મેક્સિકોઃ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ફાયરિંગ, પાંચના મોત; આરોપીઓ ફરાર

ઓગસ્ટમાં ડ્રગ્સ ગેંગના ચીફની ધરપકડ બાદ મેક્સિકોમાં હિંસક ઘટનાઓમાં વધારો

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 06:15 PM
ઓગસ્ટમાં ડ્રગ્સ ગેંગના ચીફની
ઓગસ્ટમાં ડ્રગ્સ ગેંગના ચીફની

ઇન્ટરનેશનલ ડેસ્કઃ મેક્સિકો સિટીના પ્રખ્યાત પ્લાઝા ગારિબલદીમાં પારંપરિક મરિયાચી સંગીતકારોના પરિધાન પહેરીને બંધૂકધારીઓએ પાંચ લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટનામાં એક વિદેશી સહિત 8 અન્ય લોકો ઘાયલ થયા છે. લૉ એન્ફોર્સમેન્ટ ઓફિસરોએ શનિવારે આ ઘટનાની જાણકારી આપી છે.

સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં બની ઘટના


- પ્લાઝામાં મોટી સંખ્યામાં લોકો 16 સપ્ટેમ્બરના રોજ સ્વતંત્રતા દિવસના સમારંભની ઉજવણી કરવા માટે હાજર હતા. રાત્રે વાગ્યાની આસપાસ પાંચ હુમલાખોરોએ રાઇફલ અને પિસ્તોલથી ફાઇરિંગ કર્યુ.
- ઘટનાની તપાસમાં ઘટનાસ્થળેથી ગોળીઓના 60 ખાલી ખોખા મળી આવ્યા હતા.
- એક સાક્ષીએ જણાવ્યું કે, પ્લાઝા ગારિબલદી ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. ત્રણ વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બે મહિલાઓનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.
- શરૂઆતમાં મૃતકોની સંખ્યા ત્રણ હતી જે હવે 5 થઇ છે. મેક્સિકો સિટીના ઓથોરિટીના જણાવ્યા અનુસાર, હુમલાખોર ત્રણ મોટરસાઇકલમાં સવાર થઇને ફરાર થઇ ગયા છે.

X
ઓગસ્ટમાં ડ્રગ્સ ગેંગના ચીફની ઓગસ્ટમાં ડ્રગ્સ ગેંગના ચીફની
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App