ફ્રાન્સઃ સુપરમાર્કેટમાં કથિત ISIS આતંકીની ધરપકડ, 4 પોલીસકર્મીઓ પર ગોળીબાર

પેરિસમાં વર્ષ 2015માં આતંકવાદી હુમલો થયો હતો જેમાં 130 લોકોનાં મોત થયા હતા

divyabhaskar.com | Updated - Mar 23, 2018, 04:58 PM
લોકલ ઓથોરિટીએ ટ્વીટ કરી છે કે, હાલ આ વિસ્તારને લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
લોકલ ઓથોરિટીએ ટ્વીટ કરી છે કે, હાલ આ વિસ્તારને લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ દક્ષિણ ફ્રાન્સના એક સુપર માર્કેટમાં ISના એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરીને કેટલાક લોકોને બંધક બનાવ્યા હતાં. આ હુમલામાં ત્રણ જણના મૃત્યુ થયા છે. પોલીસે ત્રાસવાદીને પણ ઢાળી દીધો હતો. તમામ બંધકોને મુક્ત કરી દેવાયા છે. સ્થાનિક સમય મુજબ સવારે 11 વાગ્યે બંદૂકધારી માર્કેટમાં ઘૂસ્યો હતો.

શોપકિપરને ગોળી મારી, 3નાં મોત

- આતંકી મોલમાં 'અલ્લાહ-હુ-અકબર' અને 'સીરિયા માટે વેર' કહીને મોલમાં ઘૂસ્યો.

- આતંકીને જોઇને હાજર રહેલા શોપકિપર્સ અને કસ્ટમર્સ ભાગી ગયા. પરંતુ એક શોપકિપરને આતંકીએ ઠાર માર્યો છે.

- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટનામાં 3 લોકોનાં મોત થયા છે. જ્યારે કેટલાંક લોકો ઘાયલ થયા છે.

- ટાઉન મેયર એરિક મેન્નાસના જણાવ્યા અનુસાર, મોલમાં અત્યારે 30 વર્ષીય આતંકી અને એક પોલીસ ઓફિસર જ છે. જ્યારે બાકીના લોકોનો બચાવ કરવામાં આવ્યો છે.

ચાર પોલીસકર્મીઓ પર ગોળીબાર


- પ્રાથમિક માહિતી અનુસાર, આ વ્યક્તિએ કાર્કાસ્ઓન શહેરમાં ચાર પોલીસ ઓફિસર પર ગોળીબાર કરી તેને ઘાયલ કર્યો હતો. ત્યારબાદ ટ્રેબેસથી 15 મિનિટના અંતરે કાર ચલાવીને આવ્યો.
- લોકલ ઓથોરિટીએ ટ્વીટ કરી છે કે, હાલ આ વિસ્તારને લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

- ફ્રેન્ચ મીડિયા અનુસાર, આતંકીએ પોલીસ પર 6 રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. જેમાં એક પોલીસ કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયો છે.

- સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલાં ફોટોગ્રાફ્સમાં સુપરમાર્કેટ સામે પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે.

- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોર અંદાજિત સવારે 11.15 વાગ્યે ટ્રેબેસના સુપરમાર્કેટમાં ઘૂસ્યો. આતંકી સંગઠન ISISએ આ ઘટનાની જવાબદારી લીધી છે.

- ફ્રાન્સના ગૃહમંત્રીએ પણ આ ઘટનાની પુષ્ટી કરતાં લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.

નવેમ્બર 2015માં થયેલા હુમલા બાદ ફ્રાન્સ સતર્ક


- ઉલ્લેખનીય છે કે, અહીં અવાર-નવાર થઇ રહેલા જેહાદી હુમલાઓ બાદ ફ્રાન્સ સતત હાઇ એલર્ટ પર રહે છે.
- પેરિસમાં વર્ષ 2015માં આતંકવાદી હુમલો થયો હતો જેમાં 130 લોકોનાં મોત થયા હતા. જ્યારે 2016માં આવા જ આતંકી હુમલામાં 86 લોકોનાં મોત થયા હતા.

Gunman pledging allegiance to ISIS takes hostages at French supermarket
અહીં અવાર-નવાર થઇ રહેલા જેહાદી હુમલાઓ બાદ ફ્રાન્સ સતત હાઇ એલર્ટ પર રહે છે.
અહીં અવાર-નવાર થઇ રહેલા જેહાદી હુમલાઓ બાદ ફ્રાન્સ સતત હાઇ એલર્ટ પર રહે છે.
X
લોકલ ઓથોરિટીએ ટ્વીટ કરી છે કે, હાલ આ વિસ્તારને લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે.લોકલ ઓથોરિટીએ ટ્વીટ કરી છે કે, હાલ આ વિસ્તારને લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
Gunman pledging allegiance to ISIS takes hostages at French supermarket
અહીં અવાર-નવાર થઇ રહેલા જેહાદી હુમલાઓ બાદ ફ્રાન્સ સતત હાઇ એલર્ટ પર રહે છે.અહીં અવાર-નવાર થઇ રહેલા જેહાદી હુમલાઓ બાદ ફ્રાન્સ સતત હાઇ એલર્ટ પર રહે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App