યૌન શોષણમાં સામેલ છે અનેક બૌદ્ધ શિક્ષક, 25 વર્ષથી મને જાણકારીઃ દલાઇ લામા

બૌદ્ધ ધર્મગુરૂ દલાઇ લામાએ કહ્યું, હું પહેલાંથી આ બાબતોથી માહિતગાર છું

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 06:01 PM
દલાઇ લામાએ કહ્યું, જે લોકો યૌન શોષણ કરે છે તેઓ બુદ્ધના શિક્ષણની ચિંતા નથી કરતા (ફાઇલ)
દલાઇ લામાએ કહ્યું, જે લોકો યૌન શોષણ કરે છે તેઓ બુદ્ધના શિક્ષણની ચિંતા નથી કરતા (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ દલાઇ લામાએ શનિવારે કહ્યું કે, તેઓ બૌદ્ધ શિક્ષકો દ્વારા કરવામાં આવતા યૌન શોષણ અંગે વર્ષ 1990થી જાણે છે. આ પ્રકારના આરોપ 'કંઇ નવા' નથી. લામાએ આ નિવેદન 4 દિવસની નેધરલેન્ડની યાત્રા દરમિયાન આપ્યું છે. તેઓએ શુક્રવારે બૌદ્ધિક શિક્ષકો તરફથી કરવામાં આવતા કથિત યૌન શોષણના શિકાર થયેલા પીડિતો સાથે મુલાકાત કરી હતી.

- બૌદ્ધ ધર્મગુરૂ દલાઇ લામાએ કહ્યું, હું પહેલાંથી આ બાબતોથી માહિતગાર છું, આ કશું જ નવું નથી. તેઓએ કહ્યું, 25 વર્ષ પહેલાં કોઇએ યૌન શોષણના આરોપોનો ઉલ્લેખ કર્યો હતો.
- દલાઇ લામાએ વધુમાં કહ્યું કે, જેઓ યૌન શોષણ કરે છે તેઓ બુદ્ધના શિક્ષણની ચિંતા નથી કરતાં. હાલમાં જે પણ સાર્વજનિક થઇ રહ્યું છે તે તેઓના માટે શરમજનક બાબત છે.
- દલાઇ લામાએ ટીવી ચેનલ પર વાત કરતાં કહ્યું કે, આ ઘટના ધર્મશાળામાં પશ્ચિમ બૌદ્ધ શિક્ષકોની કોન્ફરન્સમાં થયું. યુરોપમાં લામાના પ્રતિનિધ સમ્દુપે કહ્યું, દલાઇ લામાએ હંમશાથી બિન-જવાબદાર વ્યવહારની નિંદા કરી છે.

X
દલાઇ લામાએ કહ્યું, જે લોકો યૌન શોષણ કરે છે તેઓ બુદ્ધના શિક્ષણની ચિંતા નથી કરતા (ફાઇલ)દલાઇ લામાએ કહ્યું, જે લોકો યૌન શોષણ કરે છે તેઓ બુદ્ધના શિક્ષણની ચિંતા નથી કરતા (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App