Home » International News » Latest News » International » The couple have been arrested and were led away in handcuffs from their home

દીકરીને કબાટમાં લોક કરી ગોંધી રાખી, પિતાએ 6 મહિના સુધી કર્યો બળાત્કાર

Divyabhaskar.com | Updated - Mar 21, 2018, 06:07 PM

પાડોશી વારંવાર દીકરી વિશે પૂછપરછ કરતાં બતાવ્યો તે ઘર છોડીને ભાગી ગઇ હોવાનું કારણ દર્શાવ્યું

 • The couple have been arrested and were led away in handcuffs from their home
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પાડોશીએ આ પરિવારની હિલચાલ પર શંકા જતા તેઓએ પોલીસને ફરિયાદ કરી હતી. (ફાઇલ)

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ પોલીસે 13 વર્ષની કિશોરીને તેના જ ઘરના વોર્ડરોબ (કબાટ)માં લોક કરીને પુરી રાખી હોય તેવી સ્થિતિમાંથી બચાવી છે. ગત ઓક્ટોબર મહિનાથી ગુમ થયેલી કિશોરીના માતા-પિતાને પાડોશીએ તેના વિશે વારંવાર પૂછપરછ કરતાં, તેઓએ ખોટો કાગળ બતાવ્યો હતો. જેમાં તેમની દીકરી ઘર છોડીને ચિલ્ડ્રન હોમમાં ભાગી ગઇ હોવાનો ઉલ્લેખ કરેલો હતો. હકીકતમાં કિશોરીના સાવકા પિતાએ જ દીકરીને 6 મહિનાથી કબાટમાં પુરી દીધી હતી. ઉપરાંત પિતા દરરોજ તેની સાથે બળાત્કાર કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

  શું છે ઘટના?


  - જર્મનીમાં આવેલા ગ્રોસ સ્કક્સસ્ફોર્ફનું ગામમાં એક દંપત્તિએ પોતાની જ દીકરી સાથે આવો અમાનવીય વ્યવહાર કર્યો છે. જેમાં માતા-પિતાએ જ તેને એપાર્ટમેન્ટના ખાલી કબાટમાં પુરી રાખી હતી અને પિતાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
  - પોલીસના જણાવ્યા અનુસાર, કિશોરીને આખા દિવસ દરમિયાન એક કબાટમાં પુરી રાખવામાં આવી હતી અને તેના સાવકા પિતા વારંવાર તેના ઉપર બળાત્કાર કરતા હોવાના પુરાવાઓ મળી આવ્યા છે.
  - પોલીસે આ ઘટનામાં આરોપી અને ભોગ બનનારના નામ જાહેર કર્યા નથી. તેઓએ સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, કિશોરી વિશે તેના મિત્રો અને પાડોશીઓ વારંવાર પૂછપરછ કરતાં આ કપલે એક ખોટો કાગળ તેઓને બતાવ્યો હતો. જેમાં કિશોરીએ એવું લખેલું હતું કે, 'પ્રિય મમ્મી-પપ્પા, હું આનાથી વધુ સમય ઘરમાં રહી નથી શકતી. તેથી હું ઘર છોડીને જઉં છું.'
  - પબ્લિક પ્રોસિક્યૂટર ઓફિસરના જણાવ્યા અનુસાર, રવિવારે કિશોરીને તેના માતા-પિતાની કેદમાંથી મુક્ત કરવામાં આવી છે અને તેના પેરેન્ટ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉપરાંત ઘરના કોમ્પ્યુટર્સ, વીડિયો ફાઇટ અને ફિલ્મ ઇક્વિપમેન્ટ્સ પણ સીલ કરી દેવામાં આવ્યા છે. આ તમામનો ઇન્વેસ્ટિગેશનમાં ઉપયોગ થશે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, પોલીસ કેવી રીતે પહોંચી ઘટનાસ્થળે? કેવી હાલતમાં મળી કિશોરી...

 • The couple have been arrested and were led away in handcuffs from their home
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પિતાએ એપાર્ટમેન્ટનો દરવાજો ખોલવાની ના પાડતા પોલીસની શંકા વધુ ઘેરી બની. (ફાઇલ)

  પોલીસે ઘરનો દરવાજો તોડી બચાવી કિશોરી 


  - પાડોશીએ આ પરિવારની હિલચાલ પર શંકા જતા તેઓએ પોલીસને ફરિયાદ કરી હતી. પોતાની તપાસ દરમિયાન પોલીસે ઘરની તપાસ અંદાજિત 6 વખત કરી હતી. પરંતુ દરેક વખતે તેઓ ખાલી હાથે જ પરત ફર્યા હતા. 
  - ગત રવિવારે પરિવારની આકસ્મિક મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેઓનું ધ્યાન બાજુમાં રહેલા ખાલી એપાર્ટમેન્ટમાં ગયું. કિશોરીના પિતાએ એપાર્ટમેન્ટનો દરવાજો ખોલવાની ના પાડતા પોલીસની શંકા વધુ ઘેરી બની. 
  - માસ્ક પહેરેલા ચાર ઓફિસરોએ એપાર્ટમેન્ટનો દરાવોજ તોડી નાખ્યો. આ ઓફિસર સામાન્ય રીતે બંધકો કે ટેરરિસ્ટ એક્ટિવિટીઝમાં સામેલ હોય તેવા ગુનેગારોને પકડવા માટે અપોઇન્ટ થયેલા હોય છે. 
  - ઓફિસર્સે ખાલી ઘરમાં એક કબાટ પડેલું જોયું તેને તોડતા, યુવતી બેભાન અવસ્થામાં મળી આવી હતી. 
  - પાડોશીઓના જણાવ્યા અનુસાર, આ ટીનેજર તેના કોટબસમાં આવેલા કેથકોલવિત્ઝ ઘરેથી ગત ઓક્ટોબરથી ગુમ હતી. ત્યારબાદ વારંવાર પરિવારને આ અંગે પુછ્યું પરંતુ તેઓએ કોઇ સંતોષકારક જવાબ આપ્યો નહીં. 
  - કિશોરીના સાવકા પિતાએ પોતાના મોજ-શોખ માટે તેને અહીં ગોંધી રાખી હોવાનું નિવેદન આપ્યું છે. 
  - ઘટનામાં કિશોરીના 52 વર્ષીય સાવકા પિતા અને 46 વર્ષીય માતાની ધરપકડ કરી છે. આ બંનેને હાઇ સિક્યોરિટી જેલમાં અલગ અલગ રાખવામાં આવશે. 
  - આ અંગે હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે. 

 • The couple have been arrested and were led away in handcuffs from their home
  કિશોરીના સાવકા પિતાએ પોતાના મોજ-શોખ માટે તેને અહીં ગોંધી રાખી હોવાનું નિવેદન આપ્યું છે. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ