની ગયા. બર્મીઝ અજગર પાણી, ઘાસ અને કાદવ–કીચડવાળા વિસ્તારની નજીક વધારે જોવા મળે છે. અજગર વિશે માન્યતા છે કે તે એક હરણને ગળી જાય તો અજગરને બાર મહિના સુધી ભૂખ નથી લાગતી. જે રીતે બર્મીઝ અજગરે હરણને ગળ્યું તે જોતાં વાઇલ્ડ લાઇફ રિસર્ચરો ચિંતામાં છે. કેમ કે ફ્લોરિડાના આ પાર્કના અન્ય વન્યજીવોનો હરણ મહત્ત્વપૂર્ણ આહારનો સ્રોત છે. અજગર અન્ય વન્યજીવોના આહારના સ્રોતમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 11 Foot Python Devours Deer Heavier Than Itself
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `