1

Divya Bhaskar

Home » International News » Latest News » International » whistle-blower Christopher Wylie tweets firm worked with several Indian parties

અમદાવાદમાં એનાલિટિકાની ઓફિસ; 7 લાખ ગામનો ડેટા મેળવ્યો હતો- વાયલી

Divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 09:38 AM IST

કેમ્બ્રિજ એનાલિટિકા પર ફેસબુક ડેટાનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

 • whistle-blower Christopher Wylie tweets firm worked with several Indian parties
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  કેમ્બ્રિજ એનાલિટિકાના ભૂતપૂર્વ કર્મચારી અને હવે વ્હિસલ બ્લોઅર ક્રિસ્ટોફર વાયલીએ ટ્વીટર પર જાહેર કર્યુ છે લિસ્ટ (ફાઇલ)

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફેસબુક ડેટા લીકને કારણે વિવાદોમાં સપડાયેલી બ્રિટિશ એજન્સી કેમ્બ્રિજ એનાલિટિકા વિશે વ્હીસલ બ્લોઅર ક્રિસ્ટોફર વાયલીએ બુધવારે ઘણા ખુલાસાઓ કર્યા. કેમ્બ્રિજ એનાલિટિકાના ભૂતપૂર્વ કર્મચારી વાયલીએ જણાવ્યું કે, કેમ્બ્રિજ એનાલિટિકાની પૈતૃક સંસ્થા સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન લેબોરેટરી (SCL)ની હેડ ઓફિસો અમદાવાદ સહિત દેશના નવ શહેરોમાં છે, જેમાં બેંગલુરૂ, કટક, ગુવાહાટી, હૈદરાબાદ, ઇંદોર, કોલકાતા, પટના અને પુણેનો સમાવેશ થાય છે. વાયલીએ દાવો કર્યો છે કે, કેમ્બ્રિજ એનાલિટિકા ભારતમાં 2003થી કામ કરી રહી છે. વાયલીએ કહ્યું કે, ભારતમાં થયેલી 7 ચૂંટણીમાં કેમ્બ્રિજ એનાલિટિકાનો એક્ટિવ રોલ રહ્યો છે. વાયલીએ ટ્વીટર કંપનીના પ્રોજેક્ટ્સ લિસ્ટ પણ મુક્યા છે.

  ફેસબુકને કેન્દ્રની નોટિસ

  - સંભવિત ડેટા લીક મામલે અને ફેસબુક કે તેના કોઇ સહાયક દ્વારા ચૂંટણીપ્રક્રિયા સાથે ચેડાં મુદ્દે, કેન્દ્ર સરકારે ફેસબુકને નોટિસ પાઠવી છે. 7 એપ્રિલ સુધીમાં કેન્દ્રએ આ મામલે જરૂરી વિગતો આપવા માટે જણાવ્યું છે.

  - ઉલ્લેખનીય છે કે ચૂંટણીઓમાં ચેડાં તથા ભારતીય યુઝર્સના ડેટાના દુરુપયોગ સહિતના આક્ષેપો મામલે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે અગાઉ પણ ફેસબુક અને લંડન સ્થિત કેમ્બ્રિજ એનાલિટિકાને અનેક પ્રશ્નો પૂછ્યા હતા.

  - સરકારના જણાવ્યાનુસાર, ફેસબુક દ્વારા ડેટા બ્રીચ અંગે વધુ માહિતીની જરૂર જણાતા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ફેસબુકને પત્ર લખ્યો છે.

  વાયલીના લિસ્ટ અનુસાર, SCL ગ્રુપ (કેમ્બ્રિજ એનાલિટિકા આ ગ્રુપનો હિસ્સો છે)એ ભારતમાં ક્યારે અને ક્યાં ચૂંટણી અને અલગ અલગ પાર્ટીઓ સાથે જોડાયેલા અન્ય અભિયાનોમાં કામ કર્યું:


  1. એસસીએલની પાસે 600 શહેર અને 7 લાખ ગામનો ડેટા


  - વાયલીએ જે ડોક્યુમેન્ટ્સ ટ્વીટ કર્યા છે તેમાં દાવો કર્યો છે કે, એસસીએલ (સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન લેબોરેટરી)ની પાસે ભારતના 600 શહેરો અને 7 લાખ ગામના ડેટા મોજૂદ છે, જેને સતત અપડેટ રાખવામાં આવે છે.
  - ડોક્યુમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, એસસીએલનું કામ પોતાના ક્લાયન્ટ્સ માટે જ યોગ્ય ટાર્ગેટ ગ્રુપની ઓળખ કરવી અને તેમના વ્યવહારને પ્રભાવિત કરવાનો છે. જેથી ક્લાયન્ટ્સ માટે મરજી મુજબનું પરિણામ લાવી શકાય.


  2. 2003 મધ્યપ્રદેશ ચૂંટણીથી ચાલી રહ્યા છે પ્રોજેક્ટ્સ


  - ડોક્યુમેન્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, એસસીએલ 2003થી જ ભારતીય રાજકીય દળોને સેવા આપી રહ્યું છે. જો કે, તેમાં માત્ર એક પાર્ટી જેડીયુનું જ નામ લેવામાં આવ્યું છે.
  - એસસીએલએ 2003ની મધ્યપ્રદેશ ચૂંટણીમાં એક નેશનલ પાર્ટી માટે ચૂંટણી એનાલિસિસ કર્યુ હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય અંતિમ સમયમાં નિર્ણય કરનાર વોટર્સનો મત જાણવાનો હતો. આ વિશ્લેષણોથી પાર્ટી પોતાના હિસાબે જાતિગત સમીકરણ બેસાડી શકતી હતી અને ચૂંટણી તૈયારીઓ કરી શકતી હતી.

  3. 2003 રાજસ્થાન ચૂંટણી


  - એક મુખ્ય રાજકીય દળે એસસીએલની સાથે બે મહત્વની સેવાઓ માટે સંપર્ક કર્યો. પહેલી પાર્ટીની આતંરિક તાકાત જાણવાની કોશિશ અને બીજી મતદાતાઓની વોટિંગ પેટર્ન વિશે જાણકારી મેળવવાનો.

  4. 2007 કેરળ, પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ

  - એસસીએલએ 2007માં 6 રાજ્યોમાં લોકોની સમજ અને સમીકરણોને સમજવા માટે એક અભિયાનમાં ભાગ લીધો હતો.
  - આ વર્ષે ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં એસસીએલએ એક મુખ્ય ચૂંટણી પાર્ટી માટે આખા રાજ્યનો રાજનૈતિક સર્વે કર્યો હતો. તેમાં પાર્ટીની ઓડિટ સહિત રાજ્યભરમાં રાજનીતિ સાથે જોડાયેલા લોકોની મહત્વની જાણકારીઓ એકત્ર કરવાનું પણ સામેલ છે.

  5. 2010 બિહાર ચૂંટણી


  - 2010ની રાજ્ય ચૂંટણીમાં સત્તારૂઢ પાર્ટી જનતા દળ યૂનાઇટેડ (જેડીયુ)એ એસસીએલનો ચૂંટણી રિસર્ચ અને પ્લાનિંગ બનાવવા માટે સંપર્ક કર્યો હતો. એસસીએલએ અંદાજિત 75 ટકા ઘરોનું રિસર્ચ કર્યુ હતું.
  - આ ડેટાથી પાર્ટીને યોગ્ય મુદ્દાઓ અને જાતિઓના યોગ્ય સમીકરણ બેસાડી અભિયાન કરવામાં મદદ મળી હતી.


  6. 2009 સામાન્ય ચૂંટણી


  - 2009 સામાન્ય ચૂંટણીમાં એસસીએલએ અનેક લોકસભા ઉમેદવારોને ચૂંટણી અભિયાન ચલાવવામાં મદદ કરી. ઉમેદવારોના રિસર્ચ ગ્રુપ્સે એસસીએલ ઇન્ડિયાના ડેટાનો ઉપયોગ કર્યો. આનાથી પાર્ટીને સફળ યોજનાઓ બનાવવા અને જીત મેળવવામાં સરળતા રહી.

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • whistle-blower Christopher Wylie tweets firm worked with several Indian parties
  કેમ્બ્રિજ એનાલિટિકા પર ફેસબુક ડેટાનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

More From International News

Trending