1

Divya Bhaskar

Home » International News » Latest News » International » Government decides the dress code for women from 7 years to 70 years

દુનિયાનો પ્રથમ દેશ, જ્યાં સરકારે 7 વર્ષથી 70 વર્ષ સુધીની મહિલાઓ માટે ડ્રેસકોડ નક્કી કર્યો

Divyabhaskar.com | Last Modified - Mar 25, 2018, 04:02 AM IST

મહિલાઓને બુરખો કે હિજાબ પહેરવાની છૂટ નથી, પશ્ચિમી દેશોની જેમ નાના અને ટાઇટ વસ્ત્રો સામે પણ પ્રતિબંધ

  • Government decides the dress code for women from 7 years to 70 years
    દુનિયાનો પ્રથમ દેશ, જ્યાં સરકારે 7 વર્ષથી 70 વર્ષ સુધીની મહિલાઓ માટે ડ્રેસકોડ નક્કી કર્યો

    લંડન: તાજિકિસ્તાન સરકારે 7 વર્ષની બાળાઓથી માંડીને 70 વર્ષ સુધીની મહિલાઓ માટે ડ્રેસકોડ નક્કી કરી દીધો છે. તેના માટે સંસ્કૃતિ મંત્રાલયે વ્યવસ્થિત રીતે એક પુસ્તક પણ જારી કર્યું છે. પુસ્તકમાં બતાવવામાં આવ્યું છે કે મહિલાઓએ કયા પ્રસંગે કેવાં વસ્ત્રો પહેરવા જોઇએ. તેમાં મોડલ્સ દ્વારા વસ્ત્રો બતાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત પુસ્તકમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે કયાં પ્રકારનાં વસ્ત્રો પહેરવાના નથી.

    ‘બુક ઓફ રિકમેન્ડેશન્સ’ નામના આ પુસ્તકમાં મંત્રાલયે મહિલાઓ માટે પરંપરાગત રીતે તાજિક વેશભૂષા પહેરવાની ભલામણ કરી છે. તે ઉપરાંત મહિલાઓના ખુલ્લા પશ્ચિમી પરિધાન અને ઇસ્લામિક વસ્ત્રો જેમ કે બુરખા અને હિજાબ પહેરવા સામે પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એટલે સુધી કે જાહેર સ્થળોએ ફ્લિપ-ફ્લોપ ચંપલ કે સ્લિપર પહેરવા સામે પણ પ્રતિબંધ છે. પુસ્તકમાં બતાવવામાં આવ્યું છે કે કાળાં વસ્ત્રો બિલકુલ પહેરવાના નથી. ઇસ્લામિક વસ્ત્રો સામેના અભિયાન હેઠળ માથું ઢાંકવા માટે કાપડના ઉપયોગ સામે પણ પ્રતિબંધ છે. પશ્ચિમી વસ્ત્રો, સ્કર્ટ પર પણ પ્રતિબંધ છે. ભૂતપૂર્વ સોવિયેત રશિયાનો ભાગ રહેલા આ દેશમાં 90 ટકાથી વધુ વસતી મુસ્લિમ છે. આવી સ્થિતિમાં સરકાર સેક્યુલર પરંતુ પરંપરાગત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માગે છે.

    પરંપરાગત વસ્ત્રો પહેરવાની ભલામણ, કાળાં વસ્ત્રો સામે પ્રતિબંધ


    - નેશનલ કે સ્ટેટ હોલિડે વીકએન્ડ પર ઢીલાં અને શરીર ઢાંકે તેવાં વસ્ત્રો પહેરવા પડશે.
    - લગ્ન કે અન્ય કોઇ સમારંભમાં પરંપરાગત તાજિક વસ્ત્રો પહેરવાનું કહેવાયું છે.
    - કાળાં વસ્ત્રો, બુરખો, હિજાબ પહેરવા સામે પ્રતિબંધ.

    લોકોએ કહ્યું-બેકાર રીતને બદલે જરૂરી મુદ્દાઓ પર ધ્યાન આપો


    સરકારના આ નિર્ણયનો લોકોએ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ કર્યો છે. એક યુઝરે લખ્યું છે - બહુ જ સુંદર. નેશનલ ડ્રેસના ઊંચા ભાવો તો જુઓ. એક મહિલાએ કોમેન્ટ કરી છે - બહુ સારું, હવે સંસ્કૃતિ મંત્રાલય અમને કાપડ ખરીદીને પણ આપી દે. એક યુઝરે ટાઇટ કે શરીર દેખાડતા વસ્ત્રો સામે પ્રશ્ન કર્યો છે કે શરીરનું કયું અંગે શું આમાં મંત્રાલયના લોકોના મગજમાં પડેલી ગાંઠ પણ સામેલ છે, એક યુઝરે તો આની તુલના ઉત્તર કોરિયા સાથે કરીને કહ્યું છે કે સરકારે બેકાર રીતો શોધવાને બદલે અન્ય જરૂરી મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઇએ.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending