ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» More than 3,000 members of the community converged outside Chatsworth police station

  સા.આફ્રિકાઃ ભારતીય મૂળની બાળકીનું અપહરણ બાદ મોત, 3000 લોકોનું પ્રદર્શન

  divyabhaskar.com | Last Modified - May 29, 2018, 03:36 PM IST

  આરોપીઓએ પીછો થતો અટકાવવા માટે ગોળીઓ ચલાવી, જવાબમાં સામે તરફથી પણ ફાયરિંગ કરવામાં આવ્યું
  • આરોપીઓએ પીછો થતો અટકાવવા માટે ગોળીઓ ચલાવી, જવાબમાં સામે તરફથી પણ ફાયરિંગ કરવામાં આવ્યું
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપીઓએ પીછો થતો અટકાવવા માટે ગોળીઓ ચલાવી, જવાબમાં સામે તરફથી પણ ફાયરિંગ કરવામાં આવ્યું

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ આફ્રિકાના ડરબનમાં ભારતીય મૂળની એક નવ વર્ષીય બાળકીનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના એવા સમયે થઇ જ્યારે બાળકી સાદિયા સુખરેજા પિતાની સાથે કારમાં સ્કૂલે જઇ રહી હતી. તે સમયે બંદૂકધારી 3 લોકોએ તેમની કાર અટકાવી અને પિતાને બહાર કાઢી મુક્યા. અપહરણકારો ત્યારબાદ બાળકી સહિત કાર લઇને ભાગ્યા હતા. પિતાએ સ્થાનિક લોકોની મદદથી આરોપીઓનો પીછો કર્યો. આરોપીઓએ પીછો થતો અટકાવવા માટે ગોળીઓ ચલાવી, જવાબમાં સામે તરફથી પણ ફાયરિંગ કરવામાં આવ્યું. આ દરમિયાન સંદિગ્ધોની કાર એક પાર્કની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ. આ કાર્યવાહીએ એક આરોપીનું મોત થયું, જ્યારે બીજો આરોપી ભાગવામાં સફળ રહ્યો. વળી, બાળકી કારમાં ઘાયલ મળી, તેને ગોળી વાગી હતી. બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. પોલીસે ત્રીજાં અપહરણકર્તાની ધરપકડ કરી લીધી છે. મંગળવારે થયેલી આ ઘટનાના વિરોધમાં 3,000 લોકોને ડરબનના ચેટ્સવર્થ પોલીસ સ્ટેશનની સામે પ્રદર્શન કર્યુ છે.

   3 હજાર લોકોએ કર્યુ વિરોધ પ્રદર્શન

   - ઘટનાના વિરોધમાં ભારતીય મૂળના 3,000થી વધુ લોકોએ ચેટ્સવર્થ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. દેખાવકારોએ જ્યારે પોલીસ સ્ટેશનને ઘેર્યુ તે સમયે ત્યાં વધુ સુરક્ષાકર્મીઓ નહતા. તેથી ભીડે પોલીસ સ્ટેશનની પાસે હોબાળો કર્યો. ટાયર સળગાવ્યા અને તોડફોડ પણ કરી.
   - દેખાવકારોની માંગ હતી કે જ્યાં સુધી પોલીસ ત્રીજાં આરોપીની ધરપકડ નથી કરી લેતી ત્યાં સુધી તેઓ પોલીસ સ્ટેશન સામેથી નહીં હટે.
   - બાદમાં ભીડને વિખેરવા માટે પોલીસે રબરની ગોળીઓ ચલાવી અને ટીયર ગેસ સેલ પણ છોડ્યાં હતા.

   સ્કૂલના બાળકોને નિશાન બનાવી રહ્યા છે અપરાધીઓ

   - સ્થાનિક ક્રાઇમ ફોરમના અધ્યક્ષ મહેન્દ્ર લિલ્લકને કહ્યું કે, આ વિસ્તારમાં ક્રાઇમ ઘણો વધી ગયો છે. અપરાધીઓ હવે સ્કૂલના બાળકોને નિશાન બનાવી રહ્યા છે.
   - સાદિયાના શબના અંતિમ સંસ્કાર આવતીકાલે બુધવારે થશે. પોલીસને આશંકા છે કે, આ દરમિયાન પણ વિરોધ પ્રદર્શન થઇ શકે છે. જેને ધ્યાનમાં રાખીને સમુદાયના નેતાઓને શાંતિ જાળવી રાખવાની અપીલ કરવામાં આવી છે.

  • ઘટનાના વિરોધમાં ભારતીય મૂળના 3,000થી વધુ લોકોએ ચેટ્સવર્થ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટનાના વિરોધમાં ભારતીય મૂળના 3,000થી વધુ લોકોએ ચેટ્સવર્થ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાઉથ આફ્રિકાના ડરબનમાં ભારતીય મૂળની એક નવ વર્ષીય બાળકીનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના એવા સમયે થઇ જ્યારે બાળકી સાદિયા સુખરેજા પિતાની સાથે કારમાં સ્કૂલે જઇ રહી હતી. તે સમયે બંદૂકધારી 3 લોકોએ તેમની કાર અટકાવી અને પિતાને બહાર કાઢી મુક્યા. અપહરણકારો ત્યારબાદ બાળકી સહિત કાર લઇને ભાગ્યા હતા. પિતાએ સ્થાનિક લોકોની મદદથી આરોપીઓનો પીછો કર્યો. આરોપીઓએ પીછો થતો અટકાવવા માટે ગોળીઓ ચલાવી, જવાબમાં સામે તરફથી પણ ફાયરિંગ કરવામાં આવ્યું. આ દરમિયાન સંદિગ્ધોની કાર એક પાર્કની પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ. આ કાર્યવાહીએ એક આરોપીનું મોત થયું, જ્યારે બીજો આરોપી ભાગવામાં સફળ રહ્યો. વળી, બાળકી કારમાં ઘાયલ મળી, તેને ગોળી વાગી હતી. બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. પોલીસે ત્રીજાં અપહરણકર્તાની ધરપકડ કરી લીધી છે. મંગળવારે થયેલી આ ઘટનાના વિરોધમાં 3,000 લોકોને ડરબનના ચેટ્સવર્થ પોલીસ સ્ટેશનની સામે પ્રદર્શન કર્યુ છે.

   3 હજાર લોકોએ કર્યુ વિરોધ પ્રદર્શન

   - ઘટનાના વિરોધમાં ભારતીય મૂળના 3,000થી વધુ લોકોએ ચેટ્સવર્થ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. દેખાવકારોએ જ્યારે પોલીસ સ્ટેશનને ઘેર્યુ તે સમયે ત્યાં વધુ સુરક્ષાકર્મીઓ નહતા. તેથી ભીડે પોલીસ સ્ટેશનની પાસે હોબાળો કર્યો. ટાયર સળગાવ્યા અને તોડફોડ પણ કરી.
   - દેખાવકારોની માંગ હતી કે જ્યાં સુધી પોલીસ ત્રીજાં આરોપીની ધરપકડ નથી કરી લેતી ત્યાં સુધી તેઓ પોલીસ સ્ટેશન સામેથી નહીં હટે.
   - બાદમાં ભીડને વિખેરવા માટે પોલીસે રબરની ગોળીઓ ચલાવી અને ટીયર ગેસ સેલ પણ છોડ્યાં હતા.

   સ્કૂલના બાળકોને નિશાન બનાવી રહ્યા છે અપરાધીઓ

   - સ્થાનિક ક્રાઇમ ફોરમના અધ્યક્ષ મહેન્દ્ર લિલ્લકને કહ્યું કે, આ વિસ્તારમાં ક્રાઇમ ઘણો વધી ગયો છે. અપરાધીઓ હવે સ્કૂલના બાળકોને નિશાન બનાવી રહ્યા છે.
   - સાદિયાના શબના અંતિમ સંસ્કાર આવતીકાલે બુધવારે થશે. પોલીસને આશંકા છે કે, આ દરમિયાન પણ વિરોધ પ્રદર્શન થઇ શકે છે. જેને ધ્યાનમાં રાખીને સમુદાયના નેતાઓને શાંતિ જાળવી રાખવાની અપીલ કરવામાં આવી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: More than 3,000 members of the community converged outside Chatsworth police station
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `