યુકે / બ્રિટનમાં હેલ્થ સરચાર્જ બમણો કરતા ભારતીય ડોક્ટરોનો વિરોધ, ઝૂંબેશ આદરી

બ્રિટને એપ્રિલ 2015માં ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ શરૂ કર્યુ હતું. (ફાઇલ)
બ્રિટને એપ્રિલ 2015માં ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ શરૂ કર્યુ હતું. (ફાઇલ)
X
બ્રિટને એપ્રિલ 2015માં ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ શરૂ કર્યુ હતું. (ફાઇલ)બ્રિટને એપ્રિલ 2015માં ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ શરૂ કર્યુ હતું. (ફાઇલ)

  • 2018માં સરચાર્જને 200 પાઉન્ડ વધારીને 400 પાઉન્ડ (અંદાજિત 36 હજાર 800 રૂપિયા) પ્રતિ વર્ષ કરી દીધો છે.

divyabhaskar.com

Feb 11, 2019, 11:43 AM IST

લંડનઃ બ્રિટનમાં ભારતીય ડોક્ટરો અને ચિકિત્સા સેવા સાથે જોડાયેલા પ્રોફેશનલ્સે હેલ્થ સરચાર્જના વિરોધમાં અભિયાન શરૂ કર્યુ છે. તેઓએ બ્રિટનમાં કામ કરતા યુરોપિયન સંઘની બહારના ડોક્ટરો પર નાખેલા સરચાર્જને બગણો કરવાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. બ્રિટને એપ્રિલ 2015માં ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ શરૂ કર્યુ હતું. 
 

સરચાર્જ બમણો થતાં ડોક્ટરો સડક પર

ડિસેમ્બર 2018માં સરચાર્જને 200 પાઉન્ડ વધારીને 400 પાઉન્ડ (અંદાજિત 36 હજાર 800 રૂપિયા) પ્રતિ વર્ષ કરી દીધો છે. આ સરચાર્જ વર્કિંગ, એજ્યુકેશન અને ફેમિલી વિઝા પર બ્રિટનમાં છ મહિનાથી વધુ સમય પર રહેનારા લોકો પર લગાવવામાં આવે છે. બ્રિટનમાં ભારતીય ડોક્ટરોનું પ્રતિનિધિત્વ કરનારી સંસ્થા બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઇન્ડિયન ઓરિજિન (BAPIO) સરચાર્જ પર પુનઃવિચાર કરવા માટે ગૃહ વિભાગમાં લોબિંગ કરી રહી છે. 
સંસ્થાની દલીલ છે કે, નેશનલ હેલ્થ સર્વિસમાં સ્ટાફની ઉણપને પુરી કરવા માટે ભારતમાંથી સ્વાસ્થ્ય સેવા પ્રોફેશનલ્સને ભરતી કરવાના પ્રયાસ પર પ્રતિકૂળ અસર પડશે. બીએપીઆઇઓ અનુસાર, નેશનલ હેલ્થ સર્વિસના 11 ક્લિનિકલ પદોમાંથી એક ખાલી છે. જ્યારે નર્સિંગમાં આઠમાંથી એક પદ ખાલી છે. ખાલી પડેલી જગ્યાઓની આ સંખ્યા 2030 સુધી અઢી લાખની આસપાસ પહોંચી શકે છે. ભારત જેવા દેશોના ડોક્ટરો, નર્સો અને અન્ય સ્વાસ્થ્ય સેવા પ્રોફેશનલ્સને બ્રિટનની મેડિકલ સિસ્ટમનું બેકબોન (કરોડરજ્જુ) ગણાય છે.  
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી