ઈરાન ન્યૂક્લિયર બોમ્બ બનાવશે તો અમે પણ બનાવીશું: સાઉદીના પ્રિન્સની ધમકી

ક્રાઉન પ્રિન્સ મોહમ્મદે જણાવ્યું કે, સાઉદી અરબની પરમાણુ બોમ્બ બનાવવાની કોઈ ઈચ્છા નથી, મજબુરી હોઈ શકે

divyabhaskar.com | Updated - Mar 16, 2018, 09:13 AM
સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સે આપી બોમ્બ બનાવવાની ધમકી
સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સે આપી બોમ્બ બનાવવાની ધમકી

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પરમાણુ બોમ્બ બનાવવાની ધમકી આપી છે. તેમણે અમેરિકાની એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, સાઉદી અરબની પરમાણું બનાવવાની કોઈ ઈચ્છા નથી પરંતુ જો ઈરાન આવુ કઈક કરશે તો અમારે પણ ટૂંક સમયમાં પરમાણુ બોમ્બ બનાવવા પડશે.

રિયાદ: સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને પરમાણુ બોમ્બ બનાવવાની ધમકી આપી છે. તેમણે અમેરિકાની એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, સાઉદી અરબની પરમાણું બનાવવાની કોઈ ઈચ્છા નથી પરંતુ જો ઈરાન આવુ કઈક કરશે તો અમારે પણ ટૂંક સમયમાં પરમાણુ બોમ્બ બનાવવા પડશે.

ઈરાનનો અમારી સાથે કોઈ મુકાબલો નહીં


- ક્રાઉન પ્રિન્સે કહ્યું છે કે, ઈરાન અમારી સ્પર્ધામાં નથી. તેમની આર્મી મુસ્લિમ દેશોની ટોપ-5 સેનાઓમાં નથી. સાઉદી અરબની અર્થવ્યવસ્થા ઈરાન કરતા ઘણી સારી છે.
- પ્રિન્સના જણાવ્યા પ્રમાણે, સાઉદી અરબની બરાબર આવવામાં ઈરાન ખૂબ પાછળ છે. પરંતુ તેઓ હિટલરની જેમ તેમનો વિસ્તાર વધારવા માગે છે. તેઓ મિડલ ઈસ્ટમાં તેમના પ્રોજેક્ટ શરૂ કરવા માગે છે.

ઈરાન-યુએનએસસીમાં થયો હતો જેસીપીએ


- જુલાઈ 2015માં સયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ના પાંચ સ્થાયી સદસ્યો, જર્મની અને ઈરાનમાં જોઈન્ટ કોમ્પ્રેસિવ પ્લાન ઓફ એક્શન (જેસીપીએ) સમજૂતી થઈ.
- તેના અંતર્ગત ઈરાન આર્થિક મદદ અને ખુદ પર લગાવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવવાના બદલે તેમના પરમાણુ હથિયાર કાર્યક્રમ રોકવા માટે રાજી થયા હતા.
- અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાંસ અને રશિયા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્ય છે.
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2017માં આ સમજૂતી રદ કરવાની વાત કરી હતી.
- ઈરાની રાષ્ટ્રપતિ હસન રુહાનીનો આરોપ છે કે, પોતાની રીતે સમજૂતી કરવા માટે ટ્રમ્પ યુરોપીય દેશો ઉપર પ્રેશર કરી રહ્યા છે.

માત્ર શાંતિ માટે જોઈએ પરમાણુ ટેક્નોલોજી


- આ પહેલા દુનિયાના સૌથી વધુ તેલની નિકાસ કરતા દેશ સાઉદી અરબે કહ્યું હતું કે, તેઓ માત્ર શાંતિપૂર્ણ ઉદ્દેશોના કારણે પરમાણુ ટેક્નોલોજી ઈચ્છે છે.
- જોકે તેમણે એ સ્પષ્ટતા નહતી કરી કે પરમાણું ઈંધણ ઉત્પન્ન કરવા માટે તેઓ યુરેનિયમનનું પ્રમોશન કરવા માગે છે.
- અમેરિકા, સાઉથ કોરિયા, રશિયા, ફ્રાંસ અને ચીને પણ સાઉદી અરબમાં બે પરમાણુ સંયંત્રો તૈયાર કરવા માટે તેમનો રસ દાખવ્યો છે.
- સાઉદી અરબ સરકારે 13 માર્ચે તેમની પરમાણુ ઉર્જા યોજના માટે રાષ્ટ્રીય નીતિને મંજૂરી આપી છે.
- નોંધનીય છે કે, યુરેનિયમ પ્રમોશન દરમિયાન પરમાણુ હથિયારનું પણ નિર્માણ કરી શકાય છે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

X
સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સે આપી બોમ્બ બનાવવાની ધમકીસાઉદી અરબના ક્રાઉન પ્રિન્સે આપી બોમ્બ બનાવવાની ધમકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App