સેલરી વધારતા કેનેડાના 500થી વધુ ડોકટર્સનો વિરોધ, કહ્યુ સારા પૈસા મળે છે

કેનેડાના ડોકટર્સ, મેડિકલ પ્રેક્ટિસ કરનારાઓ અને મેડિકલ સ્ટૂડન્ટસે એક અલગ જ પ્રકારની પિટીશન પર સાઈન કરી છે.

Divyabhaskar.com | Updated - Mar 10, 2018, 11:52 AM
(સિમ્બોલિક ઈમેજ)
(સિમ્બોલિક ઈમેજ)

પગાર વધારાની માગ સાથે દેખાવો, પ્રદર્શનો, હડતાળ જેવાં દ્રશ્યોમાં ભારતમાં છાસવારે જોવા મળતાં હોય છે. પરંતુ કેનેડામાં આનાથી ઊંધી અલગ જ ઘટના જોવા મળી છે. કેનેડાના ડોકટર્સ, મેડિકલ પ્રેક્ટિસ કરનારાઓ અને મેડિકલ સ્ટૂડન્ટસે એક અલગ જ પ્રકારની પિટીશન પર સાઈન કરી છે. જે પિટીશન પર તેઓએ સાઈન કર્યાં છે તે પોતાની સેલરી વધારવાના વિરોધમાં છે.

ઈન્ટરનેશનલ ડેસ્કઃ પગાર વધારાની માગ સાથે દેખાવો, પ્રદર્શનો, હડતાળ જેવાં દ્રશ્યોમાં ભારતમાં છાસવારે જોવા મળતાં હોય છે. પરંતુ કેનેડામાં આનાથી ઊંધી અલગ જ ઘટના જોવા મળી છે. કેનેડાના ડોકટર્સ, મેડિકલ પ્રેક્ટિસ કરનારાઓ અને મેડિકલ સ્ટૂડન્ટસે એક અલગ જ પ્રકારની પિટીશન પર સાઈન કરી છે. જે પિટીશન પર તેઓએ સાઈન કર્યાં છે તે પોતાની સેલરી વધારવાના વિરોધમાં છે. આ તબીબોએ માગ કરી છે કે સેલરી વધારવા માટે જ રકમ વાપરવાની છે તેનો ઉપયોગ નર્સોની સેલરી વધારવા તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને સહાય આપવા માટે કરવામાં આવે.

500 ડોકટર્સના ગ્રુપે કર્યો વેતન વધારાનો વિરોધ


- 500 ડોકટર્સના એક ગ્રુપે ઓનલાઈન પિટીશન કરી વધારવામાં આવેલી સેલરીનો વિરોધ કર્યો છે.
- વેતનનો વિરોધ કરતાં ડોકટર્સ કેનેડાના ક્યૂબિકમાં કામ કરે છે.
- ડોકટર્સનું કહેવું છે કે, "અમને પહેલાંથી જ ઘણી સેલરી મળી રહી છે. અમે ક્યૂબિકના ડોકટર છીએ, અમારા મેડિકલ ફાઉન્ડેશન દ્વારા વધારવામાં આવેલી સેલરીનો વિરોધ કરીએ છીએ."

આગળ વાંચો સેલરી વધારવાના વિરોધનું શું આપ્યું કારણ?

(સિમ્બોલિક ઈમેજ)
(સિમ્બોલિક ઈમેજ)

વધારવામાં આવેલી સેલરીના વિરોધનું શું કારણ આપ્યું?  


- ડોકટર્સે ઓનલાઈન પિટીશનમાં વિરોધનું કારણ પણ જણાવ્યું છે. 
- વિરોધનું કારણ દર્શાવતા તેમાં લખવામાં આવ્યું છે કે, "ડોકટર્સ સાથે કામ કરતાં સ્ટાફની સ્થિતિ ઠીક નથી, દર્દીઓ પણ ખુશ નથી, એવામાં સેલરી વધારવાનું યોગ્ય નથી."
- પિટીશનમાં વધુમાં લખવામાં આવ્યું કે, "જો અમારી સાથીઓ ખુશ હશે, ઈલાજ માટે આવતાં દર્દીઓ સંતુષ્ટ હશે તો તે અમને સારૂ લાગશે. આ ખુશી પૈસા વધારવાથી ન મળી શકે."
- ગત 25 ફેબ્રુઆરીએ પોસ્ટ કરવામાં આવેલી પિટીશનમાં 500થી વધુ ડોકટર્સે સાઈન કરી છે. જેમાં જનરલ પ્રેક્ટિશનર, સ્પેશિયાલિસ્ટ, રેસિડન્ટ મેડિકલ ડોકટર્સથી લઈને મેડિકલ વિદ્યાર્થીઓ સામેલ છે.

 

આગળ વાંચો સ્વાસ્થ્ય મંત્રાલયે શું કહ્યું?

(સિમ્બોલિક ઈમેજ)
(સિમ્બોલિક ઈમેજ)

સ્વાસ્થ્ય મંત્રાલયનું પણ નિવેદન


- ડોકટર્સના પ્રદર્શન પર ત્યાંના સ્વાસ્થ્ય મંત્રાલયનું નિવેદન પણ સામે આવ્યું છે. 
- સ્વાસ્થ્ય મંત્રી ગેટન બારેટે કહ્યું કે, "જો ડોકટર્સને લાગે છે કે તેઓએ સાચે જ વધુ પૈસા આપવામાં આવી રહ્યાં છે તો તેઓ તે પૈસાને છોડી શકે છે."
- બારેટે વધુમાં કહ્યું કે, "હું વાયદો કરૂ છું કે તે પૈસાનો યોગ્ય ઉપયોગ થશે."
- મંત્રીએ તેમ પણ કહ્યું કે મંત્રાલયની પાસૈ જરૂરી કામો માટે પૈસા છે, પરંતુ બેશુમાર પૈસા પણ નથી. 


આગળ વાંચો કેનેડાના ડોકટર્સને કેટલાં મળે છે?

(સિમ્બોલિક ઈમેજ)
(સિમ્બોલિક ઈમેજ)

કેનેડાના તબીબો કેટલાં નાણાં રળે છે?


- કેનેડા ઈન્સ્ટીટયૂટ ફોર હેલ્થ ઇન્ફોર્મેશનની વર્ષ 2017ની એક રિપોર્ટ મુજબ કેનેડાના એક ડોકટર 2,60,924 ડોલર એટલે લગભગ 1,31,67,790.58 રૂપિયા કમાય છે. 
- રિપોર્ટમાં તે વાત પણ સ્પષ્ટ છે કે આ રકમ માત્ર ડોકટર્સને સીધી રીતે મળનારી રકમ છે જેમાં તેમની અન્ય કમાણી સામેલ નથી. 
- ડોકટર્સે 500 મિલિયન ડોલરની રકમને સ્પેશિયાલિસ્ટ ડોકટર્સની સેલેરી વધારવાના વિરોધમાં આ પિટીશન કરી છે. 
- ડોકટર્સનું આ પગલું ત્યારે સામે આવ્યું છે જ્યારે નર્સોએ તબીબોના વેતનમાં વધારાની વાતનો વિરોધ કર્યો હતો.

X
(સિમ્બોલિક ઈમેજ)(સિમ્બોલિક ઈમેજ)
(સિમ્બોલિક ઈમેજ)(સિમ્બોલિક ઈમેજ)
(સિમ્બોલિક ઈમેજ)(સિમ્બોલિક ઈમેજ)
(સિમ્બોલિક ઈમેજ)(સિમ્બોલિક ઈમેજ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App