તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • He Made Offensive Comments On Social Media Over The Ongoing Rescue And Relief Efforts In Flood hit Kerala

ઓમાનઃ કેરળના પૂર પીડિતોને લઇ અપમાનજનક ટિપ્પણી કરનાર કર્મચારી સસ્પેન્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઓમાનની એક કંપનીમાં કામ કરી રહેલા રાહુલ ચેરુ પલાયટ્ટૂએ કેરળના પૂર પીડિતોને લઇને સોશિયલ મીડિયામાં અસંવેદનીશીલ કોમેન્ટ કરી છે. કોમેેેન્ટ બાદ રાહુલને કંપનીએ સસ્પેન્ડ કરી દીધો છે. મૂળ કેરળનો રાહુલ યુએઇની કંપનીની લુલુ ગ્રુપ ઓફ ઇન્ટરનેશનલમાં કેશિયરના પદ પર કાર્યરત હતા. કંપનીના માલિક પણ મૂળ કેરળથી છે. તેઓને પૂર પીડિતો માટે 17.5 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. 

 

શું કરી હતી કોમેન્ટ?

 

-  હકીકતમાં એક વ્યક્તિએ કેરળ પૂર પીડિતોને સેનેટરી નેપ્કિનની જરૂર છે કે, નહીં તે અંગેની પૂછપરછ કરતી પોસ્ટ કરી હતી. જેમાં રાહુલે કોમેન્ટ કરી હતી કે, 'શું લોકોને કોન્ડોમની પણ જરૂરી છે?'

- રાહુલની આ મજાકના કારણે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને તેની કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. 

 

તાત્કાલિક મોકલ્યો લેટર 


- ખલીજ ટાઇમ્સ અનુસાર, કંપનીના એચઆર મેનેજર નસ્ર મુબારક સલેમ અલ માવલી તરફથી મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું કે, તમારી સેવાઓને તત્કાળ પ્રભાવથી ખતમ કરવામાં આવે છે. 
- તેનું મુખ્ય કારણ કેરળના પૂરને લઇને સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા અસંવેદનશીલ ટિપ્પણી છે. તમે તમારી તમામ જવાબદારીઓ તમારાં રિપોર્ટિંગ મેનેજરને સોંપી દો અને તમારાં ફાઇનલ સેટલમેન્ટ માટે એકાઉન્ટ્સ વિભાગને સંપર્ક કરો. 


વીડિયો પોસ્ટ કરીને માફી માંગી 


- રાહુલે રવિવારે કહ્યું, મેં જે કર્યુ તેના માટે માફી માંગુ છું. મારાથી બહુ મોટી ભૂલ થઇ છે. જ્યારે મેં ટિપ્પણી કરી તે સમયે મને આ વાતનો બિલકુલ અંદાજ નહતો. 
- લુલુ ગ્રુપના ચીફ કોમ્યુનિકેશન ઓફિસર વી નંદકુમારે કહ્યું, અમે તાત્કાલિક રાહુલને નોકરીમાંથી કાઢવાનો નિર્ણય કર્યો જેથી સમાજમાં સંદેશ જઇ શકે. અમારી કંપની હંમેશા માનવીય મૂલ્યોની સાથે છે. 
- લુલુ ગ્રુપના માલિક એમએ યુસુફ અલી પોતે કેરળથી છે. તેઓએ પૂર પીડિતોની સહાયતા માટે 9.23 મિલિયન યુએઇ દિરહમ (અંદાજિત સાડા 17 કરોડ રૂપિયા) દાન કર્યા છે. 
- યુએઇ સરકારે પણ કેરળમાં પૂર પીડિતોને રાહત પહોંચાડવા માટે એક કમિટીની સ્થાપના કરી છે. 

અન્ય સમાચારો પણ છે...