આજથી શરૂ 21મી કોમનવેલ્થ ગેમ્સ: ભારતીય મહિલા હોકી ટીમનો પ્રથમ મુકાબલો

પ્રથમ દિવસે ભારત 5 રમતોમાં સામેલ, ટ્રાયથ્લોનમાં નહીં રમે, જેથી 2 ગોલ્ડની દોડમાંથી બહાર

Agency

Agency

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 03:25 AM
ઓપનિંગ સેરેમની દરમિયાન ઝગમગતું કેરેરા સ્ટેડિયમ
ઓપનિંગ સેરેમની દરમિયાન ઝગમગતું કેરેરા સ્ટેડિયમ
ગોલ્ડ કોસ્ટ: કોમનવેલ્થ ગેમ્સ-2018ની ઓપનિંગ સેરેમની પૂરી થઈ ગઈ છે. ગુરુવારથી સ્પોર્ટ્સ ઇવેન્ટ શરૂ થશે. પ્રથમ દિવસે 13 રમતોના મુકાબલા થશે. જેમાંથી 5 ઇવેન્ટ એવી છે, જેમાં મુકાબલા ગોલ્ડ મેડલ માટે થશે. આ ઇવેન્ટ છે - સાઇક્લિંગ, જિમ્નાસ્ટિક, સ્વિમિંગ, ટ્રાથથ્લોન અને વેટલિફ્ટિંગ. આ રમતોમાં કુલ 19 ગોલ્ડ દાવ પર છે. ટ્રાયથ્લોનના 2 મેડલ છોડી ભારત કુલ 17 ગોલ્ડ માટે જોર લગાવશે.

ભારતની 105 મહિલા ખેલાડી ગેમ્સમાં ભાગ લઈ રહી છે
ભારતનો પ્રથમ મુકાબલો બેડમિન્ટનમાં છે. મિક્સ ટીમ મુકાબલામાં સાઇના નેહવાલ પણ રમશે. જે ભારતીય સમય પ્રમાણે સવારે 4.30 કલાકે શરૂ થઈ જશે. ભારતીય મહિલાઓ પાસે ઇતિહાસ રચવાની તક છે. 2006માં ભારતીય મહિલાઓએ કુલ 13 મેડલ જીત્યા હતા, 2010માં 36, 2014માં 29 મેડલ જીત્યા હતા. 105 મહિલા ખેેલાડીઓની હાજરીમાં 2010નો રેકોર્ડ આ વખતે તોડવાની તક છે.
આજે ભારતીય મહિલા હોકી ટીમનો પ્રથમ મુકાબલો વેલ્સ સામે
ભારતીય મહિલા હોકી ટીમ આજે વેલ્સ સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. સુકાની રાનીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા કોમનવેલ્થ ગેમ્સમાં 12 વર્ષના દુષ્કાળનો અંત કરવાનો પ્રયત્ન કરશે. ભારતીય મહિલાઓએ કોમનવેલ્થ ગેમ્સમાં 2002માં ગોલ્ડ અને 2006માં સિલ્વર જીત્યો હતો. પૂલ-એમાં ભારત, વેલ્સ સિવાય મલેશિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા છે. ભારતે પ્રેક્ટિસ મેચમાં ક્વીસલેન્ડને 5-0થી હરાવ્યું હતું પણ કેનેડા સામે 1-3થી પરાજય થયો હતો. ભારતીય ટીમે બુધવારે લગભગ 45 મિનિટ સુધી પ્રેક્ટિસ કરી હતી. જેમાં પેનલ્ટી કોર્નર બચાવવાની સાથે હરીફ ટીમ પર આક્રમણની રણનિતી પર કામ કર્યું હતું.
આજે ભારતના મુકાબલા
* ભારત VS શ્રીલંકા
ઇવેન્ટ: મિક્સ ટીમ બેડમિન્ટન
સમય: સવારે 4.31 કલાકે
* ભારત VS વેલ્સ
ઇવેન્ટ: મહિલા હોકી
સમય: સવારે 5.02 કલાકે
* ભારત VS જમૈકા
ઇવેન્ટ: મહિલા બાસ્કેટબોલ
સમય: બપોરે 2.03 કલાકે
* ભારત VS પાકિસ્તાન
ઇવેન્ટ: મિક્સ ટીમ બેડમિન્ટન
સમય: બપોરે 2.31 કલાકે
* ભારત VS કેમરુન
ઇવેન્ટ: પુરુષ બાસ્કેટબોલ
સમય: બપોરે 3.30 કલાકે
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ઓસ્ટ્રેલિયાની મહિલા બોક્સરનો રિંગમાં ઉતર્યા વગર મેડલ પાકો....

ઓસ્ટ્રેલિયાની મહિલા બોક્સર ટેલાહ રોબર્ટસ
ઓસ્ટ્રેલિયાની મહિલા બોક્સર ટેલાહ રોબર્ટસ
ઓસ્ટ્રેલિયાની મહિલા બોક્સરનો રિંગમાં ઉતર્યા વગર મેડલ પાકો
 
ઓસ્ટ્રેલિયાની મહિલા બોક્સર ટેલાહ રોબર્ટસને રિંગમાં ઉતર્યા વગ મેડલ પાકો કરી લીધો છે. ટેલાહને 51 કિગ્રા વજન વર્ગમાં સેમિફાઇનલ સુધી રમ્યા વગર જ પ્રવેશ મળ્યો છે. આ વર્ગમાં 7 બોક્સરોએ ઉતરવાનું હતું. હારનાર બે સેમિફાઇનલિસ્ટને બ્રોન્ઝ મેડલ મળશે. સેમિફાઇનલમાં સ્થાન મેળવી ચૂકેલી રોબર્ટસન હવે હારી જશે તો પણ તે બ્રોન્ઝ મેડલ લઈ જશે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, 1500 મેડલ તૈયાર, વજન 163 ગ્રામ સુધી....
1500 મેડલ તૈયાર, વજન 163 ગ્રામ સુધી
1500 મેડલ તૈયાર, વજન 163 ગ્રામ સુધી
1500 મેડલ તૈયાર, વજન 163 ગ્રામ સુધી
 
- કોમનવેલ્સ ગેમ્સની થીમ છે - શેર ધ ડ્રીમ. બોરોબી ગેમ્સનો મેસ્કોટ છે.
- ગેમ્સ માટે મેડલ્સ ઓસ્ટ્રેલિયાના કલાકાર ડેલવની કુકાટૂ કોલિન્સે ગોલ્ડ કોસ્ટ સમુદ્ર તટની ગ્રાફિકલ થીમ પર ડિઝાઈન કર્યો છે.
- ગેમ્સ માટે લગભગ 1500 મેડલ્સ તૈયાર કરાયા છે. બધાનો વ્યાસ 63 મિમી અને વજન 138થી 163 ગ્રામ વચ્ચે છે.
X
ઓપનિંગ સેરેમની દરમિયાન ઝગમગતું કેરેરા સ્ટેડિયમઓપનિંગ સેરેમની દરમિયાન ઝગમગતું કેરેરા સ્ટેડિયમ
ઓસ્ટ્રેલિયાની મહિલા બોક્સર ટેલાહ રોબર્ટસઓસ્ટ્રેલિયાની મહિલા બોક્સર ટેલાહ રોબર્ટસ
1500 મેડલ તૈયાર, વજન 163 ગ્રામ સુધી1500 મેડલ તૈયાર, વજન 163 ગ્રામ સુધી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App