દુર્ઘટના / ઈન્ડોનેશિયાના પાપુઆમાં પૂરના કારણે 42 લોકોના મોત, 21 ઘાયલ; 3,000 લોકોનું સ્થળાંતર કરાયું

divyabhaskar.com

Mar 17, 2019, 11:11 AM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
At least 42 dead and 21 injured in floods in Indonesia's Papua News and updates

  • તાત્કાલિક 3,000 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું
  • પાટનગર જયપુરા પાસે સેંતાનીમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું

જકાર્તા: ઈન્ડોનેશિયાના પૂર્વ વિસ્તારમાં આવેલા પાપુઆમાં અચાનક પૂર આવતા 42 લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રવિવારે વહેલી સવારથી પાટનગર જયપુરાના સેંતાનીમાં ભારે વરસાદ થવાના કારણે આ પૂર આવ્યું છે. દુર્ઘટનામાં ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા છે જ્યારે 21 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકોને સુરક્ષીત સ્થાન પર પહોંચાડવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓછામાં ઓછા 3,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ કુદરતી દુર્ઘટના કારણે જાન-માલનું ઘણું નુકસાન થયું હોવાની માહિતી મળી છે.

નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવક્તા પુર્વો નુગ્રોહોએ જણાવ્યું કે, પૂરના કારણે ડઝનથી વધારે મકાનો અને શહેરના 2 બ્રીજ ક્ષતિગ્રસ્ત થયા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, કુદરતી હોનારતનો પ્રભાવ હજી વધી શકે છે અને મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. તપાસ અને બચાવની કાર્યવાહી ચાલુ છે. પૂરના પાણીમાં થોડો ઘટાડો થયો છે અને ઘણાં બધા લોકોનું સુરક્ષીત સ્થાને સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.

ઈન્ડોનેશિયામાં ઘણી વખત પૂર આવતું હોય છે. ખાસ કરીને ઓક્ટોબરથી એપ્રિલના સમયગાળામાં અહીં ચોમાસુ હોય છે અને આ દરમિયાન પૂરની સ્થિતિ ઉભી થતી હોય છે. ગઈ જાન્યુઆરીએ અહીં સુલાવેસી દ્વીપ પર પૂર અને ભૂસ્ખલનના કારણે 70 લોકોના મોત થયા હતા. જ્યારે ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈન્ડોનિશેયાના સુમાત્રા દ્વીપ પર ભારે વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે 25 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં એક મદરેસાના વધુ બાળકોના મોત થયા હતા.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
At least 42 dead and 21 injured in floods in Indonesia's Papua News and updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી