ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Latest News » International» India says Pakistan is a failed state as Kashmir issue raised in UN Human Rights Council

  આતંકીઓને છાવરતો દેશ અમને સલાહ ન આપેઃ પાક.ને ભારતનો તમાચો

  Divyabhaskar.com | Last Modified - Mar 11, 2018, 10:05 AM IST

  યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલમાં ભારતે શનિવારે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને કડક અંદાજમાં જવાબ આપ્યો હતો.
  • યુએન મિશનમાં ભારતના સેક્રેટરી મિની દેવી કુમામે કહ્યું હતું કે ઓસામા બિન લાદેન અને હાફિઝ સૈયદ જેવાં આતંકીઓને પનાહ આપનાર દેશ અમને લોકતંત્રનો પાઠ ન ભણાવે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુએન મિશનમાં ભારતના સેક્રેટરી મિની દેવી કુમામે કહ્યું હતું કે ઓસામા બિન લાદેન અને હાફિઝ સૈયદ જેવાં આતંકીઓને પનાહ આપનાર દેશ અમને લોકતંત્રનો પાઠ ન ભણાવે.

   જિનિવાઃ યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલમાં ભારતે શનિવારે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને કડક અંદાજમાં જવાબ આપ્યો હતો. યુએન મિશનમાં ભારતના સેક્રેટરી મિની દેવી કુમામે કહ્યું હતું કે ઓસામા બિન લાદેન અને હાફિઝ સૈયદ જેવાં આતંકીઓને પનાહ આપનાર દેશ અમને લોકતંત્રનો પાઠ ન ભણાવે. અહીં જાણ કરવાની કે પાકિસ્તાન યુએનમાં છેલ્લાં બે દિવસથી સતત કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યું છે. પાકિસ્તાનના ડેપ્યુટી પરમાનેન્ટ રિપ્રેઝેન્ટેટિવ તાહિર અંદ્રાબિને કહ્યું કે કાશ્મીરનો ઉકેલ માત્ર જનમત સંગ્રહથી જ થઈ શકે છે.

   ભારતે પાકિસ્તાનને શું જવાબ આપ્યો?

   - UNમાં ભારતનું પ્રતિનિધત્વ કરી રહેલાં સેકન્ડ સેક્રેટરી મિની કુમામે કહ્યું કે, "જે પાકિસ્તાનમાં આંતકીઓ ખુલ્લેઆમ રસ્તા પર ફરી રહ્યાં છે, જે પોતે એક દેશ તરીકે અસફળ થઈ ચુક્યાં છે તેઓ ભારતને UNમાં માનવાધિકારોના પાઠ ભણાવી રહ્યાં છે."
   - "અમે આજે પણ પાકિસ્તાન તરફથી 2008ના મુંબઈ હુમલા અને 2016ના પઠાનકોટ તેમજ ઉરી હુમલાના જવાબદારો પર કાર્યવાહીની રાહ જોઈ રહ્યાં છીએ."

   કાશ્મીર સમસ્યાનો ઉકેલ ફક્ત જનમતથી જ

   - પાકિસ્તાનના ડેપ્યુટી કાયમી રિપ્રેઝેન્ટેન્ટિવ તાહિર અંદ્રાબિએ શુક્રવારે કહ્યું હતું કે, "કાશ્મીર સમસ્યાનો ઉકેલ માત્ર જનમત સંગ્રહ જ છે."

   ભારતનો જવાબઃ મિની કુમામે કહ્યું કે, "પાકિસ્તાન સામાન્ય રીતે UNના તે પ્રસ્તાવની વાત કરે છે, જેમાં જમ્મુ કાશ્મીરમાં જનમત સંગ્રની વાત કરવામાં આવી છે પરંતુ તેઓ તે ભૂલી જાય છે કે આ પ્રસ્તાવ પહેલાં પાકિસ્તાને POKમાં કરાવવો પડશે. જો કે હંમેશાની જેમ પાકિસ્તાન પોતાના કમિટમેન્ટ્સ ભૂલી જાય છે. તે પછી 1972ની શિમલા સમજૂતી હોય કે ફેબ્રુઆરી, 1999માં થયેલ લાહોર ડિક્લેરેશન. આ વાતોને બદલે પાકિસ્તાન ફક્ત ભારતમાં સરહદ પારથી આતંકવાદ ફેલાવવા પર જ ધ્યાન આપે છે."

   કાશ્મીરમાં માનવાધિકારોનું વાયલેશન કરે છે ભારત

   - અંદ્રાબીએ ગુરૂવારે ભારત પર આરોપ લગાવતાં કહ્યું હતું કે, "કાશ્મીરમાં ભારત માનવાધિકારોનું વાયલેશન જ કરે છે. આટલું જ નહીં સરહદ પારથી ભારત સીઝફાયર વાયલેશનની સાથે ભાગલાની નીતિ પર પણ કામ કરે છે."

   ભારતનો જવાબઃ પાકિસ્તાનના આ આક્ષેપનો જડબાતોડ જવાબ શનિવારે આપતાં કુમામે કહ્યું કે, "જમ્મુ કાશ્મીરની સાચી મુશ્કેલી આતંકવાદ છે, જેને પાકિસ્તાન તરફથી સતત મદદ મળી રહી છે. હું કાઉન્સિલને અપીલ કરું છું કે, તેઓ પાકિસ્તાનને સરહદ પારથી ઘૂસણખોરી કરવા અને આતંકીઓને સુરક્ષા આપવા અંગેના સવાલો પૂછે."

   શું છે શિમલા સમજૂતી?

   - 1972માં થયેલી શિમલા સમજૂતી અંતર્ગત ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ જુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે તે વાત પર સહમતિ બની હતી કાશ્મીર મુદ્દાના ઉકેલમાં માત્ર પાકિસ્તાન અને ભારત જ સામેલ થશે અને તેમાં ત્રીજા કોઈ ડખલગીરી નહીં કરે.

   શું છે લાહોર ડિક્લેરેશન?

   - 1999માં થયેલા લાહોર ડિક્લેરેશનમાં અટલબિહારી વાજપેયી અને નવાઝ શરીફ વચ્ચે સમજૂતી થઈ હતી કે બંને દેશ અંદરોઅંદર ન્યૂક્લિયર હથિયાર બનાવવાની દોડમાં સામેલ નહીં થાય.

  • પાકિસ્તાન યુએનમાં છેલ્લાં બે દિવસથી સતત કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યું છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાકિસ્તાન યુએનમાં છેલ્લાં બે દિવસથી સતત કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યું છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: India says Pakistan is a failed state as Kashmir issue raised in UN Human Rights Council
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `