સાઉથ આફ્રિકાના ભારતીય મૂળના બિઝનેસમેન ગુપ્તા પરિવારની વધી મુશ્કેલીઓ

ભ્રષ્ટાચારના આરોપોના કારણે પ્રેસિડન્ટ પદેથી આફ્રિકાના પ્રેસિડન્ટ જેકબ જુમાએ 14 ફેબ્રુઆરીના રોજ રાજીનામુ આપ્યું હતું

divyabhaskar.com | Updated - Mar 29, 2018, 11:56 AM
ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જેકબ જુમાના નજીક ગમાતા ગુપ્તા પરિવારના સભ્યોની નાગરિકતાના દરજ્જાની તપાસ માટે વિસ્તૃત તપાસ કરવામાં આવશે. (ફાઇલ)
ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જેકબ જુમાના નજીક ગમાતા ગુપ્તા પરિવારના સભ્યોની નાગરિકતાના દરજ્જાની તપાસ માટે વિસ્તૃત તપાસ કરવામાં આવશે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારતથી 1993માં સાઉથ આફ્રિકા પહોંચેલા બિઝનેસમેન ગુપ્તા પરિવારની નાગરિકતાને લઇને હવે તપાસ શરૂ કરવામાં આવી છે. સાઉથ આફ્રિકાની સંસદીય સમિતિએ અજય, અતુલ અને રાજેશ ગુપ્તાની નાગરિકતાને લઇને ગહન તપાસ શરૂ કરી છે. ઉત્તર પ્રદેશ જિલ્લાના સહારનપુરથી સંબંધ ધરાવતા ગુપ્તા પરિવારના સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ સાથે ઘનિષ્ટ સંબંધો છે. ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટાચારના આરોપોના કારણે પ્રેસિડન્ટ પદેથી આફ્રિકાના પ્રેસિડન્ટ જેકબ જુમાએ 14 ફેબ્રુઆરીના રોજ રાજીનામુ આપ્યું હતું. સાઉથ આફ્રિકાના ગૃહમંત્રી માલુસી ગિગાબાએ ગુપ્તા પરિવારની નાગરિકતાને લઇને વિવાદિત નિવેદન આપ્યું હતું.

નાગરિકતા મુદ્દે વિસ્તૃત તપાસ થશે


- ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જેકબ જુમાના નજીક ગમાતા ગુપ્તા પરિવારના સભ્યોની નાગરિકતાના દરજ્જાની તપાસ માટે વિસ્તૃત તપાસ કરવામાં આવશે.
- સાઉથ આફ્રિકાની સંસદીય પેનલે આ વાત કહી છે. ગૃહમંત્રી મલૌસી ગિગાબાએ ગુપ્તા પરિવારના સભ્યો વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીની તપાસ માટે વિપક્ષ ડેમોક્રેટિક અલાયન્સ (ડીએ)એ સાઉથ આફ્રિકાના સંસદની ગૃહ મામલાઓની તપાસ સાથે સંબંધિત પોર્ટફોલિયા સમિતિના અધ્યક્ષને પત્ર લખ્યો હતો.
- ગયા વર્ષે 15 જૂનના રોજ હાઉસ ચેરપર્સન ઓફ કમિટીઝની પાર્લિયામેન્ટ સેન્ટ્રિક ફ્રોલિકે પોર્ટફોલિયા કમિટીના અધ્યક્ષને કથિત રાજકીય ભ્રષ્ટાચાર (સ્ટેટ કેપ્ચર અથવા અંગત હિસો માટે સરકારી નિર્ણયોને પ્રભાવિત કરવા)ની તપાસના આદેશ આપ્યા હતા. પરંતુ અલગ અલગ કારણોથી તેને ટાળવામાં આવ્યા.

સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ જેકબ જુમાએ 14 ફેબ્રુઆરીના રોજ રાજીનામુ આપ્યું હતું. (ફાઇલ)
સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ જેકબ જુમાએ 14 ફેબ્રુઆરીના રોજ રાજીનામુ આપ્યું હતું. (ફાઇલ)
X
ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જેકબ જુમાના નજીક ગમાતા ગુપ્તા પરિવારના સભ્યોની નાગરિકતાના દરજ્જાની તપાસ માટે વિસ્તૃત તપાસ કરવામાં આવશે. (ફાઇલ)ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જેકબ જુમાના નજીક ગમાતા ગુપ્તા પરિવારના સભ્યોની નાગરિકતાના દરજ્જાની તપાસ માટે વિસ્તૃત તપાસ કરવામાં આવશે. (ફાઇલ)
સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ જેકબ જુમાએ 14 ફેબ્રુઆરીના રોજ રાજીનામુ આપ્યું હતું. (ફાઇલ)સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ જેકબ જુમાએ 14 ફેબ્રુઆરીના રોજ રાજીનામુ આપ્યું હતું. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App