તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

S-400 પર CAATSAનો ડર: ડોલર વડે અમેરિકા ઉભી કરશે મુસીબત, શું રૂપિયા-રૂબલથી કરવી પડશે ડીલ?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકા તરફથી આર્થિક પ્રતિબંધની સંભાવનાને જોતા ભારત અને રશિયા આ ડીલને રૂપિયા અને રૂબલમાં કરવાની શક્યતાઓ શોધી રહ્યા છે. - Divya Bhaskar
અમેરિકા તરફથી આર્થિક પ્રતિબંધની સંભાવનાને જોતા ભારત અને રશિયા આ ડીલને રૂપિયા અને રૂબલમાં કરવાની શક્યતાઓ શોધી રહ્યા છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રતિબંધની ચીમકીઓ વચ્ચે આજે ભારત અને રશિયા એસ-400 ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ પર સહમતિ બની છે. રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન પોતાની બે દિવસીય ભારત મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે આ સહમતિ પર હસ્તાક્ષર થતા જોવા મળશે. એસ-400 ડીલને મંજૂરી આપવાના રસ્તામાં આ સોદાના પેમેન્ટ માટે અમેરિકન ડોલરને લઇને બંને દેશો વચ્ચેનો રસ્તો કાઢવાની કવાયતમાં લાગેલા છે. સૂત્રોનો દાવો છે કે, અમેરિકા તરફથી આર્થિક પ્રતિબંધની સંભાવનાને જોતા ભારત અને રશિયા આ ડીલને રૂપિયા અને રૂબલમાં કરવાની શક્યતાઓ શોધી રહ્યા છે. 

 

ચીનની ડીલ વખતે યુએસએ લગાવ્યો હતો પ્રતિબંધ 


- ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બરમાં રશિયાએ ચીનની સાથે એસ-400 મિસાઇલ ડીલ કરી હતી. આ ડીલ બાદ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો. 
- આ પ્રતિબંધના કારણે ચીન માટે અમેરિકન ડોલરનો ઉપયોગ કરીને મિસાઇલની ખરીદી લગભગ અશક્ય થઇ ગઇ હતી. 
- જો કે, છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ચીને પોતાની કરન્સી યુઆનને ડોલરની સરખામણીએ આતંરરાષ્ટ્રીય મુદ્રા તરીકે ઉભી કરવાની કોશિશ કરી હતી. 
- આ પહેલ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન સતત એવી કોશિશ કરતું રહ્યું છે કે, તે યુઆનને ડોલર સહિત યુરો, યેન અને પાઉન્ડની સમકક્ષ ઇન્ટરનેશનલ કરન્સી બનાવી લે. 
- બીજી તરફ, આતંરરાષ્ટ્રીય વેપારમાં ચીનની પાસે અમેરિકન ડોલરનું સૌથી મોટું રિઝર્વ મોજૂદ છે. 

 

યુઆનને આંતરરાષ્ટ્રીય મુદ્રા બનાવવા ઇચ્છે છે ચીન 


- પાંચ બિલિયન ડોલરની આ મેગા ડિફેન્સ ડીલ પર અમેરિકા કાટસા પ્રતિબંધ (કાઉન્ટરિંગ અમેરિકન એડવર્સરીઝ થ્રૂ સેકશન્સ- CAATSA) લગાવી શકે છે. 
- ગત મહિને અમેરિકાએ ચીન પર એસ-400 મિસાઇલ સિસ્ટમ ખરીદવા પર આ પ્રતિબંધ લગાવ્યો હતો. ભારત અને રશિયા આ ડીલ માટે વૈકલ્પિક વ્યવસ્થા સ્થાપિત કરવાનું તે સમયથી જ શરૂ કરી દીધું હતું. 
- આ પહેલાં રશિયા પાસેથી લીઝ પર લેવામાં આવેલી INS Chakraની રિપેર ડીલ પર અમેરિકન પ્રતિબંધના કારણે ભારત અને રશિયાની વચ્ચે અંદાજિત 2 બિલિયન ડોલરની ડીલ પર ગ્રહણ લાગ્યું હતું. 
- ઇકોનોમિક એનાલિસ્ટનો દાવો છે કે, આવી સ્થિતિમાંથી બહાર આવવા માટે ભારતને રૂપિયો-રૂબલ એક્સચેન્જને આતંરરાષ્ટ્રીય મુદ્રા તરીકે ઉપયોગ કરીને ડીલની કવાયત કરવી જોઇએ. 
- ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભારતે રશિયા સાથે કરેલી તમામ ડિફેન્સ ડીલને ડોલરના માધ્યમથી જ કરવામાં આવી છે. 

 

કેમ બન્યો અમેરિકાનો કાટસા કાયદો? 


- પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઓગસ્ટમાં રશિયાની આ આધુનિક ડિફેન્સ મિસાઇલ સિસ્ટમને ધ્યાનમાં રાખીને કાટસા કાયદાને મંજૂરી આપી હતી. 
- અમેરિકાએ રશિયાને આતંરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાના હિતો વિરૂદ્ધ કામ કરવાથી અટકાવવા માટે આ કાયદો તૈયાર કર્યો છે. 
- ઉલ્લેખનીય છે કે, અમેરિકાના આ કાયદાને રશિયાની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. 
- જેમાં 2014માં રશિયાની તરફથી યુક્રેન પર હુમલો કરીને ક્રિમિયા પર કબ્જો કરવા, સીરિયા ગૃહ યુદ્ધમાં સામેલ થવા અને 2016ના અમેરિકાની પ્રેસિડન્ટ ચૂંટણીમાં દખલ સામેલ છે.