સુંદર પિચાઇ કૅશ કરાવશે ગૂગલના 2500 કરોડના શૅર્સ; CEOને સૌથી મોટું પે-આઉટ

સુંદર પિચાઇ ગૂગલ કંપની સાથે 2004માં જોડાયા હતા અને માર્ચ 2013માં તેઓ એન્ડ્રોઇડ પ્રોજેક્ટ સાથે જોડાયા (ફાઇલ)
સુંદર પિચાઇ ગૂગલ કંપની સાથે 2004માં જોડાયા હતા અને માર્ચ 2013માં તેઓ એન્ડ્રોઇડ પ્રોજેક્ટ સાથે જોડાયા (ફાઇલ)
આ પહેલાં ફેસબુક સીઇઓ માર્ક ઝૂકરબર્ગને ઓગસ્ટ 2012માં 6 કરોડ શૅર્સ કૅશ કરાવવા પર 15,174 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી (ફાઇલ)
આ પહેલાં ફેસબુક સીઇઓ માર્ક ઝૂકરબર્ગને ઓગસ્ટ 2012માં 6 કરોડ શૅર્સ કૅશ કરાવવા પર 15,174 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી (ફાઇલ)

divyabhaskar.com

Apr 24, 2018, 11:48 AM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ગૂગલના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (સીઇઓ) સુંદર પિચાઇ આ અઠવાડિયે ગૂગલને મળેલા રિસ્ટ્રિક્ટેડ શૅર્સને કૅશ કરાવવા જઇ રહ્યા છે. 2014માં આપવામાં આવેલા 3 લાખ 53 હજાર 939 શેર્સને કૅશ કરાવવા બદલ તેઓને અંદાજિત 2500 કરોડ રૂપિયા મળશે. ગત સપ્તાહના અંતે આ શૅર્સ કિંમત 380 મિલિયન ડોલર (2.5 હજાર કરોડ રૂપિયા)ની નજીક હતી. બ્લૂમબર્ગ અનુસાર, બે વર્ષમાં કોઇ પણ કંપનીના એક્ઝિક્યૂટિવને આપવામાં આવેલું આ સૌથી મોટું વન-ટાઇમ પેઆઉટ હશે.


ક્યારે મળ્યા હતા પિચાઇને આ શૅર્સ


- પિચાઇ ગૂગલની કમાન 2015થી સંભાળી રહ્યા છે. અલ્ફાબેટમાં પ્રોડક્ટ્સના સીનિયર વાઇસ પ્રેસિડન્ટના પદ પર પ્રમોટ થવાના એક વર્ષ પહેલાં તેઓને આ શૅર્સ મળ્યા હતા.
- કો-ફાઉન્ડર લેરી પેજની મોટાંભાગની જવાબદારી પિચાઇએ પ્રમોશન બાદ સંભાળવાનું શરૂ કર્યુ.


નિયત સમય બાદ જ વેચી શકાય છે શૅર્સ


- એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ રકમ એટલા માટે વધી ગઇ, કારણ કે પિચાઇને શૅર્સ મળવાના સમયથી જ અત્યાર સુધી અલ્ફાબેટના સ્ટોક 90 ટકા વધી ગયા છે.
- જ્યારે આ દરમિયાન કંપનીના એસએન્ડપી ઇન્ડેક્સમાં માત્ર 39 ટકાનો વધારો થયો છે. ત્યારબાદ ગૂગલ તરફથી પિચાઇને બે વખત અને 9 અંકોમાં શૅર્સ આપ્યા છે. રિસ્ટ્રિક્ટેડ શૅર્સને નિયત સમય બાદ જ વેચી શકાય છે.


આ પહેલાં ઝૂકરબર્ગ અને સેન્ડબર્ગને મળી ચૂકી છે આટલી મોટી રકમ


- ગૂગલે હજુ સુધી 2017 માટે પિચાઇને મળતા કમ્પનસેશન વિશે ખુલાસો નથી કર્યો. 2016માં એસએન્ડપી કંપનીઓના સીઇઓના શૅર્સ કૅશ કરાવવાથી અંશતઃ 107.70 કરોડ રૂપિયા મળ્યા.
- જો કે, પિચાઇ પહેલાં એવા વ્યક્તિ નથી જેઓને આટલી મોટી રકમ મળી છે. આ પહેલાં ફેસબુકના સીઇઓ માર્ક ઝૂકરબર્ગને ઓગસ્ટ 2012માં 6 કરોડ શૅર્સ કૅશ કરાવવા પર 15174 કરોડ રૂપિયા મળ્યા હતા. તેના એક મહિના બાદ જ તેઓના સાથી શૅરિલ સેન્ડબર્ગને શૅર કૅશ કરાવવા માટે 5464 કરોડ શૅર્સ મળ્યા હતા.


પિચાઇને ગૂગલ બ્રાઉઝરના આઇડિયાથી મળી ઓળખ


- સુંદર પિચાઇ ગૂગલ કંપની સાથે 2004માં જોડાયેલા હતા. સુંદરનો પહેલો પ્રોજેક્ટ પ્રોડક્ટ મેનેજમેન્ટ અને ઇનોવેશન બ્રાંચમાં હતો. તેઓનું કામ ગૂગલના સર્ચ ટૂલબારને શ્રેષ્ઠ બનાવું અને અન્ય બ્રાઉઝરના ટ્રાફિકને ગૂગલ પર લાવવાનું હતું.
- આ દરમિયાન તેઓએ સુચન કર્યુ કે, ગૂગલે પોતાનું બ્રાઉઝર લૉન્ચ કરવું જોઇએ. આ આઇડિયાથી તેઓ લેરી પેજની નજરમાં આવ્યા.
- એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના ડેવલપમેન્ટ અને 2008માં ગૂગલ ક્રોમના લૉન્ચિંગમાં તેઓની ભૂમિકા મોટી રહી. પછી તેઓ ગૂગલ ડ્રાઇવ પ્રોજેક્ટનો હિસ્સો બન્યા. માર્ચ 2013માં સુંદર એન્ડ્રોઇડ પ્રોજેક્ટ સાથે જોડાયેલા. પહેલાં આ જવાબદારી એન્ડી રૂબિનની પાસે હતી.

X
સુંદર પિચાઇ ગૂગલ કંપની સાથે 2004માં જોડાયા હતા અને માર્ચ 2013માં તેઓ એન્ડ્રોઇડ પ્રોજેક્ટ સાથે જોડાયા (ફાઇલ)સુંદર પિચાઇ ગૂગલ કંપની સાથે 2004માં જોડાયા હતા અને માર્ચ 2013માં તેઓ એન્ડ્રોઇડ પ્રોજેક્ટ સાથે જોડાયા (ફાઇલ)
આ પહેલાં ફેસબુક સીઇઓ માર્ક ઝૂકરબર્ગને ઓગસ્ટ 2012માં 6 કરોડ શૅર્સ કૅશ કરાવવા પર 15,174 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી (ફાઇલ)આ પહેલાં ફેસબુક સીઇઓ માર્ક ઝૂકરબર્ગને ઓગસ્ટ 2012માં 6 કરોડ શૅર્સ કૅશ કરાવવા પર 15,174 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી